________________
સ્તુતિ તેત્રાદિ સાહિત્યમાં કેમિક પરિવર્તન
[૧૬૧ રાગ-રાગિણીની પસંદગીમાં મોટે ભાગે સહવાસી પ્રજા અને સંપ્રદાયાંતરની અસર ઘણી જ થઈ છે, એ આપણે તે તે કૃતિઓના પ્રારંભમાં આપેલ ચાલ અથવા રાહ બતાવનાર કડી ઉપરથી સમજી શકીએ છીએ. ગુર્જર સ્તુતિ-સાહિત્યના સર્જન પછી ખાસ પરિવર્તન એ થયું કે ચિત્રવિચિત્ર શબ્દાડંબરગર્ભિત સ્તુતિ-સાહિત્યના નિર્માણ સમયે ઓસરી ગયેલ ભક્તિરસ કેટલેક અંશે પાછો નવે અવતારે આવ્યો.
ઉપસંહાર પ્રસ્તુત લેખમાં, આપણા વિશાળ સ્તુતિ-સાહિત્ય ઉપર દેશ, કાળ, ધર્મ, પ્રજાની સંસ્કૃતિ આદિની કેટલી અને કેવી અસર થઈ છે એ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપરથી એ સાહિત્યના પ્રણેતાઓ ઉપર તે તે દેશ, કાળ આદિની અસર કેટલા પ્રમાણમાં પડી હશે એનું અનુમાન આપણે દોરી શકીશું. જગતની મહાનમાં મહાન ગણાતી વિભૂતિઓ પણ પિતાને યુગની અસરથી મુક્ત રહી શકતી નથી. આચાર્ય સિદ્ધસેન, આચાર્ય મલવાદી, આચાર્ય જિનભદ્ર, આચાર્ય હરિભદ્ર, આચાર્ય હેમચંદ્ર, શ્રી યશોવિજાપાધ્યાય આદિ જેવા સમર્થ પુરુષોના ગ્રંથોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તો જણાશે કે એ મહાપુરુષો પણ પોતાના દેશ-કાળની અસરથી મુક્ત રહી શક્યા નથી, એટલું જ નહિ, પણ પ્રસંગ આવતાં ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓના આવેશમાં પણ આવી ગયા છે.
[“શ્રી જૈન ધર્મ પ્રકાશ, સુવર્ણ મહોત્સવ વિશેષાંક, ચૈત્ર, સં. ૧૯૯૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org