SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન આચાર્ય શ્રી હેમચદ્રસૂરિ ગુજરેશ્વર શ્રી સિદ્ધરાજ સાથે સમાગમ ભગવાન હેમચંદ્રાચાય દેશવિદેશમાં વિહાર કરતા કરતા અને સ્થાન સ્થાનમાં પેાતાના ત્યાગ અને પાંડિત્યના સૌરભને વેરતા વેરતા અનુક્રમે ગૂર્જરેશ્વરની રાજધાની પાટણ નગરમાં પધાર્યાં. એમના પાટણના નિવાસ દરમિયાન લેાકસમુદાયમાં અને વિર્ડ્સમાં તેમના ત્યાગ, તપ, પાંડિત્ય વગેરે ગુણાની ખ્યાતિ ખૂબ વધી. છેવટે આ બધાય સમાચાર ગૂજરાતના પ્રજાપ્રિય માન્ય વિદ્વાન મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભામાં પણ પહેોંચી ગયા અને વિદ્વાન ગૂર્જરેશ્વરે ભગવાન શ્રી હેમચદ્રાચા ને ઉત્કંઠાભર્યાં હદયે આમ ત્રણ મેકહ્યુ. આચાર્ય શ્રીએ પણ, ધર્મભાવનાની વૃદ્ધિ વગેરે ધ્યાનમાં લઈ, એ આમ ત્રણને કબૂલ રાખ્યુ અને ગૂર્જરેશ્વરને દર્શન આપવા માટે પેાતે તેમના સ્થાનમાં ગયા. ભગવાન શ્રી હેમચંદ્રનાં દર્શન અને વચનામૃતનું પાન કરી ગુર્જરેશ્વર એટલા પ્રસન્ન થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રસ ંગે પ્રસંગે પેાતાને ત્યાં પધારવા માટે ભાવભીના આગ્રહ કર્યાં. આચાર્ય શ્રી પણ ગુર્જરેશ્વરની વિનંતીને માન્ય રાખીને અવારનવાર જતા-આવતા. આ પછી ઉત્તરાત્તર ભગવાન શ્રી હેમચંદ્રનું સ્થાન ગૂર્જરેશ્વરની રાજસભા અને તેના વિદ્ર'માં ધણું જ આગળ પડતુ થઈ ગયું. વિક્રમ સંવત ૧૧૮૧ માં ગૂર્જરેશ્વરની રાજસભામાં ખુદ ગૂર્જરપતિ અને કવિચક્રવતી શ્રીપાળના અધ્યક્ષપણા નીચે કર્ણાટકદેશીય દિગ ંબર તાર્કિકાચાય વાદી શ્રી કુમુદચંદ્ર સાથે થયેલ ગુરદેશીય શ્વેતાંબર તાર્કિકશિ।મણિ, ‘ સ્યાદ્વાદરત્નાકર' ગ્રંથના પ્રણેતા મહાવાદી શ્રી દેવસૂરિના વાદ પ્રસંગે રાજસભામાં ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું મહત્તાભર્યું સ્થાન હતું. સિદ્ધહેમ વ્યાકરણની રચના વિદ્વાન ગુર્જરેશ્વર મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભા એટલે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશના પંડિતચક્રવર્તી એની સભા. એ રાજસભાના સઘળા વિદ્વાને ભગવાન હેમચંદ્ર પ્રત્યે તેમના અબાધ્ય પાંડિત્યને કારણે બહુમાનની નજરે જોતા હતા. વિક્રમ સંવત ૧૧૯૨માં માલવપતિ શ્રી યશેોવર્માને હરાવ્યા પછી ત્યાંની લૂંટમાં ત્યાંના રાજકીય જ્ઞાનભડાર ( પુસ્તકાલય ) ગૂર્જરેશ્વરના હાથમાં આવ્યેા હતેા. તેનું અવલોકન કરતાં તેમાં ભેાજ વ્યાકરણની નકલ જોયા પછી ગૂ રેશ્વરના હૃદયમાં પેાતાના દેશમાં સ્વતંત્ર વ્યાકરણના સર્જન માટેની તીત્ર ઊર્મિ ઉત્પન્ન થઈ અને પેાતાને એ વિચાર તેમણે રાજસભાના માન્ય પ્રખર વિદ્વાને સમક્ષ જાહેર કર્યો. આ પ્રસંગે રાજસભાના દરેક વિદ્વાને ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય તરફ આંગળી ચીધીને એકીઅવાજે જણાવ્યું કે “ મહારાજ ! આપની આ અતિમહાન ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ મહાપુરુષ સિવાય બીજું કોઈ સમ નથી.” છેવટે ગૂજરેધરે આચાર્યશ્રીને જોઈતાં દરેક સાધન પેાતાની રાજકીય લાગવગથી પૂરાં પાડયાં અને આચાર્યશ્રીએ પેાતાના અને ગૂર્જરેશ્વવરના નામને અમર કરતા સર્વાંગપૂર્ણ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરીને માત્ર ગૂર્જરેશ્વરને જ નિહ પણ આખા વિશ્વને પેાતાના અજોડ પાંડિત્યને પરિચય આપ્યા. કહેવાની જરૂરત નથી કે આ પછી ગુર્જરેશ્વર ભગવાન હેમચંદ્રનેા અનન્ય મિત્ર-સેવક બની ગયા હતા. રાજનૈતિક નિપુણતા [ ૧૬૯ ભગવાન હેમચંદ્રના, જેમ તેમના ગુણોથી આકર્ષાયેલા, સખ્યાબંધ પૂજકો અને મિત્રો હતા તે જ રીતે તેમના વિરોધીઓની સખ્યા પણ તેટલી જ હતી. આમ છતાં પેાતાની પ્રખર પ્રતિભા અને રાજનૈતિક નિપુણતાના પ્રતાપે તેએ એ બધાયના અડગપણે સામને કરી શકયા હતા અને એમના આખા જીવનમાં એવા એક પણ પ્રસંગ આવ્યા નથી કે કોઈ પણ પ્રસ ંગે કોઈ પણ એમને તેજોવધ કરી શકયું હાય. ખરે જ, માનવજાતિ માટે બધુય શકય હશે, પણ પરસ્પરવિરુદ્ધ વાતાવરણ અને કાવાદાવાથી ભરનાનાં, ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy