________________
સ્વયંદીક્ષા
૨૭ એક–એક જીવનપ્રસંગે મહાન જ હોય છે. અને એમાં જ એ મહાપુરુષોની મહત્તાનાં મૂલ્ય અંકાયેલા હોય છે.
હવે બધાં ઉપકરણે પોતાની પાસે આવી ગયા હતા. એક પિતે, અને બીજા રત્નવિજયજી મ. સિવાય બીજું કઈ–ગુરૂમહારાજ સુદ્ધાં પણ આ વાત નહોતા જાણતા).
અને–એક શુભ દિવસે આપણું મહાન ચરિત્રનાયકશ્રી નેમચંદભાઈ એ એકાન્તમાં સાધુવેશ ધારણ કરી લીધું. અને પછી હાથમાં ગ્રહી હસતે મુખડે તેઓ ગુરુમહારાજશ્રી પાસે ઉપસ્થિત થયા.
ગુરુ મ. તો આ જોઈને ચમકી જ ગયા. તેઓ તરત જ બોલી ઉઠ્યાઃ અરે નેમચંદ ! આ શું ? તને દીક્ષા કોણે આપી ? છે તેમણે જણાવ્યુંઃ ગુરુદેવ! મને કેઈએ દીક્ષા નથી આપી. પરંતુ મેં સ્વયંમેવ સાધુવેશ પહેર્યો છે. હવે આપના ચરણકમલોમાં ઉપસ્થિત થયો છું. કૃપા કરીને મને દીક્ષાને મંગળવિધિ કરાવે.
આ સાંભળીને ગુરુમહારાજ વિચારમાં પડી ગયા. તેમના મનમાં હજુ દ્વિધા હતી કે-માતાપિતાની સંમતિ વિના દીક્ષા આપીશ, તો પાછળથી કંઈક તોફાન જેવું તો નહીં થાયને ?
આપણુ ચતુર ચરિત્રનાયકશ્રી ગુરુ મ. નો મનોભાવ સમજી ગયા. તેઓ તુરત જ બોલી ઉઠયાઃ સાહેબ ! આપનિઃસંદેહ અને નિઃશંક રહેજો. બધી જવાબદારી મારે માથે જ રહેવા દે. આપ તો જે આવે તેને બેધડક કહી શકશે કે મેં એને દીક્ષા આપી નથી, એણે સ્વયં વેશ પહેરી લીધો છે. કૃપા કરીને હવે મને વિધિપૂર્વક આપને શિષ્ય બનાવે.
ગુરુ મ. પણ પંજાબી હતા. તેમણે આ સાંભળી વિચાર્યું કે “ પડશે એવા દેવાશે.” અને તુર્ત જ તેઓશ્રીએ શ્રીનેમચંદભાઈને દીક્ષાને સંપૂર્ણ મંગળ વિધિ કરાવ્યું. અને પિતાના શિષ્ય તરીકે સ્થાપ્યા, તેમનું શુભ નામ “મુનિશ્રી નેમિવિજયજી” પાડયું.
વિ. સં. ૧૯૪૫ ની એ સાલ હતી.
જેઠ સુદ સાતમને એ ઉત્તમ દિવસ હતો. * આજે એમના હર્ષોલ્લાસને કોઈ પાર નહોતો. આજે એમની ભાવના સફળતાનાં શિખરે પહોંચી હતી. તેમને આજે સ્વ–પરકલ્યાણકારી રાહની પ્રાપ્તિ થઈ ચૂકી હતી, અને મહીન ગુરુદેવનું શરણું પણ મળી ગયું હતું. તેઓ પોતાના જીવનને ધન્યતમ માનવા લાગ્યા. અને જ્ઞાન-ધ્યાન-સંયમનું પાલન તેમજ શ્રી ગુરુદેવની સેવામાં તેઓ એકાગ્રચિત્તે લીન બની ગયો.
દીક્ષા લીધી એટલે બધાને ખબર તો પડે જ. મહુવા શ્રીલક્ષમીચંદભાઈને પણ ખબર પડી. તેઓ તુર્ત જ દોડાદોડ ભાવનગર આવ્યા. તેઓ અત્યારે મેહવશ હતા, એટલે તેમની તે એ જ ઈચ્છા હોય કે ગમે તે પ્રકારે દીકરાને ઘરે લઈ જ. તેઓએ ઉપાશ્રયે જઈને પૂ. ગુરુ મ.ને પૂછયું કે–અમારી રજા વિના દીક્ષા કેમ આપી? ગુરુમહારાજે તે કહ્યું કેતેણે સ્વયં વેશ પહેરી લીધો છે. આ સાંભળીને તેઓ પહોંચ્યા આપણું ચરિત્રનાયક પાસે. એમને ધમકાવ્યા, ડરાવ્યા, સમજાવ્યાય ખરા. પણ તેઓ તે મેરવત્ અડગ હતા. તેમણે કહ્યું કે-મેં મારી ઈચ્છાથી દીક્ષા લીધી છે અને મારી વાતમાં હું મકકમ જ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org