SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ શરૂ થયું, ત્યારે તે ખંભાતી નાણુની કિંમત કલદાર ૧' રૂા. ના “૧૨' આના જેટલી થતી. એ હિસાબે ખંભાતી રૂા. ૯૯ હજાર, બરાબર કલદાર રૂા. ૭૪ (સવા મેતેર) હજાર થાય. આથી પોપટભાઈ વગેરેના મનમાં થયું કે–પિતાજીને નિયમ ૯ હજાર રૂા.ને છે. તે જે સમયે જે ચલણ ચાલુ હોય, તે નાણુને હવે જોઈએ. તેથી કલદાર ૯ હજાર રૂા. રાખે તે નિયમભંગ ન કહેવાય. તેઓએ પિતાજીને એ વાત કરી. ત્યારે અમરચંદભાઈએ અડગ ટેકથી કહ્યું: “જે વખતે નિયમ લીધો, તે વખતે જે ચલણ હોય, તે નાણાને જ એ નિયમ છે. અને એ હિસાબે કલદાર નાણું ૭૪ હજારથી વધુ ન જ રખાય. રાખીએ તો નિયમ ભંગ થાય.” આ સાંભળીને પિપટભાઈ વિ. ના મનમાં સંકોચ થવા લાગ્યો. કારણ કે તેઓ ગભશ્રીમંતાઈમાં ઉછરેલા હતા. અને દરેક ભાઈઓને પરિવાર પણ વિશાળ હતો. ૭૦ હજાર રૂા. ના ભાગ પડે, તો દરેકને ૧૫ હજારથી પણ ઓછા મળે. હવે આટલી રકમમાંથી ૧૦ હજાર રૂપિયા પાઠશાળા માટે આપવા. એ વાતથી તેઓના મનમાં સંકોચ થાય એ સ્વાભાવિક છે. વળી દરેકના નામે જુદી-જુદી રકમ રાખીને અભિગ્રહમાં અતિચાર લગાડ એ અમરચંદભાઈને પાલવે તેમ હતું જ નહિ. આ હકીકત જાણીને પૂજ્યશ્રીએ અમરચંદભાઈને સમજાવ્યાં કે–“તમારા પુત્રોને સંતોષ થાય એમ વિચારવું એ ઉચિત છે.” જવાબમાં તેમણે મક્કમપણે કહ્યું કે ગુરુદેવ! મારા દેવ એક, મારા ગુરુ એક, મારે ધર્મ એક, મારા માતા એક, અને પિતા પણ એક, તેમ મારું વચન પણ એક જ હોય, તે અન્યથા ન જ કરાય. ' નિયમ-પાલનમાં દઢ અડગતા, એ આનું નામ. અમરચંદભાઈની આ નિયમ-પાલકતા આપણને સહજ રીતે જ શ્રી પેથડશાનું સ્મરણ કરાવે છે. પેથડશા-માંડવગઢના મહામંત્રીશ્વર હતા, સમગ્ર રાજકારભાર તેઓ ચલાવતા હતા. સ્વર્ણસિદ્ધિ અને ચિત્રાવેલી જેવી મહાન દિવ્ય સિદ્ધિઓ તેમને વરેલી હતી. અને છતાંય પરિગ્રહનું પરિમાણ કેટલું? તે ફક્ત પાંચ લાખ દ્રમ્મનું. એથી જેટલું વધે, પછી ભલે તે એક કોડ નામહોર હોય કે એક અબજ હેય, બધું ધર્મ-કાર્યમાં ખર્ચાય. - શ્રી અમરચંદભાઈની વાત પણ આવી જ છે ને! ૯૯ હજારને નિયમ એના ૭૪ હજાર થયા, છતાંય એ જ દઢતા. ખરેખર ! આવા મહાન શ્રાવકવથી જ જિનશાસન જળહળતું રહ્યું છે, અને રહેશે. હવે-રોકડા રૂપિયા તે દીકરાઓના હાથમાં–વેપારમાં હતા. તેથી શ્રીઅમરચંદભાઈ ૧૦ હજારની કિંમતના દાગીનાને દાબડે લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા, ને વિનંતિ કરીઃ સાહેબ! આ દાબડે જેને અપાવવા હોય તેને અપાવીને પાઠશાળા શરૂ કરાવે. આ વાતની શ્રીપ પટભાઈ વિ. ને જાણ થતાં તુરત જ તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, ને અમારા પિતાશ્રીએ જે કહ્યું છે, તે અમોને માન્ય જ છે, આમ કહી તત્કાલ રૂા. ૧૦,૦૦૦ ની રકમ પાઠશાળા ખાતે જમા કરાવી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy