SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું “આજે આમ કેમ, મહારાજ ? પચ્ચક્ખાણની ઉતાવળ કેમ ? હજી તે ઘણી વાર છે.” આપણુ પૂજ્યશ્રીએ પૂછયું. તેમની આશ્ચર્ય પરંપરા વધતી જ જતી હતી. હજી સુધી તેમને ક૯૫ના સરખીય નથી કે મારે વ્યાખ્યાન વાંચવાનું છે. જવાબ મળેઃ પર્વ દિવસમાં જલ્દી પચ્ચક્ખાણ આપી દઈએ તે તપસ્વીઓને અનુકૂળતા રહે. અને પચ્ચખાણ અપાઈ જતાં જ પૂજ્યશ્રીના હાથમાં પાના સેંપીને શ્રી ચારિત્રવિજ્યજી મહારાજ પાટ પરથી ઉતરી ગયા. પૂજ્યશ્રીએ પૂછ્યું આ શું ? આપ કેમ ઉતરી ગયા? તેઓએ સસ્મિત જવાબ આપેઃ ગુરૂમહારાજની આજ્ઞા છે, કે બાકીનું વ્યાખ્યાન તમારે વાંચવું. આમ કહી તેઓ જતા રહ્યા. પૂજ્યશ્રી તો ભારે વિસ્મય અને વિમાસણમાં પડી ગયા તેમને હવે સમજાયું કે ગુરુદેવે આજે કેમ પિતાને મોકલ્યા હતા. પછી તે તરતજ તેઓએ ગુરુમહારાજની આજ્ઞાને શિરોધાર્ય ગણી સભા સમક્ષ અર્ખલિત વાગ્ધારાથી રોચક શૈલીમાં અક્ષુબ્ધપણે વ્યાખ્યાન ચલાવ્યું, અને સમગ્ર સભાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી. શેઠ જસરાજભાઈ વિગેરે આબાલ-વૃદ્ધજનોએ તેઓશ્રીની આવી વિદ્વત્તાની ખૂબ - ખૂબ પ્રશંસા કરી. ગુરુ મહારાજ પણ ખૂબ સંતુષ્ટ થયા. થાય જ ને? તેમને શિષ્ય ઉપર વિશ્વાસ સંપૂર્ણ રીતે સફળ બન્યો હતો. તેઓ શ્રીમાન પોતાના આ તેજસ્વી તેમજ આશાપદ શિષ્ય ઉપર અંતરના આશીર્વાદ વરસાવી રહ્યા. આપણું ચરિત્રનાયકશ્રીના જીવનને આ અનુપમ પ્રસંગ હતો. આ ચોમાસામાં જ તેમની કુશાગ્ર બુદ્ધિ તથા ભણવાની તમન્ના જોઈને ગુરુદેવે તેમને સંસ્કૃત વ્યાકરણ ભણાવવાને પ્રબંધ કર્યો. સંસારીપણુમાં તેઓએ સંસ્કૃતનો અભ્યાસ કરેલ હેવાથી વ્યાકરણમાં પ્રવેશ મેળવે હવે તદ્દન સરળ હતા. ભાવનગરમાં એક વૃદ્ધ શાસ્ત્રીજી હતા. મણીશંકર ભટ્ટ એમનું નામ. તેઓ વ્યાકરણ તથા કાવ્ય બહુ સરસ ભણાવતા. તેમની પાસે “ વિતર્યાદ્રિવ” નામનું વ્યાકરણ શરૂ કર્યું. વ્યાકરણનો ઘણે ભાગ એમની પાસે ભણ્યા. ઘણું બાકી રહ્યું તે શ્રી નર્મદાશંકર. નામના શાસ્ત્રીજી કે જેઓ-જૈનધર્મ પ્રસારક સભામાં પંડિત તરીકે રહેતા, અને સાધુ-સાધ્વીઓને ભણાવતા–તેમની પાસે ભણ્યા. રઘુવંશ અને કિરાત જેવાં મહાકાવ્યો પણ વાંચ્યા. આટલું અધ્યયન કરતાં એમના જેવા બુદ્ધિશાળીને કેટલી વાર? એ તે ચોમાસા દરમ્યાન જ પૂરું થઈ ગયું. - હવે આગળના અધ્યયનનો પ્રશ્ન ઊભો થયો. તત્કાલીન સાધુઓમાં અભ્યાસની પ્રવૃત્તિ હજી ઘણુ અલ્પ પ્રમાણમાં હતી. સાધુઓમાં બહુ-બહુ તો ચન્દ્રિકા વ્યાકરણ સુધી જ અભ્યાસ પ્રવર્તતે હતો. સિદ્ધાન્ત કૌમુદી વ્યાકરણના તે નામથી જ લકે ફફડતાં. શ્રી ગુરુમ. ની ભાવના હતી કે-આપણે કઈ બુદ્ધિસાન સાધુ “કૌમુદી વ્યાકરણ ભણે તે સારું. પૂજ્યશ્રીને એ વાતની ખબર પડી. તેમને પણ અભ્યાસમાં આગળ વધવું જ હતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy