________________
કથાનકોશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ
[ ૧૧ -એ ગ્રંથની પુપિકામાં મળતા ગુણચંદ્રગણિ એ નામનો ઉલ્લેખ મળે છે, જે મહાવીરચરિત્રના પ્રણેતાનું નામ છે. એટલે કેઈ પણ જાતની શંકા વિના આને અર્થ એટલો જ છે કે, આચાર્ય દેવચંદ્ર અને ગુણચંગણિએ બન્નેય એક જ વ્યક્તિ છે.
ઉપર “ગુણચંદ્રગણિ અને શ્રી દેવભદ્રસૂરિ એ ભિન્નનામધારી એક જ મહાપુરુષ છે' એ સાબિત કરવા માટે તેમની જે ત્રણ કૃતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત તેમણે અનેક સ્તોત્રોની તથા પ્રમાણુપ્રકાશ (?) જેવા સમર્થ દાર્શનિક ગ્રંથની પણ રચના કરી છે. તેમનાં સ્તોત્રો પૈકી ત્રણ તેત્રો તેમ જ પ્રમાણપ્રકાશ ( 3) ગ્રંથને જેટલે અંશ લભ્ય થઈ શક્યાં છે એ બધાંયને અહીં કથાનકોશને અંતે પ્રસિદ્ધ કરેલ છે. એ પ્રસિદ્ધ કરેલ સ્તોત્રો જોતાં તેમ જ કથારત્નકેશ આદિમાં સ્થળે સ્થળે આવતી દાર્શનિક ચર્ચાઓ જોતાં શ્રી દેવભદ્રાચાર્યને સમર્થ દાર્શનિક આચાર્યની કટિમાં સમાવેશ કરવો જરા પણ અનુચિત કે અસંગતિભર્યો નહિ જ લાગે.
પ્રસ્તુત પ્રકાશનને અંતે જે દાર્શનિક પ્રકરણ અને સ્તોત્રો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, એ પાટણ ખેત્રવરણી પાડાના તાડપત્રીય ભંડારમાંની પ્રાચીનતમ તાડપત્રીય પ્રકરણપથીમાંથી મળી આવ્યાં છે. જેને આધારે તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ રસ્તોત્રો જેવાં મળ્યાં છે તેવાં જ શક્ય સંશોધન સાથે પ્રસિદ્ધ કર્યા છે, એટલે એના સંબંધમાં ખાસ કશું જ કહેવાનું નથી, પરંતુ “પ્રમાણુપ્રકાશ” નામનું જે પ્રકરણ પ્રસિદ્ધ કર્યું છે, એ પ્રકરણના નામને અથવા એના પ્રણેતાને સૂચવતો કશોય ઉલ્લેખ એ પોથીમાંથી મળી શક્યો નથી, તે છતાં એ અપૂર્ણ અને નિર્નામક પ્રકરણનું નામ મેઘમાપ્રારા” આપ્યું છે તે એ પ્રકરણના ત્રીજા લેકમાં આવતા પ્રમાણેત્ર યત સfdવાત: પ્રવાતે '' એ આર્થિક અનુસંધાનને લક્ષમાં રાખીને જ આપવામાં આવ્યું છે. એ જ રીતે ગ્રંથપ્રણેતા તરીકે આચાર્ય દેવભદ્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું કારણ એ છે કે, આ પ્રકરણ, ઉપર તાડપત્રીય પોથીમાં, દેવભદ્રસૂરિકૃતિ સ્તોત્રસંગ્રહ સાથે સંલગ્ન હોઈ તેમ જ આચાર્ય દેવભદ્રની સ્તોત્રરચનામાં તેમ જ બીજી દરેક કૃતિમાં તેમની દાર્શનિકતાને પ્રભાવ દેખાતો હોઈ આ કૃતિ તેમની હોવી જોઈએ એમ માનીને મેં પોતે પ્રસ્તુત પ્રકરણને એમની કૃતિ તરીકે નિર્દેશી છે. એટલે સંભવ છે અને કદાચ શક્ય પણ છે કે–પ્રસ્તુત પ્રકરણનું નામ “પ્રમાણપ્રકાશ” ન હોય અને એના પ્રણેતા આચાર્ય દેવભદ્ર પણ ન હોય. આમ છતાં એ પ્રકરણમાં આઠમો શ્લેક જોયા પછી “પ્રસ્તુત પ્રકરણ શ્વેતાંબરાચાર્યવિરચિત છે” એ વિષે તો જરા પણ શંકા રહેતી નથી:
वादन्यायस्ततः सर्ववित्त्वे च भुक्तिसम्भवः ।
पुस्त्रियोश्च समा मुक्तिरिति शास्त्रार्थसंग्रहः ॥ ८॥ આ લેકમાં જણાવ્યા પ્રમાણે “પ્રસ્તુત પ્રકરણમાં કેવળજ્ઞાનીને આહારને સંભવ છે અને પુરુષ અને સ્ત્રીને એકસરખી રીતે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, આ બે વિષયો ચર્ચવામાં આવશે.” આથી પ્રસ્તુત પ્રકરણ કહેતાંબરાચાર્યપ્રણીત જ છે, એ નિર્વિવાદ રીતે પુરવાર થાય છે.
આ પ્રમાણે અહીં ટૂંકમાં જણાવવામાં આવ્યું છે તે ઉપરથી આપણને ખાતરી થાય છે કે, પૂજ્ય આચાર્ય શ્રી દેવભદ્રસુરિ સમર્થ કથાકાર, રસુતિકાર તેમ જ દાર્શનિક બહુશ્રુત આચાર્ય હતા.
આચાર્ય દેવભદ્રસૂરિના સંબંધમાં આટલું નિવેદન કર્યા પછી તેઓશ્રી કયા ગચ્છના હતા” એ પ્રશ્ન રહી જાય છે. આ વિષે અહીં એટલું જ કહેવું પ્રાપ્ત છે કે, આજે એમને જેટલા ગ્રંથ વિદ્યમાન છે એ પૈકી કઈમાં પણ તેઓશ્રીએ પોતાના ગુનો નામનિર્દેશ કર્યો નથી, પરંતુ એ ગ્રંથની વિસ્તૃત પ્રશસ્તિઓમાં તેઓ પોતાને માત્ર વજશીખીય અને ચંદ્રકુલીન તરીકે જ ઓળખાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org