________________
શાસનસમ્રાટું
એ જમાનામાં આજની નિશાળ-હાઈસ્કૂલે કે બાલમંદિરે ન હતા. પણ બ્રાહ્મણ શિક્ષક ઉદર નિર્વાહાથે વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતા, ને સ્વાર્થ સાથે પરમાર્થ સાધતા. એ શિક્ષકોના ઘરને વિશાળ ચોક કે કોઈ સુન્દર વાડે એ જ તે વખતની નિશાળ. એ નિશાળ ધૂળી નિશાળ'ના નામે ઓળખાતી. આ નામ જ એના દેદારની કલ્પના કરાવી દે છે. એક શિક્ષકની નિશાળમાં ૫૦ થી ૬૦ વિદ્યાથીઓ ભણે. તે પણ જુદી જુદી કક્ષાઓના. શિક્ષક પણ તેમને ચીવટ અને કડકાઈથી ભણાવતા. શિક્ષકને લોકો મહેતાજી કહેતા. આવા જ એક મહેતાજી હતા-શ્રી મયાચંદ લિંબેળી એમનું નામ. તેઓ નાના બાળકોને આંક વિગેરેને પ્રાથમિક અભ્યાસ કરાવતા હતા. આપણું બાલ–વિદ્યાથી શ્રી નેમચંદભાઈને પણ તેમની નિશાળમાં ભણવા માટે મૂકવામાં આવ્યા. તીવ્ર સ્મરણશકિતને કારણે થોડા દિવસમાં જ તેમણે આંક વિગેરે તૈયાર કરી લીધું.
જાણે બાળકની કસેટી કરતી હોય તેમ સરસ્વતી દેવી બાળકો ઉપર જલ્દી પ્રસન્ન થતા નથી. દશેક આંકડા લખતાં–લતાં શીખવા, એ બાળકને મન મહાન્ સિદ્ધિ ગણાય છે. પણ આપણ નેમચંદભાઈ આ બાબતમાં અપવાદ બન્યા. તેમણે મયાચંદ માસ્તર જે જે આંક વિગેરે ભણાવતા હતા, તે બધું અલ્પકાલમાં જ ભણી લીધું.
ત્યારપછી તેમને આગળ ભણાવવા માટે કુલવાડી કૂવા પાસે આવેલી શ્રી હરિશંકર માસ્તરની નિશાળે મૂકવામાં આવ્યા. હરિશંકરભાઈ તે વખતે બહુ પ્રસિદ્ધ શિક્ષક હતા. મહુવાની નામાંકિત વ્યકિતઓએ સરસ્વતીની પહેલી ઉપાસના તેમની પાસે જ કરેલી. તેઓ શ્રીનેમચંદભાઈની ભણવા માટેની તાલાવેલી અને કુશાગ્ર બુદ્ધિ જોઈને ખૂબ પ્રસન્ન થયા. ને તેમને ખૂબ જ કાળજીપૂર્વક ભણાવવા લાગ્યા. વરસ ઉપર વરસ વીતતાં ગયા ને જોતજોતામાં શ્રીનેમચંદભાઈએ ગુજરાતી ૭ ચોપડી પ્રથમ કક્ષાએ પસાર કરી દીધી.
હવે શ્રીલહમીચંદભાઈએ પુત્રને ઇંગ્લિશ ભણાવવાનો વિચાર કર્યો. ગામમાં એક દરબારી નિશાળ હતી. ભાવનગર સ્ટેટ તરફથી એ ચાલતી. તેમાં અંગ્રેજી ભણાવાતું. ત્યાં મોકલવામાં આવ્યા. શ્રી પીતામ્બરભાઈ નામે ઈંગ્લિશના અધ્યાપક હતા. તેમની પાસે અંગ્રેજીને અભ્યાસ શરૂ કર્યો. “Howard Primer” (હાવર્ડ પ્રાઈમર) એ વખતે ચાલતી. શ્રી. નેમચંદભાઈને ઈંગ્લિશ ભાષા નાનપણથી જ ગમતી હોવાથી તેમણે ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા માંડ્યો. પરીક્ષામાં તેઓ હંમેશાં આગળ પડતાં નંબરે જ આવતા. ત્રણ ઇંગ્લિશ ધારણ ભણ્યા. ઇંગ્લિશ બોલવાની અને વાંચવાની તેમની છટા અદ્દભુત અને આકર્ષક હતી.
હવે તેમની ઉંમર ૧૪ વર્ષની થઈ હતી. વ્યાવહારિક અભ્યાસ અહીં જ પૂરો થયો.
તેઓ સ્વભાવે ખૂબ નમ્ર અને વિવેકી હતા. માતા-પિતા તરફથી મળેલા ઉત્તમ ધમ... સંસ્કારોનું એ પરિણામ હતું. તેમની નીડરતા પણ જબરી હતી. કેઈનાથીય તેઓ બેટી રીતે ડરતાં નહિ. કોઈની પણ અસત્ય-જૂઠી વાત સાંભળે-જુએ, તો તુર્ત જ તેને નીડર. પણે સ્પષ્ટ કહી દેતા કે તમારી આ વાત ખેટી છે. એ નીડરતાના નમૂનારૂપે એમના નાનપણને જ એક પ્રસંગ છે :
એમની ઉંમર ત્યારે ફકત દશ વર્ષની હતી. તેમના મામાને પૂરીબાઈ નામે એક દીકરી હતી. તે લોકોમાં વિચિત્ર વાતો કરવા લાગી–મને માતાજી આવે છે, તેથી હું બધાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org