SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કથારનકાશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ [ ૧૯૫ વૈદિક અને બૌદ્ધ સંપ્રદાયમાં પણ અતિ વિપુલ પ્રમાણમાં છે એટલું જ નહિ, પણ ભારતવર્ષની જેમ ભારતવર્ષની બહાર પણ આ જાતનું કથાસાહિત્ય એટલા જ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂંગાળ, ખગાળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મશાસ્ત્ર, યોગવિદ્યા, પ્રમાણુશાસ્ત્ર વગેરે વિદ્યાનું મહત્ત્વ જરાય ઓછું નથી, પર ંતુ તે બધી ગહન વિદ્યાને સર્વગમ્ય કરવાનું સાધન માત્ર એક કથાસાહિત્ય છે; માટે જ ભારતવર્ષના તેમ જ ભારતની બહારના પ્રાચીન-અર્વાચીન કુશાશ્રમતિ વિદ્વાનો પણ કથાસર્જનની પ્રવૃત્તિમાં પડયા છે અને એ દ્વારા એમણે આમજનતાને ત્યાગ, તપ, વૈરાગ્ય, ધીરજ, ક્ષમા, નિઃસ્પૃહતા, પ્રાણિસેવા, સત્ય, નિર્લોભતા, સરળતા આદિ ગુણાની સિદ્ધિ માટે વિવિધ પ્રેરણા આપી છે. આમજનતાને કેળવવાનુ કામ સહજ સાધ્યું નથી, તેમ છતાં ત્યાગ, સદાચાર, સરળતા, સમયજ્ઞતા આદિ સદ્ગુણાથી વિભૂષિત મહાપુત્રે આમજનતાને ઉપદેશ દ્વારા કેળવી શકે છે, સાહિત્યસર્જન દ્વારા દોરી શકે છે અને અનેક ગૂંચ ઉકેલી તેની સાધનાના માર્ગને સરળ બનાવી આપે છે. આ દૃષ્ટિએ પણ કથાસાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. ૨. જૈન પ્રવચનમાં કથાનુયાગનું સ્થાન—જેમ મહાભારત અને રામાયણના પ્રણેતા વૈદિક મહર્ષિઓએ આમજનતાના પ્રતિનિધિ બની એ મથેાની રચના કરી હતી, એ જ પ્રમાણે જૈન પર પરાએ પણ આમજનતાની વિશેષ ખેવના કરવામાં જ પેાતાનુ ગૌરવ માન્યું છે. એક કાળે જ્યારે વૈદિક પરંપરા આમજનતાની ટી રાજાની આશ્રિત થઈ આમજનતાનું પ્રતિનિધિપણુ ગુમાવી એડી એટલુ જ નહિ, પણ એ આમજનતાની સ્વાભાવિક ભાષા તરફ પણ સુગાળવી થઈ ગઈ, બરાબર એ જ વખતે જૈન પર પરામાં અનુક્રમે થયેલ મહામાન્ય તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ અને શ્રમણ ભગવાન શ્રી વીર- માનસ્વામીએ આમજનતાનું પ્રતિનિધિપણુ' કર્યું' અને તેની સ્વાભાવિક ભાષાને અપનાવી તે દ્વારા જ પેાતાનું ધર્માંતી પ્રવર્તાવ્યું અને આમજનતા સુધી પહેાંચે એવા સાહિત્યનિર્માલ્ગુને પૂરેપૂરા ટેકે આપ્યા, એટલું જ નહિ, પણ જૈન પ્રવચનના જે મુખ્ય ચાર વિભાગેા બતાવ્યા છે તેમાં આમજનતાના અતિપ્રિય એ કથાસાહિત્યને ખાસ સ્થાન પણ આપ્યું છે. જૈન પ્રવચન ચરણુકરણાનુયાગ, ધ કથાનુયાગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગ—એ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. આમાં આમજનતાનુ` પ્રતિનિધિત્વ ધરાવનાર ધર્મ કથાનુયાગ વિશિષ્ટ સ્થાન ભાગવે છે. સદાચરણાના મૂળ નિયમે અને તેમને આચરણમાં મૂકવાની વિવિધ પ્રક્રિયાએાના સાહિત્યનુ નામ ચરણકરણાનુયાગ છે. એ સદાચરણા જેમણે જેમણે સ્ત્રી કે પુરુષે—આચરી બતાવ્યાં હાય, એવાં આચરણાથી જે લાભા મેળવ્યા હાય અથવા એ આચરણેા આચરતાં આવી પડતી મુસીબતેને વેડ્ડી તેમને જે રીતે પાર કરી હોય, તેવાં સદાચારપરાયણ ધીર, વીર, ગંભીર સ્ત્રીપુરુષોનાં ઐતિહાસિક કે કથારૂપ જીવતાના સર્જનનું નામ ધકથાનુયાગ છે. આ વિષે શાસ્ત્રકાર તા એમ પણ કહે છે કે, આવા પ્રકારના ધર્માંકથાનુયોગ વિના ચરણકરણાનુયાગની સાધના કણ બની જાય છે અને જનતા તે તરફ વળતી કે આકર્ષતી પણ નથી. આમ જૈન દૃષ્ટિએ ‘એક અપેક્ષાએ ચારે અનુયેાગામાં ધર્મકથાનુયોગ પ્રાધાન્ય ધરાવે છે' એમ કહેવું લેશમાત્ર અનુચિત નથી. જેમાં ખગેાળભૂગાળનાં વિવિધ ગણિતા આવે તે ગણિતાનુયાગ અને જેમાં આત્મા, પરમાત્મા, જીવાદિ તત્ત્વા, ક, જગતનું સ્વરૂપ વગેરે કેવળ સૂક્ષ્મબુદ્દિગ્રાહ્ય વિષયા વર્ણવવામાં આવ્યા હાય તે દ્રવ્યાનુયોગ. આ ચાર અનુયાગ પૈકી માત્ર એક ધ કથાનુયાગ જ એવેા છે જે આમજનતા સુધી પહાંચી શકે છે અને તેથી જ ખીજા અનુયેગા કરતાં કેઈ અપેક્ષાએ તેનું મહત્ત્વ સમજવાનું છે. જૈન પર’પરા અને વૈદિક પર પરાની પેઠે બૌદ્ધ પરંપરાએ પણ કથાનુયોગને સ્થાન આપેલુ છે એટલું જ નહિ, પણ સરખામણીમાં વૈદિક પરંપરા કરતાં બૌદ્ધ પરપરા, જૈન પર’પરાની પેઠે, આમજનતાની સવિશેષ પ્રતિનિધિ રહેલી છે. જૈન પરંપરાના ચરણકરણાનુયાગ માટે બૌદ્ધ પરંપરામાં વિનય નાનાં. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy