________________
૨૨
ઉત્તર ભારતમાં જૈનધર્મનો ઇતિહાસ બાબતોને ઉલ્લેખ છે
ત્રીજા વિભાગમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ત્યાગધર્મ અને તત્ત્વોનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીર જગતની ઉત્પત્તિના આદિકરણ તરીકે કેઈ ઈશ્વરને કહેતા નથી કે જગતને આદિમાન માનતા નથી, પરંતુ જગતનું ચક્ર કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ–આ પાંચ કારણના મેળથી સ્વયં ચાલ્યા કરે છે, અને તે પણ અનાદિ કાળથી જ ચાલ્યા કરે છે. એ ચક્રને પ્રેરનાર કે સાક્ષીરૂપ કોઈ અનાદિ વ્યક્તિને જૈન દર્શન માનતું નથી.
જન દર્શનનો મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મી જગતભરના ધર્મ અને સંપ્રદાયોની માન્યતાઓને પોતામાં સમાવી સૌની સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કર્યો છે અને અહિંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભ્રાતૃભાવ સાથે છે. આ જ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જનધર્મે પોતાનો પ્રભાવ દરેક ધર્મ ઉપર પાડ્યો છે અને પોતાના અસ્તિત્વને ચિરંજીવ બનાવ્યું છે.
જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાન્તને, તેના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરોધી તેમ જ નિર્માલ્યતાપપક માને-મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રો કાઢે; તે છતાં જગતને તત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદર્શ પૂરા પાડનાર જૈનધર્મનાં આ બે વિશિષ્ટ તો સદાય જૈનધર્મની જેમ ચિરંજીવ જ રહેશે. આ ઉપરાંત જૈનધર્મના કર્મસિદ્ધાન્ત સામે પણ એવો આક્ષેપ છે કે જૈનધર્મને આ સિદ્ધાંત પ્રાણીમાત્રને નિર્માલ્ય તેમ જ પુરુષાર્થહીન બનાવનાર છે. આ બધા આક્ષેપોની અમૃતા પુરવાર કરવા માટે ભાઈશ્રી શાહે પ્રામાણિક ચર્ચા કરવા સાથે એ સંબંધમાં અનેક વિદ્વાનોના અભિપ્રાયની નોંધ લીધી છે. અલબત્ત, આપણે અહીં એટલું જરૂર ઉમેરવું જોઈએ કે આ સિદ્ધાંતો જેને પ્રજાના અંગમાં જેટલી તન્મયતાથી રિથર થવાં જોઈએ તે રીતે બની શકયું નથી, જેને પરિણામે આ મહાન સિદ્ધાંત પાછળ રહેલી ઉદાત્ત ભાવનાને, કેટલાક અપવાદો બાદ કરતાં, જૈન પ્રજાએ લગભગ વિસારી દીધી છે.
જૈનેના અહિંસાના આદર્શ જૈનધર્મમાં ઉદાર ભાવના પોષવા ઉપરાંત પ્રાયશ્ચિત્તના મહત્તભર્યા તત્વને સ્થાન આપ્યું છે, જેને પરિણામે સામાયિક અને પ્રતિક્રમણ એ બે મુખ્ય વિધાનો જૈન પ્રજાના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બન્ને વિધાનો કેટલાં મહત્તવયુક્ત છે અને તેની કેટલી અપૂર્વતા છે તેની યોગ્ય ચર્ચા વિદ્વાનોની નજરે કરવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા આદિ જેવાં મહત્ત્વનાં વિધાન તરફ ધૃણાની નજરે જોનાર આજના જૈનોએ–ખાસ કરી નવીન–વર્ગે આ આખોય વિષય વાંચી-વિચારી જીવનમાં અવશ્ય ઉતારવા જેવો છે.
ચાલુ વિભાગમાં જૈનધર્મને લગતા સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મના આચારો અને જીવાદિ તવોનું ' વિસ્તૃત સ્વરૂપ પ્રતિપાદન કરવા સાથે નય, પ્રમાણ અને સપ્તભંગીનું વર્ણન આપવામાં આવ્યું છે.
પ્રકરણને અંતે ચેથા વિભાગમાં ભગવાન મહાવીરના યુગથી શરૂ કરી આઠ સદી દરમિયાન જૈનધર્મમાંથી જુદા પડેલા અથવા જન્મેલા પંથભેદોનો અર્થાત આજીવક સંપ્રદાય, સાત નિવો અને શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયને ઇતિહાસ આપવામાં આવ્યો છે.
ત્રીજું પ્રકરણ બે વિભાગમાં લખાયું છે તે પૈકી પ્રથમ વિભાગમાં ભગવાન પાર્શ્વ અને મહા- વીરના ધર્મને રાજ્યાશ્રય કેટલે મને હતો અને કેટલે અંશે તે રાજધર્મ બની શક્યો હતો, તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org