________________
[૧૮]
જય થભણુ પારસનાથ
જુગ જૂની આ વાત છે. કાળ–પુરાણી આ કથા છે.
આ ભરતક્ષેત્રમાં ગત-ઉત્સર્પિણીકાળના સેાળમા તીર્થંકરદેવશ્રી નમિનાથ પ્રભુને આષાઢી નામના શ્રાવકે પૂછ્યું. પ્રભા ! મારે। ઉદ્ધાર કયારે થશે ? હુ મેાક્ષનગરના વાસી કયારે બનીશ ?
અમૃત-મીઠી વાણીથી ભગવતે ફરમાવ્યું કે-“હે આષાઢી ! આ જ ભરતક્ષેત્રમાં આવતી– અવસર્પિણીકાળના ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનમાં તારા ઉદ્ધાર થશે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને તું પટ્ટશિષ્ય-ગણધર-થઈ ને મેલ્લે જઇશ,’’
આ સાંભળી પ્રસન્નચિત્ત અનેલા આષાઢીએ પાતાના આત્માદ્ધારક શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલમ રત્નમય-નાની પણ નમણી અને મનમેાહક મૂર્તિ ભરાવી. અને એની પૂજા કરવામાં એ પુલકિત હૈયે તત્પર બન્યા.
કેટલેાક કાળ વીત્યા પછી સૌધર્માધિપતિ શ્રી શક્રેન્દ્રે, અને ત્યારપછી વરૂણદેવે એ પ્રતિમાજી લાંબા સમય સુધી પૂજ્યા. તદ્દનતર નાગરાજ શ્રી ધરણેન્દ્ર સમુદ્ર કિનારે ભવ્ય મંદિર બાંધી ઘણા સમય સુધી તેની પૂજા કરી.
દશાનન-રાવણુ પર વિજય મેળવવા નીકળેલા શ્રી રામ-લક્ષ્મણજીએ આ મહાપ્રભાવિક જિનબિંબની સાત માસ, નવ દિવસ પર્યન્ત આરાધના કરી. એના પ્રભાવે શ્રી ધરણેન્દ્રે પ્રગટ થઈ તે તેમને કા સિદ્ધિનું વરદાન આપ્યું. વરદાન મેળવીને શ્રી રામ-લક્ષ્મણ જિનાલયમાંથી બહાર નીકળ્યા, ત્યાં જ વધામણી મળી કે–સાગરના નીર સ્થિર થઈ ગયા છે, સ્થંભી ગયા છે. આ સાંભળી પ્રસન્ન બનેલા તેઓએ પ્રભુનું નામ શ્રી સ્ત ંભન પાર્શ્વનાથ સ્થાપ્યુ અને ત્યારપછી તેઓએ સ્થિર સમુદ્ર પર પાળ બાંધીને તે એળગ્યા.
કાળક્રમે-પેાતાનુ` સામ્રાજ્ય નીરખવા નીકળેલા શ્રી કૃષ્ણવાસુદેવે એ જ સાગર-તટે એ જિનમંદિરમાં એ ચમત્કારિક જિનબિંબ નિહાળ્યું. તેમનાં મન—નયન વ્રુક્ષ બન્યાં. સ્વયં કૃતાર્થ બન્યા.
આ વખતે તેમના મનમાં કુતૂહલ થયું કે-આ પ્રભુની હંમેશાં પૂજા કાણુ કરી જાય છે? એ જાણવા માટે તેઓ મદિરમાં સંતાઈ ગયા. રાત પડી, તે પાતાલવાસી દેવાએ ખૂબ ભકિતપૂર્વક પ્રભુની પૂજા-સેવા કરી, ત્યારપછી તેઓ નાટાર ભાટ્ટિથી પ્રભુનું ગુણુ-કીર્તન કરવા લાગ્યા. આ બધુ જોઈ ને વિશેષ હકીકત જાણવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવ દેવાની સમક્ષ ઉપસ્થિત થયા. ને પ્રભુજીની ઉત્પત્તિ, મહિમા વિષે દેવાતે પૂછવા લાગ્યા.
એક દેવે આષાઢી શ્રાવકથી પ્રારંભી આજ સુધીની હકીકત કહી. પ્રભુના આવા અલૌકિક પ્રભાવ જાણીને કૃષ્ણ મહારાજના રામરાય વિકસ્વર થઈ ગયાં. તેમણે દેવાને વિનંતિ કરી કે તમે ઘણા સમય સુધી આ પ્રભુની પુજા કરી, હવે મને થાડા લાભ લેવા દે.--આ પ્રભુજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org