________________
શાસનસમ્રાટું
રૂપશંકરભાઈ અને લહમીચંદભાઈ–બંને મિત્ર હોવા છતાંય ભાઈ જે સંબંધ રાખતાએટલે તેઓ પિતાની અંગત વાતો પણ પરસ્પર કરતા, અને એકબીજાની સલાહ-સૂચના લેતા. તેથી આ બાબતમાં પણ શ્રી લક્ષ્મીચંદભાઈએ રૂપશંકરભાઈની સલાહ લીધી. અને તેમણે ઉપર મુજબ સલાહ આપી, તે લક્ષ્મીચંદભાઈને રૂચી ગઈ. એમાંય રૂપશંકરભાઈ સરકારી અમલદાર હોવાથી તેમનાથી નેમચંદ સમજે-માને તે ઘણું સારું—એમ વિચારીને શ્રીલક્ષ્મીચંદભાઈએ નેમચંદભાઈને કાંઈક કાર્યનું નિમિત્ત આપી મિત્રના ઘેર મેકલ્યા.
રૂપશંકરભાઈને ત્યાં પહોંચીને નેમચંદભાઈએ તેમને પિતાજીએ કહેલું કાર્ય જણાવ્યું. રૂપશંકરભાઈએ પણ તેમને વાત્સલ્યપૂર્વક બોલાવ્યા, અને કાર્યની વાત સાંભળી લીધી. પછી કુશળ સમાચાર પૂછીને તેમણે જાણે સ્વાભાવિક રીતે જ પૂછતાં હોય તેમ પૂછયું : નેમચંદ! મેં સાંભળ્યું છે કે ભાવનગરથી અહીં આવ્યા પછી તારા જીવનમાં પરિવર્તન થઈ ગયું છે. તું હવે દીક્ષા લેવાની-સાધુ બનવાની ભાવના રાખે છે. શું આ વાત સાચી છે ?
હા કાકા ! એ વાત સાચી છે. મારી ભાવના હવે દીક્ષા લેવાની છે.” રૂપશંકરભાઈ પિતાના મિત્ર હોવાના કારણે તેઓ તેમને કાકા કહેતા.
પણ ભાઈ ! તું જે દીક્ષાની વાત કરીશ, તો પછી આ તારું ઘર કેણ સંભાળશે ? તારા માતા-પિતા હવે વૃદ્ધ થવા આવ્યા છે. ભાઈ–બહેન નાનાં છે. તેમને સંભાળવાની, સાચવવાની જવાબદારીવાળે આખા ઘરમાં તું જ એક છે. તું જે દીક્ષા લઈ લે તો આ જવાબદારી કેણ લેશે ? માટે તું હવે કોઈ વ્યાપાર-ધંધામાં જોડાઈ જા. રૂપશંકરભાઈએ સ્નેહપૂર્વક કહ્યું.
રૂપશંકર કાકા! તમારી વાત છેટી તો ન જ હોય, પણ મારું મન હવે આ સંસારમાં રહેવા માટે માનતું નથી. દિવસે-દિવસે દીક્ષાની ઇચ્છા મજબૂત બનતી જાય છે. હવે હું કઈ વ્યાપાર આદિમાં જોડાવા તો ઈચ્છતો જ નથી. ઘરમાંથી રજા મળે કે તરત જ મારે દીક્ષાના સર્વકલ્યાણકારી પંથે જવું છે.” નેમચંદભાઈ નમ્રતાપૂર્ણ મક્કમતાથી બોલ્યા.
આ સાંભળી રૂપશંકરભાઈ જરા ઉગ્ર થયા. તેઓ બોલ્યાઃ “નેમચંદ! તું તારા પિતાજીના સ્વભાવને તે સારી રીતે જાણે છે, તેઓ તને કઈ રીતે રજા નહિ જ આપે. માટે તું સમજી જા, અને એમની જવાબદારી ઓછી કર. નહિતર અમારે કંઇક કડક પગલાં તેવા પડશે.”
કાકા ! વધારે પડતું લાગે તો ક્ષમા કરજો. પણ હું કેઈપણ રીતે દીક્ષા લઈશ જ. હું ન હોત તે તમે બધાં શું કરત ? એમ વિચારીને પણ તમારે બધાંએ મને દીક્ષાની રજા આપવી જ જોઈએ. મારે તે આત્મકલ્યાણ સાધવું છે, ને એટલા માટે દીક્ષા ગ્રહણ કરવી છે.” નેમચંદભાઈએ કહ્યું. એમના આ શબ્દોમાં મેરૂસમી નિશ્ચલતાન શુદ્ધ રણકે સંભળાતે હતો.
આ મક્કમ જવાબ સાંભળીને રૂપશંકરભાઈ વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કેઆ નેમચંદ દીક્ષાના રંગથી પૂરો રંગાયેલો છે. એટલે હમણું નહીં સમજે. હવે એને ન્યાયાધીશ સાહેબ પાસે જ લઈ જ પડશે. એમની કડકાઈથી ડરે તો વળી સમજી જાય.
અને થોડીવારમાં નેમચંદભાઈ તેમની રજા લઈને ઘેર આવી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org