________________
શાસ્ત્રાભ્યાસ
૩૧
એટલે “જોઈતું તું ને વૈદ્ય કહ્યું” જેવું થયું. તેઓએ પૂ. ગુરુમા ને વાત કરી કે સાહેબ! આપની ભાવના પ્રમાણે હું “સિદ્ધાન્ત કૌમુદી' ભણવા તૈયાર છું. મને વ્યવસ્થા કરાવી આપે.
પિતાના પ્રિય શિષ્યની આવી ઉત્તમ અભિલાષા જાણુને ગુરુમ. ના આનન્દને અવધિન રહ્યો. તેઓએ કહ્યું ભાઈ! તારી વાત ઉત્તમ છે. તું કૌમુદી ભણીશ તે મારી ભાવના પૂરી થશે. એને માટે આપણે રાજ્યના શાસ્ત્રીજીને બંદોબસ્ત કરીએ. તેઓ વ્યાકરણ સરસ ભણવે છે. - ત્યારપછી પૂ. ગુરુદેવે રાજ્યના શાસ્ત્રીજી માટે તજવીજ કરાવી. ભાવનગર રાજ્ય તરફથી એક સંસ્કૃત પાઠશાળા ચાલતી. તેમાં મુખ્ય શાસ્ત્રી તરીકે શ્રી ભાનુશંકરભાઈ” નામના વિદ્વાન પંડિત હતા. તેઓ મહારાજાશ્રીતખ્તસિંહજીને હંમેશાં ગીતાજી સંભળાવતા હતા. સિદ્ધાંત કૌમુદી વિગેરે તેઓ ખુબ સરસ ભણાવતા. આમ તો તેઓ બીજે કયાંય ભણાવવા ન જતા. પણ પૂ. ગુરુદેવના ભક્ત શ્રીપાનાચંદ ભાવસાર નામના એક સદગૃહસ્થની લાગવગથી મહારાજ સાહેબનો હુકમ થવાથી તેઓ આપણું પૂ. મુનિશ્રીને ભણાવવા માટે આવ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે તે એનું નામ. .
આ ચોમાસામાં જ એક મંગળ દિવસે શ્રી ગુરૂદેવના આશીર્વાદ લઈને તેઓએ શાસ્ત્રીજી પાસે “સિદ્ધાત્તવમુવી” વ્યાકરણનો પ્રારંભ કર્યો. આની સાથે-સાથે વડીલેને વિનયભકિત-ક્રિયારૂચિ, સંયમપાલનમાં જાગરૂકતા ઈત્યાદિ ગુણોની ઉત્તરેત્તર પ્રગતિ પણ ચાલુ જ હતી.
તેઓશ્રીની બુદ્ધિ તેજસ્વી-તીણ હતી. એટલે જેટલે પાઠ લીધે હોય તે ખંતપૂર્વક નિયમિત તૈયાર કરતા. ધારણુશકિત પણ જબરી હતી, એટલે દિવસના લગભગ સો શ્લેક કંઠસ્થ કરતાં. ઊંડી સમજણશક્તિને લીધે ગમે તેવા કઠિન પદાર્થો–પરિષ્કારને પણ તેઓ સુગમતાથી હૃદયંગમ કરી લેતા. વિદ્વાનોની પરિભાષામાં “ગૌમુખ” ગણુતા વ્યાકરણને પણ તેઓએ પિતાની મેધાના બળે સરલતમ બનાવી દીધું હતું. અને આ બધું જોઈને શાસ્ત્રીજીને પણ સમજાવવાને-ભણાવવાને ખૂબ ઉમંગ-ઉલ્લાસ થતું. તેઓ પ્રસન્નમને વિસ્તારપૂર્વક પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ સહિતના શાસ્ત્રાર્થો સરસ રીતે સમજાવતા, અને પરિષ્કારે લખાવતા હતા. આ બધું પૂજ્યશ્રી એકચિત્તે સમજી લઈ બીજે દિવસે કડકડાટ સંભાળાવી દેતા, ત્યારે તે ભાનુભાઈ પણ મુગ્ધ થઈ જતા. આ બધાં કંઠસ્થ કરેલાં શાસ્ત્રાર્થ–પરિષ્કાર પૂજયશ્રી પિતાના જીવનની ઉત્તરાવસ્થામાં પણ જાણે હમણાં જ ખ્યા હોય, તેમ કડકડાટ બેલી જતા હતા.
ભાનુભાઈ પ્રખ્યાત-બુદ્ધિમાન શાસ્ત્રીજી હોવાથી તેમની પાસે કોઈ-વાર અન્ય દેશીય પંડિતો આવતા. ત્યારે તેઓ એ બધાંની પાસે પૂજ્યશ્રીની ખૂબ તારીફ કરતા. અને પૂજ્યશ્રીને એ આગન્તુક વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ પણ કરાવતા. તેઓશ્રીની વ્યાકરણ વિષયક ઉપસ્થિતિ તથા બલવાની છટા જોઈને જ પેલા અંજાઈ જતા.
એક વાર એવું બન્યું કે-ભાવનગરના જ નાથાલાલ નામે એક વિદ્યાર્થી અભ્યાસ માટે કાશી ગયેલા. ત્યાં ભણી, પંડિત થઈને પાછા દેશમાં આવ્યા. એક તે કાઠિયાવાડી-દેશી માણસ, એમાં પાછા ભણીને પંડિત થયા. તેય કાશી જઈને, એટલે જાણે સરસ્વતીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org