________________
૧૬૮]
જ્ઞાનાંજલિ શિષ્યભિક્ષાની યાચના
આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિએ ચાંગદેવમાં જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ તરીકેની યોગ્યતાનાં દરેક શુભ ચિહ્નો અને સ્વાભાવિક ચપળતા જોયા પછી સંઘના આગેવાન ગૃહસ્થોને બેલાવ્યા અને કેટલીક વાતચીત કરીને તેમને સાથે લઈ તેઓશ્રી ચાચિગ અને પાહિણીને ઘેર ગયા.
આચાર્યશ્રી અને શ્રીસંઘને પોતાને આંગણે પધારેલા જોઈ પાહિણુએ તેમનું યોગ્ય સ્વાગત કર્યું અને તેમના આગમનનું કારણ પૂછ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે “તારો પુત્ર જૈનશાસનનો ઉદ્ધાર કરનાર મહાપુરુષ થઈ શકે તેવાં શુભ લક્ષણોથી અલંકૃત છે, માટે તારા પુત્રને તું અમને શિષ્ય તરીકે અર્પણ કરી દે.” આ સાંભળી ઘરમાં પાહિણી પોતે એકલી હોવાથી વિમાસણમાં પડી ગઈ કે એક તરફથી બાળકનો પિતા ઘરમાં નથી અને બીજી બાજુ ગુરુદેવ અને શ્રીસંઘ મારે આંગણે પધારેલા છે, આ સ્થિતિમાં મારો ધર્મ શું હોઈ શકે ? તેમ જ પોતાના પ્રાણાધિક ગુણવાન પુત્રને આપી દે પણ શી રીતે ?” આખરે પાહિણીએ જાતે જ નિર્ણય કરી લીધું કે, “ગુરુદેવ અને શ્રી સંધ મારા સદ્ભાગે મારે આંગણે પધારેલા છે, તેમના વચનને અનાદર કરવો જોઈએ નહિ; તેમ જ મારો પુત્ર જૈનશાસન અને જગતનો તારણહાર થતો હોય તો મારે આનંદ જ મનાવવો જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી પાહિણીએ પોતાના ગુણવાન પ્રિય પુત્રને ગુરુમહારાજના કરકમલમાં અર્પણ કરી દીધો. દીક્ષા
જન્માંતરના શુભસંસ્કારી બાળક ચાંગદેવે ગુરુમહારાજના નિર્મળ નેહભર્યા ઉપદેશામૃતનું પાન કર્યું અને આંતરિક ઉત્સાહપૂર્વક ગુરુચરણમાં વિક્રમ સંવત ૧૧૫૦માં સંસારતારિણી પ્રવજ્યા સ્વીકારી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. વિદ્યાભ્યાસ
વિશ્વના ઝગમગતા સિતારા સમાન મહાપુરુષોમાં કુદરતી જ એવી પ્રતિભા અને બુદ્ધિવૈભવ હોય છે કે તેઓ અગમ્ય રીતે જ દરેક પ્રકારની વિદ્યાને સહજમાં અને સ્વલ્પ સમયમાં મેળવી લે છે. તેમને કેઈ સરસ્વતીને પ્રસન્ન કરવા જવું પડતું નથી કે નથી તેમને કોઈના વધારે પડતા ગુરવની પણ આવશ્યકતા હતી. આપણું બાળમુનિ શ્રી સોમચંદ્ર પણ પોતાની સ્વાભાવિક પ્રજ્ઞાના બળે થોડાં જ વર્ષોમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું હતું. આચાર્યપદ
બાળમુનિ શ્રી સેમચંદ્ર બાળક હોવા છતાં અબાળસ્વભાવી ઉત્તમસંસ્કારસંપન્ન મહાપુરુષ હતા. એ જ કારણે તેમના બાળસ્વભાવસુલભ ચંચળતા આદિ ગુણોએ તેમને વિદ્યાભ્યાસ અને ત્યાગ-સંયમને આદર્શ સાધવામાં ખૂબ જ સહાય કરી હતી. બાલ્યાવસ્થાથી જ તેઓશ્રી જિતેન્દ્રિય, સંયમી અને સ્થિરચિત્તવાળા હતા. એમના એ વિશિષ્ટ ગુણોનો પરિચય આપણને એમના બાળજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી સહેજે મળી રહે છે.
એમનો ઊંડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ તપઃપ્રભાવ અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે પ્રભાવશાળી ગુણ જોઈ ગુરુદેવ આચાર્ય શ્રી દેવચંદ્રસુરિ અને શ્રીસંઘે મળી સંવત ૧૧કરમાં સત્તર વર્ષની ઉમ્મરે પહોંચેલા બાળમુનિ શ્રી સોમચંદ્રને આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા અને એમનું નામ સોમચંદ્રને બદલે હેમચંદ્ર રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રી હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org