________________
પરિશિષ્ટ-૩ કેટલીક ઉપલબ્ધ ચક્કસ માહિતીઓની નં. ૧. શાસનસમ્રાશ્રી સંસારિપણમાં–મહુવામાં જ (ભાવનગર પૂ. ગુરૂદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી મ. પાસે ગયા પહેલાં) ત્યાંના “શ્રીમેન જોષી” નામે એક વિદ્વાન વિપ્રવર્ય પાસે “સારસ્વત વ્યાકરણ ભણ્યાં હતાં. આ વાત તેઓશ્રીને બચપણથી જ સંસ્કૃત ભણવાની અસાધારણ રુચિ હતી, તે જણાવે છે.
૨. શાસનસમ્રા શ્રીના પ્રથમ પટ્ટધર શિષ્ય પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ હતાં. સં. ૧૯૪૮માં તેમની દીક્ષા થયેલી. ત્યારપછી પૂ. ઉપાધ્યાય શ્રીસુમતિવિજયજી મહારાજ વગેરે શિષ્યો થયાં. શ્રી દેવેન્દ્રવિજયજી મ. અંગેની બીજી માહિતી ઉપલબ્ધ નથી.
૩. શાસનસમ્રાટશ્રી તથા શ્રી આનંદસાગરજી મહારાજ- અને ખંભાતના ચોમાસામાં (સં. ૧૫૪) સાથે હતાં. ત્યારે પર્યુષણમાં “ગણધરવાદ અને પૂજ્યએ સાથે વાંચેલો. તે આ રીતે = “શ્રીસાગરજી મ. પ્રશ્ન કરે, અને પૂજ્યશ્રી એનો જવાબ આપે.” આમ આખે ગણધરવાદ પ્રશ્નોત્તરીરૂપે સભા સમક્ષ વાંચેલે. (આ વાત ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.)
૪. ડો. હર્મન જેકેબી ખંભાતમાં શાસનસમ્રા શ્રી પાસે આવેલાં. તેઓ જૈન શાસન-સિદ્ધાન્ત-શાસ્ત્ર અને સમાજને લગતાં લગભગ ૧૩૦૦ પ્રશ્નોની સૂચિ તૈયાર કરી લાવેલાં. એમાંથી પૂજ્યશ્રીએ ૫૦૦ જેટલા પ્રશ્નોના પૂર્ણ સંતોષકારક જવાબ બે દિવસમાં આપ્યાં. પછી ડે. જેકેબીને તેઓશ્રીએ કહ્યું કે- તમે વધુ રોકાણ કરે, તે બધાં પ્રશ્નોનો જવાબ નિરાંતે અપાય. બાકી આમ બે દિવસમાં ૧૩૦૦ પ્રશ્નોનો જવાબ નિરાંતે આપી શકાય નહિ. પણ તોય મહત્ત્વના પ્રશ્નોના જવાબ મળી જવાથી ડો. જેકેબી અતિ આનંદિત બનેલાં. (આ વાત પણ ખંભાતના વૃદ્ધ પુરુષ પાસેથી જાણવા મળી છે.)
૫. સં. ૧૯૬૬માં પૂજ્ય શાસનસમ્રાશ્રીએ બોટાદ ચોમાસું કર્યું, ત્યારનો આ અલૌકિક પ્રસંગ છે.
એ વખતે ગુજરાતના પ્રસિદ્ધ જાદુગર મહમ્મદ છેલ પણ બેટાદમાં રહેતાં. તેમણે ગામમાં સર્વત્ર ફેલાયેલી પૂજ્યશ્રીની ખ્યાતિ સાંભળી એટલે તેઓ પૂજ્યશ્રીને મળવા માટે ઉપાશ્રયે આવ્યા.
વિલક્ષણ માણસોને સ્વભાવ હોય છે કે તેઓ સામાને પિતાનો પરિચય સામાન્ય માણસની જેમ નથી આપતાં પણ કાંઈક વિલક્ષણ કાર્ય દ્વારા જ આપે છે. અહી પણ એવું જ બન્યું.
પૂજ્યશ્રીને પગે લાગીને બેઠા પછી વિદ્યાનો કોઈ પ્રયોગ કરીને મહમ્મદ છેલે પૂજ્યશ્રીને પોતાનો પરિચય આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org