SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ ] " : સામાજલિ મોહનલાલ દલીચંદ દેસાઈ, વકીલાતની પ્રવૃત્તિવાળા હોવા છતાં, તેમણે આપણને જૈન સાહિત્યનો ઈતિહાસ, જૈન ગુર્જર કવિઓ જેવી બીજી નાની-મોટી અનેક કૃતિઓ આપી ગયા છે. જેને કેન્ફરન્સ હેરલ્ડ અને જૈન યુગના તેઓ તંત્રી હતા. જીવનમાં તેમણે આવી સાહિત્યલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને ન્યાય આપે છે. બીકાનેરવાસી ભાઈશ્રી અગરચંદ નાહટા એમની જીવનપ્રવૃત્તિ સાહિત્યના ક્ષેત્રમાં ઘણી વિશાળ છે. શ્રી જિનચંદ્રસૂરિ, બીકાનેર લેખસંગ્રહ આદિ અનેક ગ્રંથ તૈયાર કરવા ઉપરાંત તેમણે પિતાના જીવનમાં અનેક વિષને આવરી લેતા હજારે લેખ લખ્યા છે. આજે તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં તેમની સાહિત્યિક પ્રવૃત્તિ સતત ચાલુ જ છે. બાબુ શ્રી પૂર્ણચંદ્રજી નહાર પણ એક વિશિષ્ટ કાર્યકર હતા. તેમણે પ્રાચીન લેખસંગ્રહના અનેક ભાગો તૈયાર કર્યા છે. આ સ્થળે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું નામ પણું વીસરી શકાય તેમ નથી. અનેક પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિઓમાં લીન હોવા છતાં, તેમણે પોતાના જીવનમાં ધાર્મિક, સામાજિક, શિક્ષણ, જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં કુશળતાપૂર્વક પ્રવૃત્તિ આદરી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું સંચાલન એમની પ્રતિભાને જ આભારી છે. આજે આપણે ત્યાં સાહિત્ય આદિ ક્ષેત્રોમાં પ્રવૃત્તિ કરનાર અનેક વિદ્વાને છે એમાં જરાય શંકા નથી. પણ અહીં તો મારે એ વસ્તુ કહેવાની છે કે વ્યાપારી જીવન જીવનારના જીવનમાં આવી પ્રવૃત્તિએને બહુ ઓછો અવકાશ હોવા છતાં પ્રાચીન યુગમાં, મધ્ય યુગમાં અને અર્વાચીન યુગમાં અનેક મહાનુભાવો આવી સાધના કરી ગયા છે, અને કરી રહ્યા છે. ભાઈશ્રી હીરાભાઈ પણ એક વ્યાપારી જ છે. તેમણે સંસારની લીલી-સૂકીમાંથી પસાર થઈ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જીવનને લગતી પિતાની “ ત્રિભુવનતિલક” કાવ્યરચના આપણને આપી છે એ એમના ભગિની વિશિષ્ટ સાધના છે. ઉપર, ઈતિહાસકાલીન જે જે વ્યક્તિઓનાં નામો ઉલ્લેખ કર્યો છે તે અને તે કેટિની અન્ય વ્યક્તિઓ, જેમનું જીવન વિશુદ્ધ ભાવનાપરાયણ છે, તે બધી મારી નજરે ઊર્ધ્વગામી અને વિશિષ્ટ ભક્તિયોગની સાધક છે એમાં લેશ પણ શંકા નથી. આવા ભક્તિયોગે આપણને વિધવિધ વિષયનાં શાસ્ત્રોનો ખજાનો અર્પણ કર્યો છે. - ભાઈશ્રી હીરાભાઈની કવિતા પરીક્ષાની દૃષ્ટિએ ગમે તેવી મનાતી હો, તે છતાં મારી દૃષ્ટિએ કવિતામાં જે સાહજિકતા હોવી જોઈએ તે આ કવિતામાં મને દેખાઈ છે. શબ્દોની અને અર્થની ગૂંથણી પણ રસિંક, રોચક અને પ્રાસાદિક છે. કવિતાની રચના તાણીતૂસીને કરી હોય તેમ પણ નથી. આ બધું છતાં, ભક્તિયેગમાં આપ્યાવિત કે તરબળ આત્મસંતુષ્ટ કવિને, પોતાના આંતરિક ભકિતયોગ સાથે જ સંબંધ હોઈ પોતાની કવિતા માટે કોઈનાય અભિપ્રાય કે સ્તુતિની કામના હતી નથી અને હોવી પણ ન જોઈએ, એ જ ભકિતયોગની વિશિષ્ટ સાધનાની સિદ્ધિ છે. ત્રિભુવનતિલક”ની રચનામાં જે વિભાગો પાડ્યા છે અને પરમાત્મા મહાવીર ભગવાનના જીવનનાં જે જે પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે, તેને વિવેક સુયોગ્ય રીતે થયો છે. અંતમાં એટલું કહેવું બસ થશે કે ભાઈશ્રી હીરાભાઈ એ લીલી-સૂકીમાંથી પસાર થવા છતાં, પિતાના અંતરમાં સંઘરી રાખેલી “ ત્રિભુવનતિલકની રચનાને વર્ષને અંતે પણ મૂર્તરૂપ આપ્યું એ, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની યોગ પરિભાષામાં કહીએ તો, તેમની અવંચક યોગભૂમિકાના ભકિતયોગનું ફળ છે. ભાઈશ્રી હીરાભાઈ એ સાધેલા આ ભક્તિયોગને જીવન પર્યત જીવનમાં જીવતો રાખી દેવ-ગુરુ-ધર્મની અને આંતરિક આત્મગની સાધના અને આરાધનામાં તત્પર રહી જીવનને સવિશેષ ઉજજવળ અને ધન્ય બનાવે, એ જ મંગળ શુભ કામના છે. [‘ત્રિભુવનતિલક મહાકાવ્ય ', પુરોવચન, સં. ૨૦૨૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy