________________
હપ
શ્રીગુરુદેવની ચિરવિદાય ભકિત કરવા આવે છે કે ઉજાગર કરાવીને તબીયત બગાડવા ? તમારે તે ઘેર જઈને ગાદલામાં સૂઈ જવાનું છે. પણ મહારાજ સાહેબની તે તબીયત બગડે છે.”
શેઠ અમરચંદભાઈ વિ. પણ સમજુ શ્રાવકે હતા. તેઓ આ પ્રમાણે પૂજ્યશ્રીનું કહેવું સાંભળીને સમજી ગયા. અને ત્યારપછી હંમેશાં વહેલાસર આવવા લાગ્યા.
આ પછી ૧૭૪૭નું ચાતુર્માસ પણ ભાવનગરમાં જ થયું.
[૧૩]
શ્રીગુરુદેવની ચિર-વિદાય
પરમપૂજ્ય તપાગચ્છાધિરાજ ગણિપ્રવર શ્રી મૂળચંદજી મહારાજના પૂજ્ય શ્રી દાનવિજયજી મહારાજ નામના એક શિષ્ય હતા. તેઓ પંજાબના હતા. વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના તેઓ અજોડ વિદ્વાન હતા. વ્યુત્પત્તિવાદ જેવા આકરગ્રન્થ તે તેમને કંઠસ્થ જેવા હતા. તેમણે કચ્છમાં અનેક સ્થાનકમાગી સાધુઓને પ્રતિમાની શ્રદ્ધાવાળા બનાવ્યા હતા, સંગી માર્ગના અનુરાગી બનાવ્યા હતા.
સંગ્રહણને વ્યાધિ થવાથી તેઓશ્રી ૧૯૪૬માં ભાવનગર પધાર્યા. ત્યાં પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વિનયી શિષ્યની સુન્દર વૈયાવચ્ચથી તેઓની તબીયત સ્વસ્થ થઈ ગઈ.
પૂર્વાચાર્યોએ રચેલા ન્યાય-વ્યાકરણ-વિષયક મહાન્ ગ્રન્થને અભ્યાસ સાધુઓમાં સારી રીતે થાય એ માટે તેમના હૃદયમાં તીવ્ર અભિલાષા હતી. અને એને માટે એક વ્યવસ્થિત પાઠશાળા સ્થાપવાની તેમની ઈચ્છા હતી. પોતાની આ અભિલાષા તેઓએ પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને જણાવી. તેઓશ્રીએ આ વાત વધાવી લીધી. અને તેમાં પુષ્ટિ પણ કરી.
પાઠશાળા સ્થાપીએ, તે શાસ્ત્રીને રોકવા પડે, પિસાની પણ વ્યવસ્થા જોઈએ જ. એ વ્યવસ્થા કઈ રીતે કરવી એનો વિચાર તેઓશ્રીને થયે. પણ પવિત્ર પુરૂષને પોતાની પવિત્ર ઈચ્છાઓને સફળ બનાવવા માટે સમયની રાહ જેવી નથી પડતી. તેઓ તે ઇચ્છા કરે કે, તત્કાળ એ સફળ થાય જ છે. અહીં પણ એમ જ બન્યું. મુર્શિદાબાદના ધર્મનિષ્ઠ—ધનકુબેર બાબુ બુદ્ધિસિંહજી શ્રી સિદ્ધિગિરિરાજની યાત્રાર્થે આવ્યા. ત્યાંથી પૂજ્ય મહારાજશ્રીને વંદન કરવા માટે ભાવનગર આવ્યા. તે વખતે પૂજ્ય શ્રીદાનવિજયજી મહારાજે પાલીતાણમાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપવા માટે તેમને પ્રેરણા કરી. પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે પણ આ બાબતમાં ઉપદેશ આપે.
પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી ઉદાર-દિલ એ બાબુ સાહેબે પિતાના તરફથી ત્રણ વર્ષને સંપૂર્ણ ખર્ચ આપવાનું કહ્યું. આ જોઈને ત્યાં હાજર રહેલા ભાવનગરના આગેવાન શેઠ વેરા જસરાજ સુરચંદ, તથા શા. આણંદજી પુરૂષોત્તમે પણ પોતાના તરફથી યથાશક્તિ સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org