SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કથાનકેશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ ( ૧૯૭ જોતાં એ ખં પ્રતિ કરતાં વધારે પ્રાચીન છે અને એની સ્થિતિ જરાજી થઈ ગઈ છે. પ્રસ્તુત પ્રતિ અત્યારે પ્રવર્તકજી મહારાજશ્રીના જ્ઞાન ભંડારમાં હોઈ એની સંજ્ઞા અમે પ્રઢ રાખી છે અને જ્યાં પ્રતિમાંના સુધારેલા પાઠભેદોને અમે પાઠાંતરમાં આવ્યા છે ત્યાં પ્રસં. એમ જણાવ્યું છે. પ્રતિઓની વિશેષતા અને શુદ્ધ શુદ્ધયાદિ—ઉપર જે બે પ્રતિઓનો પરિચય આપવામાં આવ્યો છે તે પૈકી પ્ર પ્રતિ બ્રાન્તિ રહિત શુદ્ધ લિપિમાં લખાયેલી છે. એમાં લેખકના લિપિવિષયક અજ્ઞાનજનિત અશુદ્ધિઓ બહુ જ ઓછી છે તેમ જ એ પ્રતિને કોઈ વિદ્વાને સુધારેલી પણ છે; એટલે તેના વિષે ફક્ત એટલું જ કહેવાનું રહે છે કે પ્રતિના શોધકે કથાસમાપ્તિની પુષિકામાં કેટલેક ઠેકાણે ત શ્રીદેવમદ્રસૂરિવરતે” એ પ્રમાણે ગ્રંથકારના નામને નિર્દેશ કરતી જે પંક્તિ ઉમેરેલી છે એ અમે સ્વીકારી નથી. આ સિવાય આ પ્રતિ વિષે કશું જ કહેવાનું નથી. પરંતુ ખં, પ્રતિમાં લેખકના પ્રમાદ અને લિપિવિષયક અજ્ઞાનપણાને લઈ ડું , p 1, " તુ, ૨ ૩, ટુ , ઠ , ૪ ૨, ૩ ૨, ન ત, રથ કહ્યું, તે , તિત્તિ, નુ સૂ, તુ તુ, " ૧, ૬ ય, ૩ ૪, સ, ન મ, શ ષ સ ઇત્યાદિ અક્ષરોનો પરસ્પર વિપર્યાસ થવાને લીધે ઘણી જ અશુદ્ધિઓ વધી જવા પામી છે. તેમ જ પ્રતિના લેખકે ઘણે ઠેકાણે પડિમાત્રા અને હવે ઈકારની વેલંટિ––માં કશો ભેદ રાખે નથી. ઘણે ઠેકાણે એકવડાને બદલે બેવડા અને બેવડાને બદલે એકવડા અક્ષરે લખી નાખ્યા છે. આ જાતના અશુદ્ધ પાઠોને અમે લિપિબ્રાતિના નિયમો, શાસ્ત્રનો વિષય, ગ્રંથકારની ભાષા, છંદનું ઔચિત્ય આદિ વસ્તુને લક્ષમાં રાખી સુધારવા પ્રયત્ન કર્યો છે. અને આ રીતે સુધારેલા પાઠને, વાચકગણને વાંચવામાં ગરબડ કે બ્રાનિત ન થાય એ માટે કષ્ટકમાં ન આપતાં મૂળમાં જ અમે આપ્યા છે અને અશુદ્ધ પાઠને યથાયોગ્ય નીચે ટિપ્પણમાં આપ્યા છે. પરંતુ જ્યાં જ્યાં બીજી પ્રતિ સહાયક થતી રહી છે ત્યાં અમે એવા અશુદ્ધ પાઠાને જતા જ કર્યા છે. પ્રસ્તુત સંપાદનમાં ઘણે ઠેકાણે જો, હો7િ, 09ત ઇત્યાદિ જેવા પસવર્ણયુક્ત પાઠો નજરે પડશે એ અમે નથી કર્યા પણ પ્રતિમાં જ એ જાતના પરસવર્ણવાળા પાઠો છે. તેમ જ ૩ય (સંચિત)ને બદલે , સાલું સંવલા (સં. સાક્ષાત) ને બદલે સંર્વ સંવ જેવા વિવિધ પ્રયોગો દેખાશે અને દીર્ઘ તથા અનુસ્વારથી પર બેવડાયેલા અક્ષરવાળા રં, વવા, વાવાય જેવા પાઠો પણ જોવામાં આવશે. એ બધા પાઠ આખા ગ્રંથમાં ઠેકઠેકાણે ઉપલબ્ધ થતા હોઈ એ બધાને સુધારવા અનુચિત સમજી જેમ ને તેમ કાયમ રાખવામાં આવ્યા છે. પ્રસ્તુત મુદ્રણમાં જ્યાં જ્યાં પ્રતિમાં પાઠ કે અારો પડી ગયેલા લાગ્યા છે ત્યાં ત્યાં અર્થાનુસંધાન માટે જે નવી પાઠપૂર્તિ કરવામાં આવી છે એ દરેક પાઠોને [ ] આવા ચેરસ કોકમાં આપ્યા છે. પ્રસ્તુત પ્રકાશનમાં પત્ર ૧૦૧ ના બીજા પૃષ્ઠમાં પહેલા કલેકના ઉત્તરાર્ધમાં બ્રાન્તિથી “ગતિસમ્મ”િ પાઠ છપાયો છે તેને સુધારીને “નિતસમુદ્ર’ એ પ્રમાણે વાંચો. અંતમાં પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં અને તેની વિષમ પદાર્થ દ્યોતક ટિપ્પણી કરવામાં અતિ સાવધાનતા રાખવા છતાં અતિશ્રમથી થયેલી ખલનાઓ જણાય તેને સુધારીને વાંચવા વિદ્વાનોને અભ્યર્થના છે. ઇતિ શમ. [‘કથાનકેશ” પ્રસ્તાવના, સં. ૨૦૦૭ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy