________________
શાસનસમ્રા
ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળમાં આવેલા શ્રીચિન્તામણી પાર્શ્વનાથભગવાન આદિ ૧૯ પ્રાચીન જિન મંદિરે જીર્ણ થઈ ગયેલા. એ ૧૯ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો આવશ્યક હતો, પણ જો એ એગણશેય દેરાસરેને જુદા-જુદે ઉદ્ધાર કરાવે, તો ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જેનેના ઘર ઓછા હોય, યા ન હોય, ત્યાં ગઠી-પૂજારી રાખવા, રક્ષણ માટે બંદોબસ્ત કર, ઈત્યાદિમાં ઘણે ખર્ચ આવે. - શેઠશ્રી પોપટભાઈ અમરચંદના મનમાં એ વિચાર પણ આવ્યું કે-જે એક જ સ્થળે એક વિશાળ જિન મંદિર થાય, તેમાં ભિન્ન-ભિન્ન ગભારાઓમાં એક-એક જિનાલયના શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ, ગિરનાર તીર્થના મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમા દશ શ્રીનેમિનાથ પ્રભુ વગેરે મૂળનાયક પ્રભુજીના મહાપ્રભાવક બિબો પધરાવવામાં આવે, તે એક જ ભવ્ય દેરાસરમાં ઓગણીસેય દેરાસર સમાઈ જાય, ને તેની વ્યવસ્થા પણ સુન્દર થઈ શકે અને ખંભાતમાં એક પણ શિખરબંધી દેરાસર ન હોવાથી આ વિશાળ મંદિર ભવ્ય શિખરબંધી પણ બની શકે, તેથી તીર્થને મહિમા પણ વધી જાય.
પણ આ કાર્ય માટે મોટી રકમ જોઈએ, એગ્ય કાર્યકર્તા પણ જોઈએ. આ વિચારથી પોપટલાલ શેઠ મુંઝાતા હતા. તેઓએ પોતાના આ બધા વિચારે પૂજ્યશ્રીને જણાવ્યા અને યેગ્ય માર્ગદર્શન આપવા માટે વિનંતિ કરી.
પૂજ્યશ્રીને તેમની ચેજના ઉત્તમ લાગી. તેથી તેઓશ્રીએ તે માટે પોપટભાઈને યોગ્ય દરવણું આપીને ફરમાવ્યું: “પોપટભાઈ ! “શુમ0 Y'-એ ન્યાયે વિના વિલંબે આ મહાન કાર્ય તમારે ઉપાડવું જોઈએ. વ્યાપારાદિ વ્યવહારથી જેમ તમે હિન્દુસ્તાનમાં સુપ્રસિદ્ધ થયા છે, તેમ હવે આ મહાન ધર્મકાર્યમાં જીવનને ભેગ આપશે તો તમે જરૂર ફતેહમંદ થશે.”
આ સાંભળીને પિપટભાઈએ શુકનની ગાંઠ વાળી. પૂ. ગુરૂદેવના આ વચને તેમણે મસ્તકે ચઢાવ્યા. તેમને પૂ. ગુરૂદેવને વચન ઉપર અટલ શ્રદ્ધા હતી કે-એ વચન જરૂર ફળશે જ, તત્કાળ તેમણે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને તે માટે પૂજ્યશ્રીને ઉત્તમ મુહૂર્ત કાઢી આપવા કહેતાં તેઓશ્રીએ નજીકનો જ સારામાં સારો દિવસ બતાવ્યો.
એ મુહૂર્ત અનુસાર પોપટભાઈએ પૂજ્યશ્રીની હાજરીમાં જ જીરાવલાપાડામાં ૧૯ દેરાસરના જીર્ણોદ્ધારના મહાકાર્યને મંગલ-પ્રારંભ કર્યો.
પિોપટભાઈ શેઠ પોતે હંમેશ સવારે વહેલાસર “શ્રી સ્તંભનાજી, શ્રી ચિન્તામણીજી, વિ. અનેક દેરાસરે જુહારીને હજી કડીયા-શિલ્પીઓ ન આવ્યા હોય તે પહેલાં ત્યાં પહોંચી જતા–નવકારશીનું પચ્ચખાણ ત્યાં નજીકમાં જ પારીને વાપરી લેતાં અને શેઠ મૂળચંદ દીપચંદને ત્યાં જમીને બપોરે જરા આરામ કરતા. ત્યારપછી મેડી સાંજ સુધી દેરાસરના કાર્યમાં જ વ્યસ્ત રહેતા. તેમને આ કાર્યક્રમ માત્ર એક-બે દિવસનો નહોતો, પણ જ્યાં સુધી એ ઉદ્ધારનું કામ પૂર્ણ ન થયું, ત્યાં સુધી હંમેશાં એ જ પ્રમાણે તેઓ જિનાલયના કાર્યમાં મગ્ન રહેતા.
આ રીતે-પૂજ્યશ્રીના મંગલ આશીર્વાદથી અને શેઠ પોપટભાઈ અમરચંદની અપૂર્ણ ખંત અને મહેનતથી જીર્ણોદ્ધારનું ભગીરથ-કાર્ય ઝપાટાબંધ ચાલવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org