________________
મહાભિનિષ્ક્રમણ પણ રાત માટેની છેડી તૈયારી કરી લીધી. વાટખરચીના પિસા તથા બીજી જરૂરિયાતની ચી લીધી. થોડી વારમાં રાત પડી અને બધા સૂઈ જવાની તૈયારી કરવા લાગ્યા. નેમચંદભાઈએ આ તક સાધી. “બહાર જઈને હમણાં આવું છું” એમ કહી, માતાપિતા, ભાઈબહેનો અને ઘર-બધાંને મનોમન છેલા પ્રણામ કરીને તેઓ નીકળી ગયા. અને બને તેટલી ઝડપથી ઝીણીયાને ઘેર પહોંચી ગયા. આ બાજુથી દુર્લભજી પણ એ જ પ્રમાણે ત્યાં પહોંચ્યા. 1 ઝીણુયાનું ઘર કબ્રસ્તાનની નજીકમાં હતું. તેણે કહ્યું કે તમારે રાત રહેવું હોય તો મારા ઘરે નહિ રહી શકે. કારણ કે રાત્રે કઈ તપાસ કરવા આવે તે મારા તે બાર વાગી જાય. માટે તમે બીજા કોઈ સ્થાને રાત વિતાવે.
બને કિશોરે બહાદુર અને કૃતનિશ્ચયી હતા. તેઓએ ઝીણીયાને વધારે આગ્રહ ન કરતાં બાજુના કબ્રસ્તાનમાં જઈને રાત વિતાવી. બેમાંથી એકેયને ઉંઘ ન આવી. તેમના મનમાં જલ્દી ઉપડવાની તાલાવેલી હતી. જે ઉંઘમાં ને ઉંઘમાં મેડું થઈ જાય, તો પોતાનું કામ કદાચ સિદ્ધ ન થાય, એટલે તેઓ જાગતાં જ રહ્યા. અને એક રાત પસાર થતાં વાર કેટલી ? જોતજોતામાં ચાર વાગ્યા. નેમચંદભાઈએ ઝીણીયાને ઉઠાડો અને તૈયારી કરવાનું કહ્યું. ત્યાં તે ઝીણુંમીયાં ફરી ગયા. એના મનમાં હજુ ડર હતો. એણે કહ્યું કે-તમારા જેવા નાના છોકરાંને આવી રીતે લઈ જતાં મારો જીવ ન ચાલે. તમે કોઈ સાક્ષી લાવે. એ જે કહે તે જ હું લઈ જાઉં.
આ સાંભળીને તેમચંદભાઈને લાગ્યું કે હવે આ મીયાંને સમજાવવાનો પ્રયાસ કરે એ નિરર્થક છે. એ જે કહે એમ કરીએ. તરત જ તેઓ ગામમાં ગયા. અને “ઈચ્છાચંદભાઈ નામના પિતાના ઓળખીતાને બેલાવી લાવ્યા. એમણે ઝીણીયા સમક્ષ કહ્યું કે અમારે બનેને અગત્યના કામે ભાવનગર જવું છે. પણ આ ઝીણુંમીયાં સાક્ષી માંગે છે, તે તમે સાક્ષીમાં રહો. ઈચ્છાચંદભાઈને બીજી કોઈ વાતની ખબર ન હોવાથી તેમણે તરત હા પાડી એટલે ઝીણું માની ગયું. એણે ઉંટ તૈયાર કર્યું.
ઈચ્છાચંદભાઈને વિદાય કર્યા બાદ ત્રણે જણું ઊંટ ઉપર સવાર થઈ ગયા, ને ઊટે પિતાનાં માલિક-ચીધ્યા માર્ગે ગતિ પકડી. નેમચંદભાઈના હૈયે ઉલ્લાસ મારતે નાતે. આજે ઘણા સમયે ઉરના અરમાન પૂરા થતા હતા. આ પણ એક મહાભિનિષ્ક્રમણ જ હતું ને?
ઉંટ પૂર ઝડપે ચાલ્યું જતું હતું. કોઈ દિવસ ઉંટ ઉપર બેઠા ન હોવાથી પડી જવાની ભીતિ લાગતી. પણ “સાહસ વિના સિદ્ધિ નથી” એ વાતને લક્ષ્યમાં રાખીને તેઓ મકકમમને નવકાર મંત્રનું ધ્યાન ધરતાં આગળ ધપી રહ્યા હતા. મહુવાથી ચારેક માઈલ દૂર આવેલા ભાદરેડ ગામ પાસે પહોંચ્યાં. ત્યાં “બુટીયા” નામની નદી આવી. ભલભ બુટીયે ઝલાવે એવીસ્તો? એના બેય કાંઠે પાણી હિલોળા લેતા હતા. ઉતરનારનું પાણી મપાઈ જાય, એટલું પાણી એ નદીમાં હતું. એટલે કાચાપોચાને માટે તો એને પાર કરવી એ અશકય જ હતું. ઝીણીયાએ એમને પાણીની બીક બતાડતાં કહ્યું કે–તમે બંને હિમ્મુતથી કહેતા હો તો જ નદીમાં ઉંટ ઉતારું. નહિતર પાછા જઈ એ. પણ આપણું બને દીક્ષાથી કિશેરે જરા પણ ડર્યા કે ડગ્યા નહિ. તેમણે તો “હિંમતે મર્દા તે મદદે ખુદા” એમ વિચારીને ઝીણુયાને કહી દીધું કે-અમે મકકમ છીએ. તું જરાય ડર રાખ્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org