SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થારત્નકેશ” અને તેના ર્તા શ્રી દેવભદ્રસૂરિ આજે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિવિરચિત રત્નકોશના યથાર્થ નામને શોભાવતો એ કથારત્નકોશ નામને અતિદુર્લભ ગ્રંથ પ્રકાશિત કરી જૈનથાસાહિત્યરસિક વિદ્વાનોના કરકમળમાં ઉપહારરૂપે અર્પણ કરવામાં આવે છે, જેની સાવંત પરિપૂર્ણ માત્ર એક જ તાડપત્ર ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ, ખંભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારને નામે ઓળખાતા અતિ પ્રાચીન ગૌરવશાળી તાડપત્રીય જ્ઞાનભંડારમાં જળવાયેલી છે. તેને અંગે નીચેના મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવે છે: ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા. ૨. જૈન પ્રવચનમાં ધર્મકથાનુયોગનું સ્થાન. ૩, કથાના પ્રકારો અને કથાવસ્તુ. ૪ કથાનકોશગ્રંથને પરિચય. ૫. તેના પ્રણેતા. ૬. અન્ય જૈન કથાગૂંથાદિમાં કથાનકેશનું અનુકરણ અને અવતરણ. ૭. સંશોધન માટે એકત્ર કરેલી પ્રાચીન પ્રતિઓને પરિચય તથા સંશોધન વિશેની માહિતી. ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા–આજની પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્ર વસે છે તેમાં ભણેલાગણેલા કુશાગ્રમતિવાળા લોકો બે–ત્રણ ટકા જેટલા જ છે, જ્યારે બાકીનો ૮૭ ટકા જેટલો ભાગ અક્ષરજ્ઞાન વિનાનો છતાં સ્વયંસ્કુરિત સંવેદનવાળો છે. આમાં કેવળ અક્ષરપરિચય ધરાવનારા અને અક્ષરપરિચય વિનાના છતાં પોતાની હૈયાઉકલતથી વ્યવહાર અને પરમાર્થને તોડ કાઢનારા લોકોનો સમાવેશ છે. આ ૯૭ ટકા જેટલી અત્યધિક સંખ્યા ધરાવનારા લોક વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ગણિતવિદ્યા, ભૂગોળ કે ખગોળવિદ્યામાં ઊંડા ઊતરવા જરાય રાજી નથી તેમ તૈયાર પણ નથી. તેમને તો ઘણું સરળ રીતે સમજ પડે અને એ સમજ દ્વારા જીવનનો રસ માણુ શકાય અને વ્યવહાર તેમ જ પરમાર્થને સમજી માનવજીવનની કૃતકૃત્યતા અનુભવાય એવા સાહિત્યની અપેક્ષા છે. એટલે એ વસ્તુને આપણું પૂર્વ મહર્ષિઓએ વિપુલ પ્રમાણમાં કથા, ઉપકથા, આખ્યાનો, આખ્યાયિકાઓ, ઐતિહાસિક ચરિત્રો આદિ સર્જીને પૂરી રીતે સંતેવી પણ છે. આ રીતે જોતાં કથાસાહિત્યને સંબંધ મુખ્યત્યા આમજનતા સાથે છે અને આમજનતા વિપુલ હોવાથી તેની સાથે સંબંધ ધરાવતું કથાસાહિત્ય પણ વિપુલ, વિવિઘ અને આમજનતાની ખાસિયતોને લક્ષમાં રાખી સુગમ અને સુબોધ ભાષામાં સર્જાયેલું છે. આ પ્રકારનું કથાસાહિત્ય જેમ જૈન સંપ્રદાયમાં વિપુલ છે એ જ રીતે * શ્રી દેવભદ્રસુરિત કથા રત્નકેશના સંપાદનની (પ્રકાશકઃ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવ- નગર, સં. ૨૦૦૦) પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy