SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ એન્દ્રસ્તુતિચતુર્વિશતિક* આજે વિદ્વાન સમક્ષ પણ ટીકા સહિત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિક ધરીએ છીએ, જેના કર્તા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમાન યશેવિપાધ્યાય છે. તેઓશ્રી માટે આજ સુધીમાં ઘણું લખાયું છે, છતાં હજુ ઘણું લખવું શેષ રહે છે. પરંતુ અત્યારે તેને લગતી તૈયારી ન હોવાથી તે બાબતથી વિરમી ભાત્ર સ્તુતિઓને અંગે જ અહીં કાંઈ લખવાનો ઇરાદે છે. અત્યારે આપણે સમક્ષ ૯૬ કાવ્યપ્રમાણ યમકાલંકારમયી જે સ્તુતિચતુર્વિશતિકાઓ વિદ્યમાન છે, તે સૌમાં રચના સમયની દૃષ્ટિએ આચાર્ય બપભદિકૃત સ્તુતિચતુર્વિશતિક પ્રથમ છે અને યશોવિજપાધ્યાયકૃત અંતિમ છે. અત્યારે નીચે પ્રમાણેની સ્તુતિચતુર્વિશતિકાઓ જોવામાં આવે છે : ૧. સ્તુતિચતુર્વિશતિકા આચાર્યપભદ્રિ મુદ્રિત ૨. » શોભનમુનિ , * મહાપાધ્યાય શ્રી યશવિજ્યજીકૃત “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ની (પ્રકાશક-શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૪) પ્રસ્તાવના. ૧ આચાર્ય બપભદિ પાંચાલ (પંજાબ) દેશનિવાસી હતા. તેમના પિતાનું નામ બપિ, માતાનું નામ ભદિ અને પિતાનું નામ સુરપાલ હતું. તેમણે સાતમે વર્ષે દીક્ષા લીધી હતી. માતા-પિતાની પ્રસન્નતાને માટે તેમનું નામ બંપ-ભદિ રાખવામાં આવ્યું હતું. તેમનું મુખ્ય નામ ભદ્રકીર્તિ હતું. ગુરુ આચાર્ય સિદ્ધસેન હતા. કનોજના રાજા આમરાજે તેઓને યાવાજજીવ મિત્રરૂપે અને મરણ સમયે ગુરુ તરીર સ્વીકાર્યા હતા. “ગઉડવો” મહાકાવ્યના કર્તા મહાકવિ શ્રીવાફપતિરાજને પાછલી અવસ્થામાં પ્રતિબંધ કર્યાનું પણ કહેવામાં આવે છે. તેમને જન્મ સંવત ૮૦૦, ભાદ્રપદ તૃતીયા, રવિવાર હસ્તનક્ષત્ર; દીક્ષા ૮૦૭ વૈશાખ શુકલ તૃતીયા; આચાર્ય પદ ૮૧૧ ચિત્ર વદિ ૮; સ્વર્ગવાસ ૮૯૫ શ્રાવણ શુદિ ૮ સ્વાતિ નક્ષત્ર. એમણે તારાગણના મને ગ્રંથ રચ્યો છે, જે અત્યારે મળતો નથી. " भद्रकीतेभ्रंमत्याशाः कीत्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बरशिरोमणे: ॥ ३२ ॥" तिलकमञ्जरी, पृ. ४ આમનું વિશેષ ચરિત્ર જાણવાની ઈચ્છાવાળાએ પ્રભાવક ચરિત્ર, ઉપદેશરત્નાકર આદિ ગ્રંથો જેવા. ૨. શોભનમુનિ મહાકવિ ધનપાલના લઘુ ભાઈ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy