________________
બાલ્યાવસ્થા અને અભ્યાસ
“ના ! ના ! ખાસ એ ગ્રહ છે જ નહિ. એક-બે ગ્રહ સ્થાનથી હીનબળ હોય તે પણ કેન્દ્રમાં રહેલા બહસ્પતિની–ગુરુની દૃષ્ટિ બધા ઉપર હેવાથી, એ ગ્રહનું કાંઈ ચાલે એવું નથી.
ff કુત્તિ ત્રદા સર્વે, વસ્ત્ર જે વૃતિઃ ”
અને-ત્યારપછી જ્યારે શ્રી લક્ષ્મીચંદભાઈશ્રી ભટ્ટજીને દક્ષિણ આદિ આપી તેમના મંગલ આશીર્વાદ લઈને આનન્દ-વારિધિમાં સ્નાન કરતા કરતા ઘરે આવ્યા, ત્યારે તેમના મનમાં ભટ્ટજીવાળી પિલી પંકિત ગુંજી રહી હતી
કુંભ લગ્નકા પૂત, બડા અવધૂત, રાત-દિન કરે ભજન.”
[૫]
બાલ્યાવસ્થા અને અભ્યાસ
જન્મ થયે ને જીવનકમ શરૂ થયે.
જેષ જેવડાવ્યા, કુંડલી કઢાવી, ને એક શુભ-દિવસે જન્મરાશિ-વૃશ્ચિક રાશિ અનુસાર બાળકનું નામ પાડયું “નેમચંદ”
દિવાળીબાની હુંફાળી ગોદમાં ઉછરી રહેલા બાળ-નેમચંદ દ્વિતીયા-ચંદ્રની જેમ વધવા લાગ્યા. શરીર નાનપણથી જ ભરાવદાર હતું. વિશાળ લલાટ-પટ્ટનું તેજ સૌ કોઈને આંજી નાખે તેવું હતું. પાડેશીઓના દિલમાં તો તેમણે અદ્ભુત સામ્રાજ્ય જમાવેલું, તેથી પાડોશીઓ તેમને વહાલથી ને વાત્સલ્યથી રમાડતાં થાકતા જ નહિ.
તેમને પ્રભુદાસ તથા બાલચંદ નામે બે ભાઈઓ તથા જબકબેન, સંતોકબેન અને મણિબેન એ ૩ બહેનો હતી. એ સૌની સાથે આનંદ અને રમત-ગમતમાં દિવસે વીતી રહ્યા હતા. (પ્રભુદાસભાઈ નાનપણમાં જ સ્વર્ગવાસી બનેલા). - આમ સૌના લાડકડમાં ઉછરતાં બાળ નેમચંદ પાંચ વર્ષના થયા. હવે માત-પિતાએ નિશાળે ભણાવવાનું વિચાર કર્યો. અને એક શુભ-દિવસે એમને નવાં વસ્ત્રો પહેરાવી, હાથમાં પાટી–પેન આપી, માત-પિતાએ ગામની “ધૂળી નિશાળમાં ભણવા મૂકયા.
એ દિવસે શ્રી લક્ષમીચંદભાઈએ પ્રેમથી નોતરેલાં નિશાળના બાળ-વિદ્યાથીએ પિતાના નવા ભાઈબંધને હોંશે હોંશે નિશાળે લઈ ગયા. એ બધાંને લક્ષ્મીચંદભાઈએ ગોળ-ધાણ અને બીજી મનભાવતી વસ્તુઓ આપી. નિશાળે જઈને સૌ પ્રથમ શ્રી સરસ્વતી દેવીની મૂર્તિના દર્શન અને સ્તુતિ-પ્રાર્થના કરી. પછી મહેતાજીને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈને ભણવાનો શુભારંભ કર્યો,
શા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org