________________
શ્રીગુરુદેવની ચિર—વિદાય
અવણુ નીય હતા. એ આહ્વાદ જોતાં કાઈ ને કલ્પના સરખીય નહેાતી આવતી, કે ગુરુદેવના આપણને વિચેાગ થશે.
વૈશાખ શુદી છ ના દિવસ આબ્યા. આજે શ્વાસનુ જોર વધ્યું. સાધુ-સાધ્વી આદિ સકલ શ્રીસંધ આહાર-પાણી વિ. સર્વ કાર્ય છેોડીને ગુરુદેવની તહેનાતમાં જ બેઠા હતા. ચાર શરણા–અને નવકાર મહામંત્રનું શ્રવણ ચાલુ જ હતુ. ગુરુદેવના મુખમાં પણ એકમાત્ર ‘અરિદ્વૈત-સિદ્ધ-સાઢુ' નું જ ઉચ્ચારણ હતું. ડાકટર-વૈદ્યો પોતાના ઉપચારા કયે જ જતા હતા, પણ ઢોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારૂ કાણુ છે?” એ ઉક્તિ અનુસાર એકેય ઉપચાર સફળ ન જ થયા. અને છેવટે-અત્યંત લગ્ન સાદું' આ અષ્ટાક્ષરી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સંપૂર્ણ સમાધિભાવે રહેલા પૂજ્યપાદ ગુરુદેવ આ નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગલોકના પથે સંચર્યાં.
૩૦
ઘડિયાળના કાંટા ત્યારે ૯ કલાક ઉપર ૩૦ મિનિટના સમય દર્શાવતા હતા.
સલ સંઘના દુઃખના પાર ન રહ્યો. શિષ્ય પરિવારના દુઃખની તેા વાત જ શી કરવી ?
આ દુઃખઃ-આઘાતજનક સમાચાર પાલિતાણા પૂ. શ્રી દાનવિજયજી મ. તથા સ્વ. પૂજ્ય ગુરુદેવના પ્રિય-શિષ્યરત્ન આપણા ચરિત્રનાયકશ્રીને મળ્યા. તેમના દુઃખનેય કઇ પાર ન રહ્યો. આપણા ચરિત્રનાયકશ્રીને જાણે વજ્રાઘાત થયા. આંખે આંસુની ધારા વહી રહી. ખાવુ પીવું ઝેર થઈ ગયું. અણુધાર્યાં આ બનાવ બનવાથી ગુરુદેવની અ ંતિમ સેવામાં પેાતે હાજર ન રહી શકયા, એ વિચાર આવતાં જ તે ગમગીન બની ગયા. પણ શું થાય ? ભાવિ આગળ કાઇનું ચાલતુ નથી, આ વાત તેઓશ્રી સારી રીતે સમજતા હતા. તેઓએ જ્ઞાનદૃષ્ટિથી વિચાર્યું કે હવે તેા પૂ. ગુરુદેવ જેવા ગુણા કેળવીને એમની શાસન-સેવાની અભિલાષા પૂર્ણ કરવી જોઈ એ.
આ વિચાર આવતાં જ તેએશ્રી મનેામન શાસનની સેવા કરવા માટે કૃતનિશ્ચયી બન્યા. ત્યારપછી તા ૧૯૪૯ન્નું ચામાસું તેઓએ પાલિતાણામાં જ કર્યું. આ ચાતુર્માસમાં સતત અધ્યયન–અધ્યાપન કાર્ય માં તત્પર રહેવા છતાંય, અને શારીરિક સ્વસ્થતા જોઈએ તેવી ન હેાવા છતાંય, તેઓશ્રી ધ્રુતિથિના ઉપવાસ કરતા.
પાઠશાળામાં અધ્યયન-અધ્યાપન કાર્ય વેગપૂર્ણાંક ચાલી રહ્યું હતું. આ પાઠશાળામાં શ્રાવકવિદ્યાથી પણ અભ્યાસ કરતા હતા. જેમાં શ્રી માહનલાલભાઈ (પૂજ્ય આ. શ્રી મેાહનસૂરિજી મ.) તથા શ્રી વિઠ્ઠલદાસ મગનલાલ ભટ્ટારક (પૂ. શ્રી ખાન્તિવિજજી-દ્યાદાના શિષ્ય મુનિશ્રી માહનવિજયજી મ.) વિગેરે મુખ્ય હતા.
આ ચામાસામાં પૂજ્યશ્રી દાનવિજયજી મહારાજે સ્વામિનારાયણ પંથના એક વિદ્વાન્ સાધુ સાથે સતત છ કલાક સુધી સ ંસ્કૃતમાં વિવાદ કરીને જયપતાકા મેળવી. એમાં આપણા પૂજ્યશ્રીએ પણ મહત્ત્વના અને પૂરક ભાગ લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org