SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન-પ્રભાવનાની ભવ્ય શરૂઆત એનાથી ખૂબ પ્રભાવિત અને સંતુષ્ટ બન્યું. ઝવેરી ઝવેરભાઈ (જખાભાઈ), દ્રવ્યાનુયોગના અભ્યાસી શા કાળીદાસ વીરજી, શા. કપૂરચંદ અજરામરવાળા, શા. સાંકળચંદ નારણુજી, શા. સૌભાગ્યચંદ કપૂરચંદ, નગરશેઠ ધારશીભાઈ દેવરાજ, વકીલ ચત્રભુજભાઈ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી હંસરાજભાઈ વિગેરે ત્યાંના અગ્રગણ્ય શ્રાવકવર્યો પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી આકર્ષાઈને તેઓના પરમભક્ત બની ગયા. સપુરૂષોની વિશિષ્ટતાને આ એક ઉત્તમ પ્રકાર છે, કે તેઓ સ્વ૫કાલમાં જ પિતાનાં સાવિક ગુણે વડે સૌ કોઈને પ્રભાવિત કરી દે છે. આ માસામાં જામનગરના તત્કાલીન જામસાહેબ પણ પૂજ્યશ્રીના દર્શનાથે આવ્યા હતા. - આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ અનેક આગમ-શાસ્ત્રોનું તલસ્પર્શી અવગાહન કર્યું, અનેક આગમિક-ગ્રન્થોનો અભ્યાસ કર્યો. પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજે (પૂ. શ્રી આત્મારામજી મ.) પૂજ્યશ્રીને વાંચવા માટે “શ્રી આવશ્યક સૂત્ર-સટીક (૨૨ હજારી)'ની હસ્તલિખિત પ્રત મોકલાવી. તે તેઓશ્રી સંપૂર્ણ વાંચી ગયા અને લહીઆઓ પાસે તેની નકલ પણ કરાવી લીધી. એ જમાનામાં આગમાદિ–ગ્ર હજુ મુદ્રિત થયા નહતા. એટલે સાધુઓ હસ્તલિખિત પ્રાચીન પ્રતિઓને વાંચવા-લખવા માટે ઉપયોગ કરતા. લહીયાઓ પાસે લખાવતા. પૂજ્યશ્રીએ પણ જામનગરમાં અનેક આગમ-ગ્રન્થો લહીયાઓ દ્વારા લખાવી લીધા. શા. સૌભાગ્યચંદ કપૂરચંદ આદિ ગૃહસ્થાએ એ ગ્રન્થ લખાવવાને સારો એ લાભ લીધો. જામનગરમાં પૂજ્યશ્રીના હસ્તે બે મહા-કાર્યો થયાં. (૧) એક ગૃહસ્થની દીક્ષા થઈકે જેઓ પૂજ્યશ્રીના શિષ્ય બન્યા. (૨) પૂજ્યશ્રીના ઉપદેશથી તીર્થયાત્રાને સંઘ નીકળે. જામનગરમાં ટોકરશીભાઈ અને ડાહ્યાલાલ નામે બે ભાઈઓ રહેતા હતા. બન્ને પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થ હતા. એમાં ડાહ્યાભાઈ સટ્ટાબજારના રાજા જેવા ગણતા. સટ્ટાના ધંધાને લીધે તેમને ખાવાપીવાના અમુક વ્યસને પણ હતા, જે છોડવા બહુ દુષ્કર હતા. સ્વભાવે બહુ દઢ અને મક્કમ. એમણે મનમાં એક વાતને નિશ્ચય કર્યો, તે પછી એ નિશ્ચયને ફેરવવાની કેઈનીય તાકાત નહિ. તેઓ પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળવા હંમેશાં આવતા. પૂજ્યશ્રીની સાત્વિક અને વૈરાગ્યરંગવાસિત મધુરી વાણી તેમના દિલમાં અસરકારક ચેટ લગાવી ગઈ. અને તેમને દીક્ષા લેવાની ભાવના જાગી. તેમણે પૂજ્યશ્રીને પોતાની ભાવના જણાવી. તેઓએ એમાં અનુમોદના અને પુષ્ટિ આપી. પૂજ્યશ્રીનું પ્રોત્સાહન મળ્યું, એથી ડાહ્યાભાઈ કૃતનિશ્ચયી બની ગયા કે દીક્ષા લેવી જ. તેમણે મોટાભાઈને વાત કરી. તેઓ તે આ સાંભળતાં જ હસી પડ્યા. તેમણે કહ્યું : “ભાઈ ! તું દીક્ષા લેવાની વાત કરે છે, પણ આ વ્યસને તે છૂટતાં નથી. તેમના મનમાં એમ કે વ્યસનની યાદ આવતાં જ દીક્ષા વિસરાઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy