________________
૪૦
શાસનસમ્રાદ્ પણ “તેજીને તે ટકે જ હોય.” ડાહ્યાભાઈએ મોટાભાઈની વાત સાંભળીને તે જ વખતે તેમની સમક્ષ પ્રતિજ્ઞા કરી કેઃ “મારે અત્યારથી જ તમામ વ્યસને ત્યાગ છે.”
મોટાભાઈ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમને ખાત્રી હતી કે ડાહ્યાભાઈ જે બેલે છે, તે કરે જ છે. એમાં શંકાને સ્થાન નથી. તેમણે તરત જ ગંભીરતાથી કહ્યું: તારે દીક્ષા નથી લેવાની. વ્યસન છોડયાં, એમ કહેવા માત્રથી શું વળે? વળી તારે તે હંમેશા પિંડા ખાવા જોઈએ છે. આ બધી વાતને મેળ દીક્ષામાં કયાં બેસે ? માટે દીક્ષાના વાત છેડી દે. અને જે કરતો હોય એ કર.
પણ ડાહ્યાભાઈ મક્કમ હતા. સૂર્યની ઉગમણી દિશા ફરે તો ડાહ્યાભાઈને નિશ્ચય બદલાય. તેમણે દઢ સ્વરે જવાબ આપે કે-“હું દીક્ષા લઈશ જ. બીજાં વ્યસને તે આજથી જ છેડ્યાં છે. અને પેંડા તે દીક્ષા લીધા પછી ન ખવાય એવું કેણે કહ્યું ?”
આ સાંભળીને ટોકરશીભાઈ ગરમ થઈ ગયા. તેમણે કહ્યું હું દીક્ષા નહિ જ લેવા દઉં. અને પછી તે બન્ને ભાઈઓમાં ઉગ્રતા આવી ગઈ. આ જોઈને પૂજ્યશ્રીએ બન્નેને વાર્યા– શાન્ત કર્યા. અને કહ્યું કે તમે બન્ને ભાઈઓ લડો તે યોગ્ય નથી. રીતસર વાત કરે, અને એક-બીજાને સમજી લો.
આથી બને શાંત તો થયા. પણ પિતપોતાની વાતમાં તે દઢ જે રહ્યા. ડાહ્યાભાઈ કહેહું દીક્ષા જરૂર લઈશ. તે ટોકરશીભાઈ કહે કે-હું કોર્ટમાં કેસ (case) કરીશ, અને મનાઈહુકમ લાવીશ.
અને ખરેખર ટેકરશીભાઈએ કેટમાં કેસ કર્યો. ન્યાયાધીશ પણ એમના મળતિયા નીકળ્યા. એમણે દીક્ષાના દિવસની જ મુદત પાડી. દક્ષાને શુભ દિવસ પહેલાં નિયત થઈ ગયા હતા.
આ જાણીને ડાહ્યાભાઈ પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. અને કહ્યું સાહેબ ! હું મક્કમ છું. નક્કી કરેલ મુહૂર્તને ફેરવવું નથી. એ જ દિવસે દીક્ષા લેવી છે. માટે એ દિવસે આપને કોર્ટમાં પધારવાનું. ચોઘડિયું આવે કે તરત જ મને રજોહરણ તથા એલપટ્ટો આપી દેશે, હું પહેરી લઈશ. બોલે, આપ સાહેબ તૈયાર છે ને ?
પૂજ્યશ્રીએ પણ હા પાડી. એટલે એ પ્રમાણે કાર્યક્રમ ગોઠવાઈ ગયો.
“વા વાતને લઈ જાય.” આ વાતની ખબર શહેરના શાણું શ્રાવકને પડી. તેઓએ ડાહ્યાભાઈની શુદ્ધ-ભાવના પારખી લીધી. એટલે તેમણે ટોકરશીભાઈને આવા સત્કાર્યમાં અંતરાય ન કરવા સમજાવ્યા. અને કહ્યું કે જે આ કેર્ટમાં આ પ્રમાણે કરશે તો તારી જ ફજેતી થશે.
- ટેકરશીભાઈ પણ સમજુ અને ભાવિક શ્રાવક હતા. તેઓ આ વાત સાંભળતા જ હિંગ થઈ ગયા. પિતાના ભાઈની આ ભાવના સાચી, શુદ્ધ અને દઢ છે, એ જાણું તેમને પોતે કરેલા અંતરાય માટે પશ્ચાત્તાપ થયો. તત્કાળ તેમણે કેસ પાછા ખેંચી લઈ, ભાઈને દીક્ષા લેવાની સહર્ષ અનુમતિ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org