________________
શાસનસમ્રાટ
જન્મકુંડલીના અગિયારમા સ્થાનમાં લાભ, યશ, મૈત્રી તથા આશા-આકાંક્ષાની સફળતા વિષે જોવાય છે.
આ સ્થાનમાં ધન રાશિમાં શનિ છે. તે તત્વજ્ઞાની, ધર્મિષ્ઠ, નિર્ભય, સ્પષ્ટવક્તા બનાવી સારી લોકપ્રશંસા તથા માનકીતિ આપનાર બને. જીવનને અન્ત સમય કલ્યાણકારી અને આશા આકાંક્ષાની સફળતા આપનાર બને.
ઉંમર વર્ષ ૩૬ થી ૪૩ સુધી કેતુની મહાદશા રહે છે. કેતુ એ મોક્ષનો કારક હોઈ અનેક પ્રકારના ધાર્મિક કાર્યો, જીવદયા, જ્ઞાનશાળા,ધર્મશાળા તથા પાઠશાળાઓ રૂપી કાર્યો થવા પામે. ત્યારબાદ ૪૩ વર્ષની વય પછી શુક્રની મહાદશા વર્ષ ૨૦ ની આવે છે. શુક આ કુંડલીને માટે રાજગ કારક બનતો હેવાથી જીવનની ઉચ્ચતમ સફલતા આપનાર તેમ જ કાર્યોની સિદ્ધિ અને યશ આપનાર–આ મહાદશાનો સમય બની રહે. વય વર્ષ ૪૩ થી ૬૩ સુધીનો સમય જીવનનો યાદગાર સમય બની રહે. તે સમય દરમ્યાન અનેક પ્રકારના ધર્મકાર્યો, ઉત્સવો, સંઘયાત્રાઓ તથા પ્રતિષ્ઠાઓ થવા પામે, અને જીવનને અંતિમ સમય સમાધિયુક્ત બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org