________________
[૧૪]
શાસન-પ્રભાવનાની ભવ્ય શરૂઆત
આપણા મહાન ચરિત્રનાયક મુનિશ્રી નેમવિજયજી મહારાજે પ્રથમ ચાર ચાતુર્માસ પિતાના પૂજ્ય ગુરૂદેવની પુણ્ય-નિશ્રામાં ભાવનગરમાં પસાર કર્યા. અને પાંચમું ચાતુર્માસ પૂ. ગુરૂદેવની આજ્ઞાથી પાલિતાણા પૂજ્ય શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) ની નિશ્રામાં કર્યું.
આ પાંચ વર્ષ દરમિયાન તેઓશ્રીએ સિદ્ધાંતચન્દ્રિકા, સિદ્ધાંતકૌમુદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન,બહદુવૃત્તિ, વ્યુત્પત્તિવાદ વગેરે વ્યાકરણના મહાગ્રન્થનું અધ્યયન કર્યું. અને પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પાસે ન્યાયના વિશિષ્ટ ગ્રન્થો ભણ્યા. - “સિદ્ધહેમ-બહવૃત્તિ વ્યાકરણ જ્યારે પૂજ્યશ્રી ભણતા હતા ત્યારે તેઓશ્રીના અભ્યાસાર્થે તે મહાવ્યાકરણની શુદ્ધ પ્રત લખાવવામાં આવી હતી. આ પ્રત આજે પણ ખંભાતના શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. તેમાં ઠેરઠેર ટિપ્પણીઓ-ચિહ્નો તેઓશ્રીએ કર્યા છે. એ પ્રતની અત્ય-પુષ્પિકા આ રહી
इदं चालेखि श्रुतज्ञानविशारदशारदविशददीधित्यपास्तैदयुगीनविस्फूर्जदज्ञानान्धकार -श्रीमत्तपागच्छनभोनभोमणि-गच्छाधिपतिसुविदित श्री वृद्धिचन्द्राऽपर नाम श्रीमद्धिविजयवरणारविन्दमिलिन्दायमानान्ते वासि-नानाग्रन्थ-व्याख्यान धुरीण मुनिश्री नेमिविजय पठनार्थम् ॥ वि. सं. १९५०, भाद्रपद कृष्ण १३, भावनगरे।।
સં. ૧૯૪– ચેમાસું પૂર્ણ થયા બાદ તેઓશ્રીને શ્રીગિરનાર–મહાતીર્થની યાત્રા કરવાની ભાવના થઈ તેથી પૂ. શ્રી દાનવિજયજી મહારાજની અનુજ્ઞા લઈ તેઓશ્રી તથા પૂ. મુનિશ્રી પ્રધાન વિજયજી મ. પાલિતાણથી વિહાર કરીને જુનાગઢ પધાર્યા. તીર્થાધિરાજ શ્રી રિવતગિરિની યાત્રા કરી.
જુનાગઢમાં શ્રાવક ડે. શ્રી ત્રીભોવનદાસ મોતીચંદ્ર આંખના (specialist)-સ્પેશ્યાલીસ્ટ હતા. પૂજ્યશ્રીને આંખની તકલીફ ભાવનગરથી હતી. એટલે ડોકટરે આંખ તપાસીને જણાવ્યું કે-“ઓપરેશન-(operation) કરાવવું પડશે.” પણ આપણું પૂજ્યશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે-મારે ઓપરેશન કરાવવું નથી. ગુરુદેવના હિતકારી-વચનોને તેઓશ્રીએ પોતાના માનસપટમાં શ્રદ્ધાના ટાંકણથી દઢ રીતે અંકિત કરેલા હતા.
જુનાગઢથી વિહાર કરી વંથલી, વેરાવળ, માંગરોળ વગેરે સ્થળોએ વિચરતા વિચરતા તેઓશ્રી જામનગર પધાર્યા.
તેઓશ્રીની વિદ્વત્તા, સંવેગરસભરપૂર સચ્ચારિત્ર, અને નિસર્ગ-રમણીય દેશનાશક્તિ, આ ત્રણ અદ્ભુત ગુણોથી આકર્ષાઈને જામનગરના શ્રી સંઘે તેઓશ્રીને ચાતુર્માસિક સ્થિરતા માટે આગ્રહ-પૂર્ણ વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પણ લાભાલાભને વિચાર કરીને એ વિનંતિને સ્વીકાર કર્યો. એટલે આ-૧૫૦ નું તેઓશ્રીનું ચોમાસું જામનગર નક્કી થયું.
પૂજ્યશ્રીનું આ પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ હતું. પણ એમની વાણીમાં જ એવું અદ્ભુત ઓજસ હતું, આકર્ષણ હતું, કે થોડા દિવસોમાં જ જામનગરને ભાવિક શ્રાવક વર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org