________________
જય થ ભણુ પારસનાથ
કાંતિપુરી નગરીને ધનકુબેર સાર્થવાહ “ધન’ કિંમતી કરિયાણાથી ભરપૂર વહાણેના જંગી કાફલા સાથે વ્યાપાર–અર્થે સમુદ્રમાગે મુસાફરી કરી રહ્યો છે. વહાણને એ કાફલો મધદરિયે આવે છે ને એકાએક એ વહાણે એક ઠેકાણે સ્થિર-થંભિત થઈ જાય છે.
નાવિકોએ ઘણું પ્રયાસ કર્યો, પણ વ્યર્થ.
સૌ ભય અને આશ્ચર્યની મિશ્ર લાગણી અનુભવવા લાગ્યા. સઘળી દિશાઓ સ્વચ્છ હતી. નહોતા કેઈ તેફાની વાયરાના વાવડ, કે નહોતું કળાતું કોઈ દરિયાઈ તોફાનનું એંધાણ. છતાં એકાએક વહાણ સ્થિર-અડેલ કેમ થઈ ગયા ! તેનું કારણ કેઈને સમજાતું નહોતું.
આખરે ધન સાર્થવાહને વિચાર આવ્યો કે-જરૂર સાગરદેવ આપણુ પર કેપ્યા લાગે છે. એ વિના આવું બને નહીં. અનુભવી નાવિકો પણ એ જ મતના થયા. એટલે સાગરદેવને રીઝવવા માટે ધનસાર્થવાહ પિતાના પ્રાણનું બલિદાન આપવા ઉદ્યત થયે.
જે તે દરિયામાં ઝંપલાવવા જાય છે, ત્યાં જ આકાશમાંથી દેવવાણી સંભળાણ હે ધનસાર્થવાહ ! ગભરાઈશ નહીં. તારે કે બીજા કેઈએ આ રીતે મરવાની જરૂર નથી. તારી ઉપર સાગરદેવ કેપ્યા નથી. તારાં વહાણ થંભી જવાનું કારણ તને હું કહું છું. તું સાંભળ.
સૌ એક ચિત્તે સાંભળવા તત્પર બન્યા.
આકાશવાણી વદી રહેલા દેવે આષાઢી શ્રાવકથી માંડીને પ્રભુજીને સમુદ્રમાં પધરાવવામાં આવ્યા, ત્યાં સુધીની હકીક્ત કહીને ઉમેર્યું: “સાર્થવાહ! તારા વહાણ ઉભાં છે તે જગ્યાએ, દરિયાના તળીયે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની એક અલૌકિક પ્રતિમા બિરાજેલી છે. તેના પ્રભાવે જ તારાં વહાણ થંભી ગયા છે. હવે તું એ પ્રતિમાજીને ત્યાંથી કાઢીને તારી નગરીમાં લઈ જા, અને તેની સેવા કર.”
આ આદેશ આપીને તે દેવ-વાણી શમી ગઈ. ધનસાર્થવાહે તરતજ એ પ્રતિમાજી સમુદ્રમાંથી કઢાવીને વહાણમાં પધરાવ્યા. પ્રભુ-દર્શન કરીને તે તથા અન્ય લોક પિતાને ધન્ય માનવા લાગ્યા. પ્રભુ-પ્રતિમા વહાણમાં આવી, કે તરત જ સ્થિર બનેલાં વહાણ ચાલવા લાગ્યાં.
અનુક્રમે એ સાર્થવાહે કાંતિપુરીમાં મનહર દેરાસર બંધાવી, તેમાં એ દિવ્ય-પ્રતિમા પધરાવી. અને જીવન પર્યત તેણે એ પ્રભુની પૂજાભક્તિ કરી.
કાન્તિપુરીમાં એ પ્રતિમા બે હજાર વર્ષ સુધી રહ્યા. ત્યાર પછી
જ્યારે ભરતક્ષેત્રમાં ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન પ્રવર્તી રહ્યું છે, ત્યારે વિક્રમની પ્રથમ શતાબ્દીમાં મહાન જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજ થયા. તેમના શિષ્ય સમા ગી નાગાર્જુને કેટીવેધ રસની સિદ્ધિ માટે એ પ્રતિમાનું ત્યાંથી હરણ કર્યું અને તેના સાનિધ્યમાં રસ–સ્તંભન કરીને તેણે એ પ્રતિમા શેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભંડારી દીધા. અને એ જગ્યાએ સ્મૃતિ માટે સ્તંભનપુર નામનું ગામ વસાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org