SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] જ્ઞાનાંજલિ પિટક” શબ્દ, ધર્મ કથાનુગ માટે “સુત્તપિટક” અને ગણિતાનુગ તથા દ્રવ્યાનુયોગ માટે “અભિધમ્મુપિટક શબ્દ યોજાયો છે. “પિટક' શબ્દ જૈન પરંપરાના “દ્વાદશાંગીગણિપિટક" સાથે જોડાયેલા “પિટક શબ્દને મળતો “પેટી' અર્થને બતાવતે જ શબ્દ છે. સુત્તપિટકમાં અનેકાનેક કથાઓનો સમાવેશ છે. દીવનિકાય, મજુમનિકાય, સુત્તનિપાત વગેરે અનેકાનેક ગ્રંથોને “સુત્તપિટક ' માં સમાવેશ થાય છે. જૈન પરંપરાનો ધર્મકથાનુયોગ, બૌદ્ધ પરંપરાનો સુત્તપિટક અને વૈદિક પરંપરાને ઇતિહાસ એ ત્રણે શબ્દ લગભગ એકર્થક શબ્દ છે. ધર્મકથાનુયોગ, પથ્ય ભજન-પાન જેવો છે. જેમ પથ્ય અન્ન-પાન માનવશરીરને દત, નીરોગી, પુરુષાથી, દીર્ઘજીવી અને માનવતાપરાયણ બનાવે છે, તેમ ધર્મ કથાનુગ પણ માનવીના મનને પ્રેરણા આપી બલિશ, સ્વસ્થ, નિગ્રહી, સદાચારી અને સદાચારપ્રચારી બનાવે છે અને અજરામર પરિસ્થિતિ સુધી પહોંચાડે છે. બેલતાં-ચાલતાં, ઉપદેશક કરતાં ધર્મકથાનુગ માનવના ઉપર એવી સારી અસર ઉપજાવે છે જે ધીરે ધીરે પણ પાકી થયેલી અને જીવનમાં ઊતરેલી હોય છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે ધર્મકથાનુગ માનવને ખરા અર્થમાં માનવરૂપે ઘડી શકે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણ સ્વતંત્રતા સુધી પહોંચાડે છે. ૩. કથાના પ્રકારે અને કથાવસ્તુ–આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવરે સમરાઈશ્ચકહામાં કથાઓના વિભાગ કરતાં અર્થ કથા, કામકથા, ધર્મ કથા અને સંકીર્ણ કથા એમ ચાર વિભાગ બતાવ્યા છે. જે કથામાં ઉપાદાનરૂપે અર્થ હોય, વજેપાર, લડાઈ, ખેતી, લેખ-લખત વગેરેની પદ્ધતિઓ, કળાઓ, શિલ્પ, સુવર્ણસિદ્ધિ વગેરે ધાતુવાદ, તથા અર્થોપાર્જનના નિમિત્તરૂપ સામ, દંડ આદિ નીતિઓનું વર્ણન હોય તેનું નામ અર્થ કથા. જેમાં ઉપાદાનરૂપે કામ હોય અને પ્રસંગે પ્રસંગે દૂતીના અભિસાર, સ્ત્રીઓનાં રમણ, અનંગલે, લલિતકળાઓ, અનુરાગપુલકિત નિરૂપેલાં હોય તે કામકથા. જેમાં ઉપાદાનરૂપ ધર્મ હોય અને ક્ષમા, માર્દવ, આર્જવ, અભ, તપ, સંયમ, સત્ય, શૌચ વગેરેને લગતાં માનવસમાજને ધારણ-પોષણ આપનારાં અને તેનું સર્વસંરક્ષણ કરનારાં વર્ણન હોય તે ધર્મકથા. અને જેમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગોનું યથાસ્થાન નિરુપણું હોય અને એ ત્રણે વર્ગોને સમજાવવા તેમ જ પરસ્પર અબાધક રીતે વ્યવહારમાં લાવવા યુક્તિઓ, તર્કો, હેતુઓ અને ઉદાહરણ વગેરે આપેલાં હોય તે ધર્મ કથા. કથાઓના આ ચાર પ્રકાર પૈકી કેવળ એક ધર્મથી જ ધર્મકથાનયોગમાં આવે છે. મૂળ જૈન આગમોમાં પણ જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃદશાંગ, અનુત્તરપપાતિકદશાંગ, વિપાક વગેરે અનેક આગમો પણ ધર્મકથાને પ્રધાનપણે વર્ણવે છે. જ્ઞાતાધર્મકથાંગનું જે પ્રાચીન કથાસંખ્યા પ્રમાણ કહેવામાં આવ્યું છે તેમાં તે આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ અને તેટલી જ ઉપકથાઓ વગેરે હોવાનું કહેલું છે. એ જોતાં જૈન પરંપરામાં ધર્મકથાનું સાહિત્ય કેટલું વિપુલ હતું એ સહજમાં જ કલ્પી શકાય તેમ છે. ધર્મકથાઓમાં પણ યુદ્ધ, ખેતી, વણજ, કળાઓ, શિપ, લલિતકળાઓ, ધાતુવાદો વગેરેનું વર્ણન આવે છે, પરંતુ ધર્મ પ્રધાન રસ્થાને હોય અને બાકી બધું આનુષંગિક રીતે ધર્મનું પોષક હોય. એ જ રીતે અર્થ કથા અને કામકથામાં પણું ધર્મનું વર્ણન ન જ આવે એમ નહિ, પણ અર્થ અને કામ એમાં પ્રધાન હોય; એ જ દષ્ટિએ તે તે કથાને તેવાં તેવાં નામો અપાયેલાં છે. પ્રસ્તુત કથાનકોશ ધર્મકથાઓને મહાન ગ્રંથ છે. તેમાં ઉપર કહ્યા પ્રમાણે અર્થકથા અને કામકથાનું પ્રાસંગિક નિરૂપ હોવા છતાં, ધર્મ પ્રધાન સ્થાને હોઈ તેને ધર્મકથાનો ગ્રંથ ગણવામાં કશેય બાધ નથી. આવી કથાઓમાં કથાઓનું વરતુ દિવ્ય હોય છે, માનવ્ય હોય છે અને દિવ્યમાનવ્ય પણ હોય છે. કથાનકેશની ધર્મકથાઓનું વસ્તુ પ્રધાનપણે માનવ્ય છે અને કવચિત દિવ્યમાનવ્ય પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy