________________
[૧૨]
વડી દીક્ષા અને ગુરૂદેવની માંદગીનું રહસ્ય
પરમ પૂજ્ય તપાગચ્છાધિરાજ ગણિવર્ય શ્રી મૂળચંદજી મહારાજ (શ્રી મુક્તિવિજયજી મહારાજ) ૧૯૪૫માં માગશર વદિ “”ના દિવસે કાળધર્મ પામ્યા હતા. તેઓશ્રીનાં કાળધર્મ બાદ સાધુ-સાધ્વીઓને ગદ્વહન કરાવી, વડી દીક્ષા આપે એવું કંઈ ન હતું. એ કારણે સમુદાયમાં ઘણું સાધુ-સાધ્વીજીઓની વડી દીક્ષા અટકી હતી. એ બાબતમાં ઉકેલ લાવવા માટે પરમ પૂજ્ય મુનિવર “શ્રીનીતિવિજયજી મહારાજે સમુદાયના નાયક અને પિતાના વડીલ ગુરૂબધુ પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પૂછાવ્યું કે : “હાલ થડા સમય માટે “મહાનિશીથને ગેઢાહી સાધુ પાસે વડી દીક્ષા કરાવી લઈ એ તો કેમ ?”
પૂજ્ય મહારાજશ્રીએ જવાબમાં જણાવ્યું કે-“આ રીતે આપણે આપણી પરંપરા ઓળંગવી નથી. ઘેડ સમય વધારે ચલાવી લઈએ એ ગ્ય છે.”
ત્યાર પછી અમુક વિચાર-વિનિમયને અંતે એમ નકકી કરવામાં આવ્યું કે-અમદાવાદ લવારની પિળના ઉપાશ્રયના અધિનાયક પૂજ્ય પંન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજની પાસે ચાદ્ધહન તથા વડીદીક્ષા કરાવી લેવા.
સં. ૧૯૪૬નું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સં. ૧૯૪૭માં આપણું ચરિત્રનાયક મુનિરાજશ્રી, આદિ મુનિવરે પૂ. ગુરૂદેવની આજ્ઞા મળવાથી ભાવનગરથી વિહાર કરીને અમદાવાદ પધાર્યા.
અમદાવાદ આવીને પૂ. પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજ પાસે વિધિપૂર્વક પેગ વહ્યા. અને બીજા સાધુઓ સાથે તેમની વડી દીક્ષા પણ પૂજ્ય પંન્યાસજી મહારાજે કરી.
વડી દીક્ષા થયા પછી થોડા દિવસ તેઓ અમદાવાદમાં રોકાયા. અને એ દરમ્યાન બાકી રહેલ “સિદ્ધાન્ત કૌમુદી પૂર્ણ કરીને પૂજ્ય ગુરૂદેવની ભાવનાને સાકાર બનાવી. આ કૌમુદી પૂર્ણ થઈ ત્યાં સુધી તેઓશ્રીને છ વિગઈને ત્યાગ જ હતો. ત્યારબાદ તેઓશ્રીએ પુનઃ શ્રીગુરૂભગવંતની સેવામાં હાજર થવા માટે ભાવનગર તરફ વિહાર કર્યો. તે વખતે પૂ.મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજે (પૂ આ. શ્રીસિદ્ધિસૂરિજી મ.) મુનિશ્રી પ્રમોદવિજયજી નામના પિતાના એક શિષ્ય કે જેની દીક્ષા તાજી થયેલી અને તેની પાછળ કંઈક તૂફાન જેવું હોવાથી તેને અમદાવાદમાં રાખવા એ હિતાવહ નહતું–તેમને આપણું પૂજ્યશ્રીને પિતાની સાથે કાઠિયાવાડ લઈ જવા સોંપ્યા. આ વખતે બીજા સાધુઓ કાઠિયાવાડ તરફ જવાના હોવા છતાંય આપણું પૂજ્યશ્રીની પ્રતિભા અને બુદ્ધિશક્તિ ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ હેવાથી તેમની સાથે જ મોકલ્યા. તેઓ પણ એ નૂતન મુનિને પ્રેમપૂર્વક સાચવીને પિતાની સાથે લઈ ગયા, અને કાઠિયાવાડ પહોંચ્યા બાદ ત્યાં વિહરતા તેમના (શ્રી સિદ્ધિવિજયજી મ. ના) સમુદાયના અન્ય મુનિઓને સોંપી દીધા.
આવી નાની વયમાં પણ આપણું ચરિત્રનાયકશ્રીની સ્વ-પર સમુદાયના મુનિઓને સાચવવાની કુશળતા અને કાર્યદક્ષતા કેવી ઉત્તમ હતી ? તે આ પ્રસંગ પરથી જણાય છે.
શા. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org