________________
શાસનસમ્રાટું
ત્યાર પછી તેઓ ભાવનગર પૂ. ગુરુદેવના પાવન પાદ–કમલોમાં હર્ષપૂર્ણ હવે ઉપસ્થિત થયા. વન્દન કર્યું. ગુરુદેવશ્રીએ પણ પિતાના વિનયી શિષ્યને ઉરના આશિષ આવ્યા. - પૂ. ગુરુદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજની તબીયત ઘણા સમયથી નાજુક રહેતી. તેઓ શ્રીને સંગ્રહણીને વ્યાધિ થયેલે. બનેલું એવું કે
તેઓશ્રીના વડીલ ગુરુ બધુ પૂ. શ્રીમૂળચંદજી મહારાજ એક વખત ગોચરીમાં દૂધ વહોરી લાવ્યા હતા. તેમાં શ્રાવકે ભૂલથી સાકરને બદલે “મીઠું” વહોરાવી દીધું હતું. આ વાતને તેઓશ્રીને ખ્યાલ ક્યાંથી હોય ? પણ પૂજ્ય ગુરુમહારાજશ્રી બુટેરાયજી મહારાજ દૂધ વાપરતા વેંત જ બોલ્યા કે-“મૂલા ! મેરી જીભ ખરાબ હો ગઈ, યહ દૂધ કરૃઆ (ખારા) લગતા હૈ.”
આ સાંભળી પૂજ્ય શ્રીમૂળચંદજી મહારાજે એ દૂધ વાપરી જોયું. તેઓએ કહ્યું “સાહેબ ! આમાં ભૂલ થઈ લાગે છે. સાકરના બદલે મીઠું આવી ગયું છે અને તેઓ પોતે એ દૂધ વાપરવા તૈયાર થયા. આ જોઈ તુર્ત જ બાજુમાં બેઠેલા પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ બોલ્યા : “સાહેબ ! એ દૂધ આપને વાપરવાનું ન હોય, હું વાપરી જઈશ.” આમ કહી તેઓશ્રી એ બધું દૂધ વાપરી ગયા.
તેઓશ્રી એ દૂધ વાપરી તે ગયા પણ એ ખારા ઉખ જેવા દૂધને લીધે તેઓશ્રીને સંગ્રહણીને વ્યાધિ થઈ ગયે. એ વ્યાધિ તેમને છેવટ સુધી રહ્યો. ઘણાં ઔષધોપચાર કરવા છતાંય એ રોગથી તેઓ મુક્ત ન જ બન્યા. અને તેને લીધે તેઓએ છેલ્લાં ૧૧ માસા ભાવનગરમાં જ કર્યા.
- તેઓશ્રીએ ભાવનગરના ઉદ્ધારમાં—એને ધાર્મિક ક્ષેત્રે આગળ વધારવામાં આ અગીયાર વષોમાં પોતાના પ્રાણ રેડેલા. એટલે ત્યાંના એકએક જેનને તેઓશ્રી ઉપર ખૂબ ભકિત અને શ્રદ્ધા હતી. શેઠ અમરચંદ જસરાજ, શ્રીકુંવરજી આણંદજી વિગેરે ત્યાંના આગેવાન શ્રાવકે તેઓશ્રી પાસે હંમેશાં રાત્રે મોડેથી આવતા, અને રાતના બાર-એક વાગ્યા સુધી તેઓશ્રીની સાથે જ્ઞાન-ચર્ચા કરતા.
પૂ. મહારાજશ્રી તબીયત નરમ હોવા છતાંય પિતાના પપકારી સ્વભાવને લીધે તેમને નિષેધ ન કરતા. પણ આવા હંમેશના ઉજાગરા તેમની તબીયતને માટે અનુકૂળ નહોતા. આથી એકવાર તેઓશ્રીએ આપણું ચરિત્રનાયકશ્રીને કહ્યું, “જેને નેમા ! મારું શરીર આવું નરમ છે, ને આ લોકો ઉજાગરા કરાવે છે.”
આ સાંભળી તેઓએ ગુરુ માને કહ્યું, “સાહેબ! આપ કહો તો હું તેઓને (શ્રાવકોને) સૂચના આપી દઉં.”
ગુરુદેવે “સારૂં-સારૂં” કહીને અનુમતિ આપી. રાત પડી. હંમેશની જેમ બધા શ્રાવકે આવ્યા. ત્યારે પૂજ્યશ્રીએ એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે “તમે બધા ગુરુમહારાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org