________________
૧૯૦ ]
જ્ઞાનાંજલિ
પૂર રાજસભામાં અડગપણે ટકી રહેવું—અને તે પણ સંખ્યાતીત વર્ષોંના પારસ્પરિક વિરાધના ભાગ બનેલ શ્રમસંસ્કૃતિના ધારક સાંપ્રદાયિક પુરુષ માટે—ઘણું જ અધરું છે. છતાં આપણે આજે એ પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ કે ભગવાન હેમચંદ્ર એ સ્થિતિમાં પણ અડગપણે ઊભા રહી શકયા હતા. એટલે આ રીતે વિચાર કરતાં ખરે જ ભગવાન હેમચંદ્રે જગત સમક્ષ ધાર્મિકતાપ્રધાન રાજનૈતિક નિપુણતાને અપૂર્વ આદર્શો ખડા કર્યા છે.
કુમારપાલદેવ સાથે સબંધ
ભગવાન હેમચંદ્ર એ ચૌલુકયવંશી ગુર્જરધરાના ગાઢ સમાગમમાં આવ્યા હતા; એક મહારાજા શ્રી જયસિ દેવ અને ખીજા મહારાજા શ્રી કુમારપાલદેવ. એકની સાથે અમુક અંશે ધાર્મિકતાનેા સંબંધ હાવા છતાં મુખ્યત્વે વિદ્વત્તાનેા સંબંધ હતા, જે આપણે ઉપર જોઈ આવ્યા છીએ; જ્યારે બીજાની સાથેતા સંબધ ધાર્મિકતામાંથી જન્મ્યા હતા અને ધાર્મિકતામાં જ પરિણમ્યા હતા.
આચાર્યાં. હેમચંદ્રને મહારાજા શ્રી કુમારપાલદેવ સાથેને સંબંધ, તેઓ જ્યારે મહારાજા સિદ્ધરાજ તરફના મૃત્યુભયથી ત્રાસીને નાસભાગ કરતા હતા તે પ્રસંગે થયા હતા. અને એ મુખ્યત્વે કરીને ભયપ્રસંગના તેમના રક્ષણની ધાર્મિક વૃત્તિમાંથી જન્મ્યા હતેા અને આદૃિથી અંત સુધી એ સંબધ એ રૂપમાં જ કાયમ અન્યા હતા.
ઉપદેશની અસર
ભગવાન હેમચંદ્રના ઉપદેશે મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદયમાં એટલી તીવ્ર અને ઊંડી અસર નીપજાવી હતી કે આખરે એ એક ધાર્મિક અથવા જૈનધર્માવલી રાજા બની ગયેા હતેા. તે છતાં ભગવાન હેમચ ંદ્રે તેમની પાસે જૈનધર્માંને લગતાં જ કાર્યો કરાવવામાં તત્પરતા રાખી હતી એમ જ નહેાતુ’, પરંતુ સર્વસામાન્ય હિતનાં કાર્યો પણ તેમણે કરાવ્યાં હતાં.
સર્વસામાન્ય હિતનાં કાર્યોમાં મુખ્યપણે સાત વ્યસન—જેમાં જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને વ્યભિચારના સમાવેશ થાય છે અને જે પ્રજાજીવન અને માનવતાને હલકે દરજ્જે લઈ જનાર છે—તે ઉપદેશ અને રાજસત્તા દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જ્યાં લાગવગ પહેાંચી શકે તેવાં અન્ય રાજ્યોમાં પણ ચિત્રપટ આદિ સાધતા દ્વારા એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતા.
આ સિવાય અતિપ્રાચીન સમયથી ચાલ્યે! આવા બિનવારસદાર વિધવા સ્ત્રીની મિલકત પડાવી લેવાના રિવાજ, જેની વાર્ષિક આવક ખેતેર લાખની આસપાસની હતી, તેને પણ જતે કરવામાં આવ્યા હતા.
આ બધાંય કરતાં ભગવાન હેમચંદ્રના ઉપદેશની મહાભારત અસર એ થઈ હતી કે માંસાહાર નિમિત્તે તેમ જ યજ્ઞયાગાદિમાં નિરર્થક રીતે થતા અનેક પશુઓના સંહારને દયાળુ ગૂર્જરેશ્વર દ્વારા અટકાવવામાં આવ્યેા હતેા.
ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે, ગૂજરાત વગેરે દેશામાં આજે પણ જે દુર્વ્ય સનાના અલ્પ પ્રચાર છે, નિવ``શિયાનું ધન પડાવી લેવાના રિવાજ જોવામાં નથી આવતા તેમ જ યજ્ઞયાગાદિ નિમિત્તે થતા પશુવધ લગભગ અટકી ગયા છે, એ ભગવાન હેમચંદ્રસૂરિના પવિત્ર ઉપદેશ અને ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલની અજોડ ધાર્મિકતાના જ પ્રતાપ છે.
ગ્રંથના
આજે ભગવાન હેમચંદ્રના જે પ્રથા મળે છે તેની તેાંધ અહીં આપવામાં આવે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org