SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું પાંજરાપોળના શ્રાવકવેર્યોની વિનંતિથી પ.પૂશ્રી દાનવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં શ્રી તત્વાર્થાધિગમસૂત્ર-બૂડવૃત્તિ વાંચવી શરૂ કરી. મીઠાં પાણીની પરબે સૌ કોઈ પોતાની તરસ છીપાવવા જાય. અહીં પણ એમ જ બન્યું. પાંજરાપોળ-ઉપાશ્રયમાં મંડાયેલી આ જ્ઞાનામૃતની પરબ પર અનેક ભાવિક છે એ અમૃતને આસ્વાદ માણીને પોતાની ભાવ-તૃષા છીપાવવા માટે આવવા લાગ્યા. પાંજરાપોળ એ અમદાવાદનું હૃદયસ્થાન–કેન્દ્રસ્થાન (Heart of Ahmedabad) ગણાય. તેથી ત્યાં વ્યાખ્યાન સાંભળવા માટે જુદી જુદી પિળેના સેંકડે પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થો આવવા લાગ્યા. પૂ. શ્રી દાનવિજયજી મ. વિદ્વાન હતા, વકતા હતા. એટલે તેને તેમનું વ્યાખ્યાન રૂચી ગયું. કેટલાક દિવસો પછી પૂ. શ્રી દાનવિજયજી મ. ને શારીરિક અસ્વસ્થતાને કારણે આરામ લેવા માટે શેઠ હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીએ પધારવાનો વિચાર થયે. આથી શેઠ જેસીંગભાઈ આદિ અગ્રણી ગૃહસ્થોએ તેઓશ્રીને વિનંતિ કરી કે સાહેબ! આપશ્રી વ્યાખ્યાન કોઈ મુનિરાજને ભળાવતા જાઓ. વ્યાખ્યાન બંધ ન રહેવું જોઈએ. તેઓશ્રીએ આપણું પૂજ્યશ્રીને વ્યાખ્યાન સંપ્યું. પૂજ્યશ્રીએ કહ્યું: “સાહેબ! આપનું તત્ત્વાર્થનું વ્યાખ્યાન ધારાબદ્ધ ચાલુ રહે, માટે હું બીજુ કાંઈ વાંચીશ. આપશ્રી પુનઃ અહીં પધારે, ત્યારે તત્ત્વાર્થ વાંચશે.” ત્યારે તેઓશ્રીએ ફરમાવ્યું: ના ના! તમે પણ તત્ત્વાર્થ સૂત્ર જ ચાલુ રાખજે. - પૂજ્યશ્રીએ, “તહત્તિ' કહી એ વચન સ્વીકાર્યું. અને બીજા દિવસથી તત્વાર્થ-વિષયક વ્યાખ્યાનને મંગળમય પ્રારંભ કર્યો. આપણું મહાન ચરિત્રનાયકશ્રી એ દિવસે પ્રથમવાર પાંજરાપોળની પાવન પાટે બિરાજ્યા. તેઓશ્રીની મેઘ-ધ્વનિ શી સ્વર-ગંભીરતા, ઓજસ્વિની છતાંય આબાલવૃદ્ધજન સમજે એવી સરલ ભાષા, અને આકર્ષક શૈલી વગેરેથી જનતાને શ્રવણરસ દિનપ્રતિદિન વધવા લાગ્યું. એની સાથે શ્રોતાઓની સંખ્યા પણ વધતી ગઈ એ વખતના પ્રતિષ્ઠિત આગેવાન અને વિદ્વાન શ્રેતાઓને થોડે પરિચય આપણે મેળવી લઈએ. (૧) શ્રાદ્ધવર્ય શ્રી પાનાચંદ હકમચંદભાઈ. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પણ પૂ.પં.શ્રી પવિજ્યજી મ., પૂ.પં. શ્રી રૂપવિજયજી મ., પૂ. પં. શ્રીવીરવિજયજી મ. આદિ આગમધર મુનિપુરંદર પાસે તેમણે ઘણાં વર્ષો પર્યન્ત આગમનું શ્રવણ કરેલું. આથી તેઓ એક અનુભવવૃદ્ધ બહુશ્રત શ્રાવક કહેવાતા. આગમાં શ્રમણોપાસકને – “દા-ાદિયા” વિશેષણો આપવામાં આવ્યા છે. શ્રી પાનાચંદભાઈ પણ એવા જ બહુશ્રુત (અર્થજ્ઞાનથી) શ્રમણોપાસક હતા. એમના સહકારથી રાધનપુરવાળા મુનિ શ્રી વીરવિજયજી મ. (પાછળથી આ. શ્રીવીરસૂરિ– જી) વિગેરે મુનિવરે “શ્રી પનવણુ સૂત્ર” વાંચી શક્યા હતા. તેમ જ શ્રી રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી તથા શ્રી કેશવલાલ પ્રેમચંદ મદી વિગેરે વિદ્વાન શ્રાવકે “શ્રી લકપ્રકાશ” વાંચી શકયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy