SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] જ્ઞાનાંજલિ અત્યારના જૈન સમાજે ઉપરોક્ત દૃષ્ટિબિંદુનું જરૂર અનુકરણ કરવા જેવું છે, જેથી ચર્ચાસ્પદ વિષયનું છેવટ શાબ્દિક વિતંડાવાદમાં કે કડવાશમાં ન પરિણમતાં તેના સત્ય નિર્ણયમાં જ આવે. આ ઉપરાંત પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાને તટસ્થ વૃત્તિ રાખી જૈનધર્મનાં દરેક અંગોને સંશોધનોને લગતી જુદી જુદી દષ્ટિએ કેવા ઊંડાણપૂર્વક તપાસે છે એ પણ જૈન વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવું છે, જેથી વર્તમાન સંશોધન પદ્ધતિ અને તેને લગતા દષ્ટિબિંદુને ન સમજવાને લીધે ' તેમ જ કેટલાક નવીન પ્રશ્નો ચર્ચવામાં અનેક ગોટાળાભર્યા પ્રસંગે ઊભા થાય છે, તે થવા ન પામે. પ્રસ્તુત ગ્રંથનાં પ્રકરણોનું નિરીક્ષણ કરતાં આપણને એ પણ સમજાશે કે આપણું પ્રાચીન જીવન કેટલું વિજ્ઞાનમય અને કલાપૂર્ણ હતું અને આજનું આપણું જીવન કેટલું છીછરું, કલાવિહીન તેમ જ નિર્માલ્ય બની ગયું છે. એક કાળે આપણે ક્યાં હતા અને આજે આપણે ક્યાં ઊભા છીએ ? પ્રસ્તુત ગ્રંથ, પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાનોના સંખ્યાબંધ ગ્રંથના અવેલેકન અને મનનના દેહનરૂપ હોઈ આમાં સ્વતંત્ર વિચારસરણીને સ્થાન ખાસ કરીને આપવામાં નથી આવ્યું એ હકીકતને ભાઈશ્રી શાહે પોતે પોતાના પ્રસ્તુત ગ્રંથના ઉપસંહારમાં જણાવી છે. એટલે આ પુસ્તકના વાચકોએ આ વાત ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથનું વાચન કરવું, જેથી આ ગ્રંથમાંની કેટલીક વિચારસરણીની ત્રુટિને આરેપ ભાઈશ્રી શાહ ઉપર ન જાય. પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મને લગતા અનેક વિષયો ચર્ચવામાં આવ્યા છે, જે પૈકીના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરના સમયની ચર્ચા આદિ જેવા વિષયો વેળુના કેળિયા ગળવા જેવા તદ્દન લુખા અને અઘરા પણ છે અને કેટલાક રાજવંશમાં જૈનધર્મ,” “કલિંગ દેશમાં જેનધર્મ” વગેરે જેવા રસપ્રદ અને સર્વગ્રાહ્ય વિષયે પણ છે. આ બધા વિષયોને સંગ્રહ કરવામાં અને ક્રમ ગોઠવવામાં ભાઈશ્રી શાહે અપૂર્વ કુશળતા દાખવી છે. હવે અમે પ્રસ્તુત ગ્રંથમાંનાં પ્રકરણો ઉપર સહજ દષ્ટિપાત કરી અમારા વક્તવ્યને સમાપ્ત કરીશું. પ્રથમ પ્રકરણમાં ભગવાન મહાવીર પહેલાં જૈનધર્મ કેવા સ્વરૂપમાં હતો તેમ જ જૈનધર્મ અને જેને જે ચોવીસ તીર્થકરને માને છે તે પૈકીના કયા કયા તીર્થકરોનાં નામો ઉલ્લેખ જૈનેતર સાહિત્યમાં મળે છે અને તેમની ઐતિહાસિકતાના વિષયમાં વિદ્વાનોના કેવા અભિપ્રાય છે એ ખૂબ સરસ રીતે ચર્ચવામાં આવ્યું છે. બીજા પ્રકરણને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન મહાવીરના સમય દરમિયાન બ્રાહ્મણ પ્રજામાં સડાઓ અને તેમના અત્યાચારો કેવી રીતે વધી પડયા હતા તેમ જ જાતિ પાંતિના ભેદ અને લૂખા તેમ જ કંટાળાભર્યા ક્રિયાકાંડે વધારી મૂકી તેમણે સમગ્ર પ્રજાને કેવી દબાવી દીધી હતી એ બાબતની ચર્ચા કર્યા બાદ જૈન અને બૌદ્ધધર્મો અથવા ભગવાન મહાવીર અને બુદ્ધ ભગવાને તે સામે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી સમસ્ત જનતાને–પછી તે પુરુષ હો યા સ્ત્રી હો અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ જાતિ પૈકીને કઈ પણ હોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા સિવાય સૌને એકસરખી રીતે આધ્યાત્મિક ધર્મની સમકક્ષાએ સ્થાપન કર્યા એ જણાવવામાં આવ્યું છે. બીજા વિભાગમાં ભગવાન મહાવીરના ગર્ભાપહારને અંગેની આજના વિદ્વાનોની બુદ્ધિગમ્ય માન્યતા, તેમના જન્મ, ગૃહવાસ, પ્રવજ્યા, નિર્વાણુ સમય અને જૈનધર્મને લગતી સામાન્ય તેમ જ લાક્ષણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy