________________
૨૨
શાસનસમ્રાફ્ટ
ઉંટને નદીમાં ઉતાર. અને ઝીણીયાને ઈશારે મળતાં જ ઉટે નદીમાં ઝંપલાવ્યું. કુદરતનેય આજે જ એમની પૂરેપૂરી કસોટી કરી લેવાનું સૂઝયું હશે, તે નદી પાર કરતાં અધવચ્ચે જ આકાશમાંથી વરસાદ જોશભેર ટપકી પડે. બધાય પલળી ગયા. એ સ્થિતિમાં જ નદી પાર કરી, સામે કાંઠે પહોંચીને કપડાં વગેરે વ્યવસ્થિત કર્યા અને તરત જ તૈયાર થઈને આગળ વધ્યા. ખરેખર? “વિનૈઃ પુનઃ પુના પ્રતિમાના ગાધકુત્તમના જ રિત્યજ્ઞનત” એ સજનની પ્રશંસા આ બંને કિશોરોમાં ચરિતાર્થ થાય છે. માર્ગમાં ભૂખ લાગી ત્યારે સાથે લીધેલા ભાતાને ઉપયોગ કરી લીધો. ત્યારપછી છેક સાંજ સુધી ચાલ્યા જ કર્યું. હવે રાત પડવા આવી હતી, તેથી નજીકમાં કઈક ફકીરનાં ઝુંપડામાં રાત ગાળી. ફકીરે પણ તેમની સારી મહેમાનગતિ કરી. - બીજે દિવસે સવારે તેઓ આગળ વધ્યા. થેડીવારમાં તળાજા આવી પહોંચ્યાં. ત્યાંથી આગળ જતાં કેઈક પરિચિત સંબંધી મળ્યા, અને તેઓ ઓળખી ગયા. એટલે તરત જ શ્રીનેમચંદભાઈએ ઉંટને આડરતે લેવરાવી લીધું. આજે પણ તેઓને વરસાદ ખૂબ નડો. ઊંટ ઉપર સતત બેસી રહેવાને કારણે શરીર અકડાઈ ગયેલું, અધૂરામાં પૂરું હોય એમભૂખ પણ લાગી હતી. સાથેનું ભાતું વરસાદમાં પલળી ગયેલું. એટલે હવે કઈ ગામ આવે તે વિસામે લેવાનું મન થયું. નસીબને છેડે માર્ગ કાપે ત્યાં ભડીભંડારીયા નામનું ગામ આવ્યું. ગામના પાદરે ઉંટને ઝોકાયે. બધા નીચે ઉતર્યા, અને ઘડીવાર વિસામે લીધે. હવે ભજનનો બંદોબસ્ત કરવાનું હતું. શ્રીનેમચંદભાઈ એ કહ્યું : તમે થોડીવાર બેસે, હું ગામમાં જઈ જમવાની વ્યવસ્થા કરીને આવું છું.
અણુદેખ્યું ને અજાણ્યું આ ગામ હતું. કાંઈ સગું કે સ્વજન પણ અહીં ન હતું. આવા અજાણ્યા ગામમાં ભજનની વ્યવસ્થા કઈ રીતે કરવી ? પણ નેમચંદભાઈ હિંમતવાન અને હોંશિયાર હતા. ગમે તેની પાસે કામ કરાવી લેવાની તેમની આવડત અનેખી હતી. તેઓ તો ગામમાં ગયા. ત્યાં એક વાણીઆની દુકાન એમની નજરે પડી. એટલે ત્યાં પહોંચી ગયા. વાતવાતમાં જાણી લીધું કે-આ જૈન શ્રાવકની જ દુકાન છે. તેથી તેઓ મનમાં ખુશ થયા. તેમણે એ શ્રાવકને ત્રણ જણાને માટે રસોઈની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું. અને એના ખર્ચ પેટે બે રૂપિયા પોતાની પાસેથી કાઢીને આપ્યા. પેલા શ્રાવક તો છકક થઈ ગયા. કારણ કે–એ જમાનામાં એક માણસને ભજન-ખર્ચ ચાર આનાથી વધુ થતો નહિ. એટલે ત્રણ જણને માટે બહુબહ તે એક રૂપિયે જોઈએ. એને બદલે બે રૂપિયા મળ્યા. એ જોઈને પેલા ગૃહસ્થ એમને સત્વર ભેજનાદિની સગવડ પિતાના ઘરે કરી આપી. શ્રીનેમચંદભાઈ પણ દુર્લભજી અને ઝીણીયાને લઈને આ ગૃહસ્થના ઘેર આવ્યા. અને બધા આનંદથી જમ્યા. ઉંટને માટે પણ ચારાપાણીની વ્યવસ્થા કરી આપી હતી. - જમી રહ્યા એટલે આપણું ઉદારદિલ નેમચંદભાઈએ પેલા શ્રાવકને ઘીના ખર્ચ માટે આઠ આના વધારે આપ્યા. એ શ્રાવકે ઘણી ના પાડી કે “તમે બે રૂપિયા આપ્યા છે, હવે મારે વધારે પૈસા ન લેવાય તો પણ એને આગ્રહપૂર્વક આપ્યા. આવી ઉદારતાથી પેલા ગૃહસ્થ ખુશ થઈને તેમને ન્હાવા-ધવાની વ્યવસ્થા કરી આપી. તેઓનાં શરીરે તેલ માલિશ વિગેરે કરી થાક પણુ ઉતારી દીધે. અને રાત્રે પોતાના ઘેર જ સુવાડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org