________________
અમદાવાદને આંગણે
૪૯
શ્રીપાનાચંદભાઈની શ્રવણ-રૂચિ અપૂર્યાં હતી. એક સાચા ખ ુશ્રુત શ્રાવકને છાજે તેવી હતી. તે આપણા પૂજ્યશ્રીને કહેતા કે : “સાહેબ ! જિનેશ્વર દેવની પવિત્ર વાણીનું શ્રવણુ મહાન ભાગ્યેાય હાય તે! જ મળે. શહેરમાં કોઈક વખત પૂ. મુનિમહારાજના ચેાગ ન હોય તેા
તેા શ્રીપૂયજીની પાસે પણ જિનવાણી સાંભળવા જઉં છું. કેટલાક મને એમ પણ કહે છે કે-તમે શ્રીપૂજ્ય પાસે કેમ જાવ છે? ત્યારે હું તેમને જવાબ આપું છું કે : ભાઈ! ભલે તે પંચમહાવ્રતધારી સાધુ ન હોય, પણ જિનેશ્વરદેવના અનુયાયી-સભ્યધર તે છે ને ? હું તેા એમના સમ્યક્ત્વની સહા કરૂ છું, અને વ્યાખ્યાન સાંભળવા જઉં છું.
અને કોઈકવાર વ્યાખ્યાન શ્રવણ ન થઈ શકે તા હું કેઇક હોંશિયાર છેકરા પાસે ધાર્મિક પુસ્તકો વંચાવીને સાંભળું છુ.
આનું નામ સાચા શ્રમણેાપાસક. કેવી એમની જિનવાણીશ્રવણની રૂચિ ? કેટલી શુદ્ધ સહણા અને ગુણાનુરાગિતા ?
તત્ત્વાર્થ સૂત્રના આ ચાલુ વ્યાખ્યાનમાં તેએ હ ંમેશાં નિયમિત હાજરી આપતા. અને એક ચિત્તે વ્યાખ્યાનના શબ્દે શબ્દ સાંભળતા.
એકવાર વ્યાખ્યાનમાં ‘અવધિ-દેશન’ના અધિકાર આવ્યેા. પૂજ્યશ્રીએ અવધિ દર્શનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહ્યું : “અવધિ-દશનાવરણીય કમના ક્ષયાપશમના ખળે પદાર્થીનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરનાર અવિધ ઉપયાગ, તે અવધિદર્શન કહેવાય. અને તે નિયમા સમ્યગ્દર્શનધારીને જ હાય, મિથ્યાત્વીને નહીં.” અવધાન તુ સન્થાલ્ટેવ ન મિથ્યા
૧
જૈઃ ॥
આ સાંભળીને શ્રી પાનાચંદભાઈ એ પ્રશ્ન કર્યાં. “સાહેબ ! જો અવધિર્દેશન નિયમા સમ્યમૂત્વીને જ હાય, તેા આગમમાં અવધિદર્શનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ એ ‘૬૬' સાગરોપમ પ્રમાણુ કહ્યો છે, તે કઈ રીતે ઘટે ? કારણ કે-સમ્યક્ત્વના ઉત્કૃષ્ટકાળ તા ફકત એક ૬૬'
સાગરોપમ જ છે.’
જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું : “ભાઈ! શ્રી ભગવતીજી, શ્રીપન્નવણાજી, વગેરે આગમામાં વિભ’ગજ્ઞાનીને પણ અવધિદર્શન હેાય, એમ કહ્યું છે. એટલે એ અપેક્ષાએ-વિભગજ્ઞાનના ૬૬' અને અવિધજ્ઞાનના ‘૬૬' એમ એ ‘૬૬' સાગરોપમ સુધી અવધિદશન હેાય, એ યુક્ત છે. પણ તત્ત્વા–વૃત્તિકારના મત એવા છે કે- સમ્યગ્દષ્ટિને જ અવધિન હોય. ભિન્ન ભિન્ન વાચનાની અપેક્ષાએ આ બન્ને મત આપણે માટે તે પ્રમાણુ અને યથાર્થ જ છે.”
આવું શાસ્ત્ર–સિદ્ધ સમાધાન સાંભળીને શ્રીપાનાચંદભાઈ અપૂર્વ સતેષ પામ્યા. ધન્ય જ્ઞાની ગુરુ! ધન્ય વિદ્વાન શ્રોતા !
(૨) શેઠ શ્રી ધેાળશાજી. ગુજરાતના લોકપ્રિય જૈન નાટકકાર શ્રી. ડાહ્યાભાઈના તેએ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વૃત્તિના હતા. પેાતાના પુત્ર આવા મેાહનીય કાઁની વૃદ્ધિ ૧. તત્ત્વાર્થ-સિદ્ધસેનવૃિત ટીજા, (અ. ૨- સૂત્ર-૧)
શા. છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org