SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તભતીર્થમાં બે ચોમાસાં - ત્યાર પછી–આસો સુદ ૧૦ના મંગલદિને “શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળા” ને શુભારંભ કરવામાં આવ્યું. અધ્યાપક તરીકે શ્રીદિનકરરાવ શાસ્ત્રીજીને રાખવામાં આવ્યા. પ્રારંભથી જ ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાથીઓ હોંશે હોંશે જોડાયા. એટલે બીજા બે શાસ્ત્રીજી રિકવામાં આવ્યા, શ્રી ચંદ્રધર ઝા અને શ્રી કેશવ ઝા. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસની સાથે-સાથે સંસ્કૃત રૂપાવલિ, સમાસ–ચક, ભાંડારકરની બે બુક, એટલું પ્રાથમિક અભ્યાસ રૂપે કરાવીને-ચંદ્રપ્રભા વ્યાકરણ અભિધાનચિન્તામણિ કેષ વિ. ગ્રન્થ ભણાવાતા. શ્રી દલસુખભાઈ પિપટલાલ, સોમચંદ પોપટચંદ, ઉજમશી છોટાલાલ ઘીયા (પૂ. ઉદયસૂરિજી મ.), ભેગીલાલ પોપટચંદ, વાડીલાલ બાપુલાલ, આશાલાલ દીપચંદ, પુરૂષોત્તમદાસ છગનલાલ, મેહનલાલ પિપટલાલ, વગેરે પાઠશાળાના મુખ્ય અને બુદ્ધિશાળી વિદ્યાથીઓ હતા. એમાં શ્રીદલસુખભાઈ તથા શ્રી સેમચંદભાઈને તે પૂજ્યશ્રી સ્વયં અભ્યાસ કરાવતા હતા. આ સિવાય-પૂજ્યશ્રીએ એક “જંગમ પાઠશાલા' પણ સ્થાપી. જંગમ-એટલે હાલતી ચાલતી પાઠશાળા. જ્યાં સુધી પૂજ્યશ્રી ખંભાત બિરાજ્યા, ત્યાં સુધી તે વિદ્યાથીઓ ભણતા જ. પણ તેઓશ્રી જ્યારે વિહાર કરે ત્યારે વિહારમાં અને અન્યત્ર સ્થિરતા કરે તો ત્યાં આ જંગમ પાઠશાળા તેઓશ્રીની નિશ્રામાં ચાલુ જ રહેતી. તેમાં ખંભાત-અમદાવાદ આદિ અનેક સ્થળેના જ્ઞાન-પિપાસુ વિદ્યાથીઓ પૂજ્યશ્રીની સાથે-પાસે રહીને ભણતાં. ચોમાસું પૂર્ણ થયા પછી શ્રી અમરચંદભાઈને શ્રી સિદ્ધગિરિજીને છ “રી પાળતો સંઘ કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજયશ્રીને સંઘમાં પધારવાની વિનંતિ કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે–પાઠશાળા હજુ હમણું જ શરૂ થઈ છે. માટે હાલ તો ન આવી શકાય. પણ શેઠને અત્યંત આગ્રહ થવાથી છેવટે પૂજ્યશ્રીએ સ્વીકાર કર્યો. શાસ્ત્રીજીને બરાબર અધ્યયન કરાવવાની ભલામણ કરી તેઓશ્રી સંઘમાં પધાર્યા. અમરચંદભાઈએ કાઢેલા સંઘમાં આ છેલ્લે સંઘ હતો. એમાં ૭૦૦ થી ૮૦૦ યાત્રિકો જોડાયા હતા. શ્રીસિદ્ધિગિરિજીની સંઘ સહિત યાત્રા કરીને પૂજ્યશ્રી પુનઃ ખંભાત પધાર્યા. આ દરમ્યાન વિખ્યાત જર્મન પ્રોફેસર ડો. હર્મન જેકેબીએ (Dr. Hermann Jacobi) શ્રીઆચારાંગસૂત્રનું કરેલું ઈંગ્લિશ ભાષાંતર (English translation) પ્રગટ થયું હતું, તેમાં “જેનેના શાસ્ત્રમાં માંસાહાર કરવાનું વિધાન છે” એવું સ્પષ્ટ વિધાન તેમણે કરેલું. આવા અશાસ્ત્રીય અને અનર્થકારક લખાણથી સારાયે જૈન સમાજમાં ઉહાપોહ જાગ્યે, અને ડે. જેકેબીએ કરેલા આ વિધાનના વિરોધક ચક્રો ગતિમાન બન્યા. આપણુ પૂજ્યશ્રીએ પણ એ સંબંધમાં “મુંબઈ સમાચાર મારફત પત્રવ્યવહાર ચલાવ્યું. અને છેવટે તેઓશ્રી તથા પૂજ્ય મુનિશ્રી આનન્દસાગરજી મ., બંનેએ ડે. જેકેબીના વિધાનને પ્રતિકાર કરતી, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિ-પ્રયુક્તિઓથી ભરપૂર “gaર્ય-મીમાંસા” નામની પુસ્તિકા રચી અને પ્રકાશિત કરાવી. એના પરિણામે ડો. જેકેબીએ પિતાની ઉપયુક્ત ભૂલને એકરાર કરતે નિખાલસ ખુલાસે પણ જાહેર કરેલ. શા. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy