________________
નેમચંદને સમજાવવામાં રૂપશંકરભાઈ નિષ્ફળ ગયા, એ જાણીને શ્રી લક્ષમીચંદભાઈ વધારે સચિંત બન્યા. પણ રૂપશંકરભાઈ એ તેમને આશા આપી કે હજી આપણી પાસે ઉપાય છે. હું એને આપણું ન્યાયધીશ–સાહેબ પાસે લઈ જઈશ. એમનાથી એ જરૂર માનશે. લક્ષમીચંદભાઈ પણ આ સાંભળી-કંઈક આશ્વસ્ત બન્યા. - ત્યાર પછી એક દિવસ રૂપશંકરભાઈ આપણું ચરિત્રનાયકશ્રીને પિતાના મિત્ર ન્યાયાધીશ સાહેબ પાસે લઈ ગયા. તેઓને પહેલેથી જ બધી વિગતથી વાકેફ કરી દીધા હતા. પણ નેમચંદભાઈ તો ભારે નીડર નીકળ્યા. ડરનું તો તેમને નામ પણ સ્પર્યું નહોતું. તેમણે વિચાર્યું કે આપણે કઈ ગુને કે અપરાધ કર્યો નથી, પછી બીક શાની ? તેઓ નિર્ભય અને સ્વસ્થ-મને ન્યાયાધીશ સાહેબ પાસે ગયા. તેઓએ પણ તેમને આવકાર આપે-બેસાડયા, અને પરસ્પર કુશલ–સમાચાર પૂછયા. એ બધે વિધિ પતી ગયા પછી તેમણે શ્રી નેમચંદભાઈની ઉલટ તપાસ શરૂ કરી, “તારું નામ શું છે ?”
“મારું નામ નેમચંદ છે, સાહેબ !” તેમણે સ્વસ્થતાથી જવાબ આપવા માંડ્યા. ન્યાયાધીશઃ “મેં સાંભળ્યું છે કે તું દીક્ષા લેવાની ઇચ્છા ધરાવે છે ? નેમચંદઃ “જી હા! એ વાત તદ્દન સાચી છે.” ન્યાયાધીશઃ “શા માટે દીક્ષા લેવી છે?” નેમચંદઃ “આત્માનું કલ્યાણ કરવા માટે.” ન્યાયાધીશઃ “શું ઘેર રહીને આત્માનું કલ્યાણ નથી કરી શકાતું ?”
ના ! ઘરે રહીને આત્માનું પૂરું કલ્યાણ સાધી શકાય જ નહીં. ઘર એટલે સંસાર, અને સંસાર એટલે આધિ-વ્યાધિ-અને ઉપાધિનું સંગમસ્થાન. આવા સંસારમાં રહીને આત્માનું કલ્યાણ શી રીતે સધાય ? સંસારથી સર્વથા નિલેપ બનીએ, તો જ પૂર્ણ–આત્મકલ્યાણ સધાય. એવી નિર્લેપતા તે સાધુપણામાં જ મળે. બાકી સંસારમાં રહીને આત્મકલ્યાણ સાધવું એ તે ખાતા-ખાતાં ભસવા સમાન છે.” તેમચંદભાઈ એ યુક્તિપુર:સર સચોટ જવાબ વાળ્યો.
આ સાંભળીને ન્યાયાધીશ સાહેબ પણ છક્ક બની ગયા. મનોમન શ્રી નેમચંદભાઈની પ્રશંસા કરવા લાગ્યા કે-આટલે નાને કિશોર પણ કેવી યુક્તિથી જવાબ આપે છે? ખરેખર! આ કિશોર વિવેકી અને બુદ્ધિમાન હવા સાથે પિતાની વાતમાં દઢ છે. પણ એમને તે આ કિશોરને મન-પલટે કરવાનો હતો, એટલે છક્ક બનીને બેસી રહ્યું કેમ ચાલે ? તેમણે અવાજમાં જરા કરડાકી આણી અને આગળ પ્રશ્ન કર્યો :
નેમચંદ! તારા કુટુંબને–માતા-પિતા, ભાઈ અને બહેનને સાચવવાની જવાબદારી હવે તારી છે. તું આત્માનું કલ્યાણ કરવાની વાત કરે છે, તે શું મા-બાપની સેવા કરવી, એ તારે ધર્મ-તારી ફરજ નથી? આ વાતને વિચાર કરીને તું દીક્ષાની વાત મૂકી દે, અને મા–બાપની સેવામાં લાગી જા.” .
ન્યાયાધીશ સાહેબની કરડાકીથી મનમાં જરા પણ થડકાટ અનુભવ્યા વગર નિભીક નેમચંદભાઈએ એવી જ નીડરતાથી પ્રત્યુત્તર આપેઃ “સાહેબ! માત-પિતા અને કુટુંબની
શા. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org