________________
૧૮
શાસનસમ્રાર્
સેવા કરવી, એ પુત્રને ધર્માં છે-પુત્રની ફરજ છે, એ આપની વાત હુ' જરૂર માનુ છું અને સ્વીકારું છું. એમની સેવા કરે તે કલ્યાણ થઈ શકે છે, એ પણ હું માનું છું. પણ મારી આત્મકલ્યાણની ભાવનાના અથ એ નથી કે હું માત્ર મારૂં જ કલ્યાણ સાધું કે મારાં માત-પિતાને દુઃખી કરું. મારી તેા એવી ભાવના છે કે ઢીક્ષા લઈ ને હું મારૂં, મારા માતાપિતા અને સમગ્ર કુટુંબનું કલ્યાણ હું કરૂ.... એ બધાંને સધ્ધમ પમાડું. આવી મારી ઉચ્ચ ભાવના છે. અને એ માટે હુ' મારા પિતાજીની રજા ચાહું' છું. રજા મળશે કે તરત જ દીક્ષા ગ્રહણ કરીશ.
“પણ તારા માતા-પિતા દીક્ષા માટે રા ન આપે તે ?” ન્યાયાધીશ સાહેબે એક વધુ પ્રશ્ન કર્યાં.
શ્રીનેમચંદભાઈ પાસે આના ઉત્તર પણ તૈયાર જ હતા. તેમણે કહ્યું. “તા પછી સાહેબ ! મારે બીજી કોઈ યુક્તિ અજમાવવી પડશે અને એ યુક્તિથી હું... દીક્ષા અવશ્ય લઈશ.” આવી અસીમ નીડરતા અને સ્પષ્ટ વકતૃત્વ જોઈ ને ન્યાયાધીશ સાહેમ પણ મુઝવણુમાં પડી ગયા, કે આને સમજાવવેા કઈ રીતે ? આથી તેઓ અધિકારી-સુલભ ઉગ્રતામાં આવી ગયા અને ધમકીને આશ્રય લીધેા. તેમણે કહ્યું, શું તું ભાગી જઈશ ? માતાપિતાની રજા વિના દીક્ષા લઈશ ? તે તેા તું યાદ રાખજે તારા હાથે-પગે મેડીએ
નખાવીશ.”
પણ જેને સંસારના માહના સાનેરી બંધને નડતા નથી, એને આ લેાખંડની એડીએ શું ડરાવી શકે ? તેમણે પ્રત્યુત્તર આપ્ચા, સાહેબ ! દીક્ષા માટે જો રજા નહિ જ મળે તે, છેવટના રસ્તા એ જ છે. પણ દીક્ષા લેવાના મારા નિર્ધાર તા અફર જ છે. અને એડીએ તે હાથપગ કે શરીરને બાંધશે—જકડશે. મારા મારા મન કે આત્માને તે નહી' જ જકડી શકે, એને તે એ બધન નહીં જ નડે. માટે એ બધાથી હું ડરું તેમ નથી.”
અધિ
આ જવાબ સાંભળીને ન્યાયાધીશ સાહેબ અને રૂપશકરભાઈ, મને માહેાશ કારીએ ઠંડાગાર બની ગયા. તેઓ સમજી ગયા કે આ એની વાતમાં પૂરેપૂરો અચળ છે. માટે હવે એને સમજાવવાના–એનું મન પલટાવવાના પ્રયત્ન કરવા નકામા છે.
આ રીતે શ્રીનેમચંદ્રભાઈ દીક્ષા અંગેની પ્રાથમિક કસોટીમાં તે સંપૂર્ણ સફળ નીવડ્યા. પણ હલ્લુ તા દિલ્હી દૂર હતુ. મા-માપ આટલાથી જ રજા આપી દે, એ અશકય જ હતુ. એટલે તેઓ ખીજો કાઈ ઉપાય શોધવા લાગ્યા.
શ્રી લક્ષ્મીચ ંદભાઈ ને જ્યારે આ બધી વાતની ખખર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ અની ગયા. એની સાથે પુત્રને રજા ન આપવા માટે તેએ વધારે દૃઢ પણ બની ગયા. અને નેમચંદ્ર ભાગી જવા માટે કેાઈ પ્રયાસ ન કરે એની તકેદારીમાં પડ્યા,
ખરે જ ! સસારની સાનેરી જંજાળ અકળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org