SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ દ્વારિકા લઈ જવા દે, પિલાં દેવે કહ્યું: રાજન ! અમારા સ્વામી નાગરાજની રજા અમે લઈ આવીએ. તેઓની રજા મળે, તે તમે ખુશીથી લઈ જજો. અને તરત જ તે દેવ પાતાલલેકમાં ગયે, અને નાગરાજ ધરણેન્દ્રની સમક્ષ સર્વવૃત્તાંત નિવેદિત કર્યો. નાગરાજે પણ શ્રીકૃષ્ણની ભાવનાને સ્વીકાર કરીને, પ્રભુજી લઈ જવાની તેમને સંમતિ આપી. પિલા દેવે ઉપર આવીને શ્રીકૃષ્ણ મહારાજને એ વાત જણાવી. સંમતિ મળવાથી અવર્ણનીય આનંદ અનુભવી રહેલા શ્રીકૃષ્ણવાસુદેવ એ મનહર જિનબિંબ ત્યાંથી દ્વારિકા નગરી લઈ ગયા. ત્યાં ગગનતુંગ ભવ્ય જિનપ્રાસાદ નિર્માણ કરીને તેમાં શ્રી પાર્શ્વપ્રભુનું એ બિંબ પ્રતિષ્ઠિત કર્યું અને અપૂર્વ આનંદથી તેઓ પ્રતિદિન એ પ્રભુને પૂજવા લાગ્યા. નિરવધિ કાળ સુખ-દુખના બે પાંખિયા વિમાન પર બેસીને ઉડેયે જાય છે, અવિરતપણે ઉડયે જ જાય છે. પણ ઉતાવળી પ્રકૃતિના માનવને “છીપમાં રૂપાની જેમ કયારેક ક્યારેક એક સરખા આ કાળપ્રવાહમાં વૈષમ્યની ભ્રાન્તિ થઈ આવે છે. તેથી એ કહે છે કેસમય પલટા, કાળનું વહેણ બદલાયું. સમયનું વિમાન સરસર કરતું વહે છે, ને દ્વારિકાના વિનાશની ઘડી-પળ નજીક આવતી જાય છે. મદિરા પીને મદ-મત્ત બનેલા શાંબ-પ્રદ્યુમ્નાદિ યાદવકુમારની હેરાનગતિથી જંગલમાં ઉગ્ર તપ તપી રહેલા શાંત તાપસઋષિ દ્વૈપાયન ક્રુદ્ધ બને છે. પરિણામે એ તાપસ ઋષિ મૃત્યુ-વેળાએ દ્વારિકાને વિનાશ સ્વહસ્તે કરવાનું નિયાણું બાંધે છે. મરીને એ અગ્નિકુમાર નિકાયમાં દેવ થાય છે. - આ તરફ કૃષ્ણ મહારાજને આ બધી વાતની જાણ થતાં જ તેઓ શ્રી નેમિનાથ પ્રભુએ દર્શાવેલા ઉપાય પ્રમાણે સમગ્ર નગરમાં આયંબિલની તપશ્ચર્યા ચાલુ કરાવી દે છે, દ્વૈપાયનના કે પાગ્નિથી બચવા માટે. અદ્ભુત છે આ તપનો પ્રભાવ. ૧૨-૧૨ વર્ષ સુધી અવિશ્રાન્તપણે એ તપ ચાલુ રહ્યું, ને ત્યાં સુધી પેલે પાયન-દેવ એ તપના પ્રભાવે મેં વકાસીને તકની રાહ જોતો બેસી રહ્યો. પણ “માર રેન સાથr” અવસ્થંભાવી ભાવ અન્યથા ન જ થાય. ૧૨ વર્ષ સુધી એકધારી તપશ્ચર્યાથી કંટાળેલા નગરજનેએ પ્રમત્ત બનીને તપ છેડી દીધું. છેડયું કે પેલે તાપસદેવ ધસમસતા પૂરની જેમ આવી પહોંચે, પિતાની ધારણા પાર પાડવા માટે સ્પે. એણે દ્વારિકાના વિનાશની તૈયારી આદરી. એ જોઈને અધિષ્ઠાયક દેવે એક ભક્તને સ્વપ્નમાં કહ્યું : “શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા સમુદ્રમાં પધરાવી દો.” પિલા ભક્ત અધિષ્ઠાયકના આદેશ અનુસાર પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. તે પછી કૃષ્ણ-બળરામ વિ. ગણત્રીની વ્યકિતઓ સિવાય સમગ્ર નગરજનો સહિતની દ્વારિકાનગરી પેલા અગ્નિકુમારદેવે આગમાં હોમી દીધી. ગઈકાલની સુવર્ણવણી દ્વારકા આજે ભમશેષ બની રહી. રે ! ક્રૂરતાની ય કઈ સીમા નહીં હોય? દ્વારકાનો વિનાશ થઈ ગયે, ને ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ પણ મૃત્યુ પામ્યા. પણ કાળ તે વણથંભ્ય ને અણુઅટક્યો પિતાનું કામ કર્યું જ જતો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy