________________
[૧૦]
સ્વયં દીક્ષા
સંસાર-સમુદ્રને તરવાને સફળ ઉપાય એટલે જ દીક્ષા. દીક્ષા એટલે મોક્ષ–મહેલનું પ્રવેશદ્વાર દીક્ષા એટલે અન્તરંગ શત્રુઓને જીતવાનું અમોઘ બ્રહ્માસ્ત્ર. દીક્ષા એટલે જેનેનો જીવનમંત્ર.
પ્રત્યેક જૈન દીક્ષાની ઈચ્છા રાખે જ. સંસારમાં ગળાબૂડ રચ્યાપચ્યા રહેવા છતાંય હૈયામાં દીક્ષાની અભિલાષા સેવે એનું નામ સાચે જેન.
ત્રિભુવનનાયક જિનેશ્વરને પણ દીક્ષા ગ્રહ્યા પછી જ ચર્થે મન પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આ છે દીક્ષાનો પ્રભાવ. આવું છે દીક્ષાનું અદ્દભુત માહાભ્ય.
આવી દીક્ષા લેવા માટે આપણું ચરિત્રનાયકશ્રી ઉત્કંઠિત બન્યા હતા. જૈન ધર્મના પરમ શ્રદ્ધાળુ અને સમજુ હોવા છતાંય મેહાધીન બનેલા લક્ષમીચંદભાઈ એમને એ માટે રજા નહોતા આપતા.
અને એ જ કારણે ગુરુમ.શ્રી દીક્ષા પણ નહોતા આપતા. પણ નેમચંદભાઈ તે કેઈપણ ઉપાયે દીક્ષા લેવા માટે મક્કમ જ હતા. એને કેઈ ઉપાય શોધવા માટે એમની કુશાગ્ર બુદ્ધિ કામે લાગી ગઈ હતી.
પછી તે “સુરિજી વરું ” જેની બુદ્ધિ એનું બળ. એમણે એક ઉપાય શોધી કાઢયો. એને અજમાવવાને પણ પૂર્ણ નિર્ધાર કરી લીધો. આ વાત તેમણે બીજા કેઈને ન કહી. તેઓ ઉપાશ્રયે જ રહેતા, ભણતા અને સાધુ મહારાજની ભક્તિ પણ કરતા. સાધુ મહારાજો પણ તેમની ભાવના જોઈને તેમના પર પ્રસન્ન રહેતા. એ બધા સાધુ–મહારાજેમાં એક મુનિશ્રી રત્નવિજયજી મહારાજ નામે સાધુ હતા.
એક દિવસ લાગ જોઈને નેમચંદભાઈએ તેમને પિતાની હદયપૂર્વકની શુદ્ધ ભાવના દર્શાવીને વિનંતિ કરી કે–ગુરુ મહારાજ તો દીક્ષા નહિ આપે, માટે આપ કૃપા કરે, અને મને સાધુનાં વસ્ત્રો ચલપટ્ટી વિ. આપે, આપને કોઈ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. બધી જવાબદારી મારે માથે.
એમની આવી પ્રબળ ભાવના જોઈને પૂશ્રીરત્નવિજયજી મહારાજે એમને કપડાંની વ્યવસ્થા કરી આપી. હવે બાકી રહ્યો . એ પણ એમની પાસેથી જ મળી ગયું. આ ઓ પૂજ્યપાદ ગચ્છનાયક શ્રીમૂળચંદજી મહારાજને હતો.
આપણું ચરિત્રનાયકને એક મહાન ગચ્છનાયકનો ઓથે મળે, એ એમના ભાવિ ગચ્છનાયકપણાનું સૂત્રક ચિહ્ન હતું, એમના મહાન પુણ્યનું એંધાણ હતું. ખરેખર ! મહાપુરુષનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org