________________
શાસન-પ્રભાવનાની ભવ્ય શરૂઆત
૪૧
ત્યાર પછી તે નિયત-દિવસે શ્રી ડાહ્યાભાઈની દીક્ષા ઘણી જ ધામધૂમથી પૂજ્યશ્રીના હસ્તે થઈ ટોકરશીભાઈ એ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો, અને ૯ નાત જમાડી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ શ્રી સંઘ સમક્ષ નવદીક્ષિતનું નામ મુનિશ્રી સુમતિવિજયજી મહારાજ રાખીને પૂજ્યશ્રીએ પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા.
પૂજ્યશ્રીના આ પ્રથમ પટ્ટધર શિષ્ય થયા. ખરેખર ! “કમે શૂરા સે ધમે શૂરા” એ વાત અહીં સર્વથા સાર્થક થાય છે.
આપણા ચરિત્રનાયકશ્રીના હસ્તે જામનગરમાં થયેલા બે મહાકાર્યોમાંનું આ પ્રથમ મહાકાય છે. આમાં તેઓશ્રીની ગંગા-પ્રવાહશી નિમળ, અમૃત–મધુરી દેશનાવાણીને પ્રભાવ પ્રત્યક્ષ જણાય છે.
બીજું મહાકાર્ય તીર્થયાત્રાને સંઘ.
શેઠ સૌભાગ્યચંદ કપૂરચંદ પૂજ્યશ્રીના પરમભક્ત હતા. તેઓ પ્રતિદિન એકચિત્ત પૂજ્યશ્રીને ઉપદેશ સાંભળતા, અને હૈયામાં ઉતારતા. અને પરિણામે તેમને છ “રી પાળ શ્રીગિરનારજી તથા શ્રીસિદ્ધગિરિજી મહાતીર્થને સંઘ કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજ્ય મહારાજશ્રીને વિનંતિ કરી, કે આપશ્રીની નિશ્રામાં ભારે સંઘ કાઢો છે. મહારાજશ્રીએ પણ તે સ્વીકારી. એટલે સંઘ કાઢવાનું નક્કી થયું.
એક શુભ મુહુર્ત જામનગરથી એ છબી પાળતા સંઘે શ્રી ગિરનારજી તરફ પ્રયાણ કર્યું. એકાહારી, ભૂમિસંથારી, સમ્યકત્વધારી, સચિરપરિહારી, પાદ-વિહારી, શુદ્ધ બ્રહ્મચારી_આ છે પ્રકારની “રી ધારણ કરનારા ભાવિક યાત્રીઓને યાત્રા સંઘ એ છે “રી પાળ સંઘ કહેવાય છે. આ છ “રી પાળતા સંઘની મહત્તા ઘણી ઘણું છે. એમાં ત્યાગમય સાધુજીવનની સુમધુર અનુભૂતિ થાય છે. એથી જ આ સંઘમાં સેંકડો ભવ્યાત્માઓ જોડાયા હતા.
'રામાનુગ્રામ પસાર કરતે આ સંઘ શ્રી ગિરનાર મહાતીર્થની છત્રછાયા તળે આવી પોં. સૌએ ભાવપૂર્વક યાત્રા કરી. તીર્થાધિપતિ શ્રીનેમિનાથપ્રભુને ભક્તિભાવથી ભેટયા-પૂજ્યા.
અહીંથી શ્રીસિદ્ધાચલજી તરફ પ્રયાણ કર્યું. અને ક્રમશઃ શ્રીસિદ્ધાચલજી પહોંચ્યા. અહીં પણ અનુઠા ભાવથી શ્રીઆદીશ્વરદાદાના દર્શન-પૂજન કરી સૌ પાવન બન્યા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈએ પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરી. અને સંઘમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો.
આપણુ ચરિત્રનાયકશ્રીના ઉપદેશથી નીકળેલા અનેક સંઘોમાં આ પ્રથમ તીર્થયાત્રાને સંઘ હતો.
-
શા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org