SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ( ૧૬૩ ૩. સ્તુતિચતુર્વિશતિકા મે વિજયગણિ૩ ,, યશોવિજપાધ્યાય ૫. , (અપૂર્ણ) અજ્ઞાત ૫ ૨૭ થી ૩૯ કાવ્ય અગર બ્લેકપ્રમાણુ યમકાલંકારમયી કે સ્તુતિચતુર્વિશતિકાઓ નીચે પ્રમાણેની મળે છે? 1. રસ્તુતિચતુર્વિશતિકા ૨૯ લે. કવિચક્રવર્તી શ્રીપાલ ૨૭ કા. સોમપ્રભાચાર્ય૮ ૩૯ શ્લ. ધર્મઘોષસૂરિલ મુકિત ૨૮ ક. , ૩. મેરુવિજયગણિ વિજયસેનસૂરિના રાજ્યમાં થયા છે. તેમના ગુરુનું નામ આનન્દવિગણિ હતું. ૪. આ ચતુર્વિશતિકાની પ્રારંભની સાત જ સ્તુતિઓ (૨૮ કાવ્ય) “દાદાસાહેબની પૂજ” આદિ પુસ્તકમાં છપાઈ છે; પાછળની મળતી નહીં હોય એમ લાગે છે. ૫. આ પાંચ સ્તુતિચતુર્વિશતિકા સિવાયની ૯૬ કાવ્યપ્રમાણ આંચલિક કલ્યાણસાગરસૂરિકૃત પણ એક મળે છે, પરંતુ તે યમકાલંકારમયી ન હોવાથી તેની અહીં નોંધ લીધી નથી. ૬. આ સ્તુતિઓમાં ૨૪ પદ્ય પ્રત્યેક તીર્થકરની સ્તુતિરૂપ હોય છે, અને ત્રણ પદ્ય અનુક્રમે સર્વ જિનસ્તુતિ, જ્ઞાનસ્તુતિ તથા શાસનાધિકાતૃદેવતાની સ્તુતિરૂપ હોય છે, જે દરેક તીર્થકરની સ્તુતિના પદ્ય સાથે જોડીને બોલવાનાં હોય છે. કેટલીક ચતુર્વિશતિકામાં ૨૭ કરતાં વધારે પદ્ય છે તેનું કારણ માત્ર એટલું જ છે કે, તેમાં મંગલાચરણ કે કર્તાનાસગર્ભ કાવ્ય અથવા બને સામેલ હોય છે. જેમાં ૨૯ કરતાં વધારે પદ્ય છે, તેમાં શાશ્વત જિન, સીમંધર આદિ જિનોની સ્તુતિનાં પા પણ સામેલ છે એમ જાણવું. ૭. કવિચક્રવર્તી શ્રીપાલ પ્રાગ્વાટજ્ઞાતીય (પોરવાડ) હતા. તેમના પિતાનું નામ લક્ષ્મણ હતું. તેઓ ગૂર્જરેશ્વર સિદ્ધરાજના બાળમિત્ર હતા. તેમને સિદ્ધરાજ “કવીન્દ્ર” તથા “બ્રાતઃ' એ શબ્દોથી જ સંબોધતા. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. વડનગરના કિલ્લાની પ્રશસ્તિમાં પોતે અને નાબેયનેમિદ્વિસંધાન કાવ્યમાં આચાર્ય હેમચંદ્ર આપેલ “ઇનિપૂનમત્રવરઘઃ' એ વિશેષણથી તેમણે કઈ મહાન ગ્રંથની રચના અવશ્ય કરી છે; પરંતુ અત્યારે તો આપણને તેમની કૃતિના નમૂના તરીકે પ્રસ્તુત ચતુર્વિશતિકા અને વડનગરના કિલ્લાની પ્રશસ્તિ જ જોવા મળે છે. નાબેયનેમિસિન્ધાનકાવ્યને આ કવિચક્રવર્તી એ જ શોધેલ છે. સિદ્ધરાજના અધ્યક્ષપણું નીચે થયેલ વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્યને વાદ સમયે તેઓ સભામાં હાજર હતા. તેમના પુત્ર સિદ્ધપાલ તથા પૌત્ર વિજયપાલ પણ મહાકવિ હતા. આ સૌને વિસ્તૃત પરિચય મેળવવા ઈચ્છનારે શ્રીમાન જિનવિજયજી સંપાદિત દ્રૌપદી સ્વયંવરનાટકની પ્રસ્તાવના જેવી. ૮. સોમપ્રભાચાર્ય મહારાજા કુમારપાલદેવના સમયમાં અને તે પછી પણ વિદ્યમાન હતા. તેમણે સુક્તમુક્તાવલી, સુમતિનાથચરિત્ર, કુમારપાલપ્રતિબંધ, શૃંગારરાવ્યતરંગિણી, શતાર્થીવૃત્તિ આદિ ગ્રંથ રહ્યા છે. ૯. ધર્મબરિ કર્મગ્રંથાદિ પ્રસિદ્ધ સમર્થ ગ્રંથના પ્રણેતા તપા દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે ચાયવન્દન ભાષ્યની સંધાચાર નામની ટીકા, શ્રાદ્ધજીતક૫, સમવસરણ, યોનિસ્તવ, કાલસત્તરિ આદિ ગ્રંથ રચ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy