________________
શાસનસમ્રાટ
સુંદર તોડ કાઢી શકતા, સંગઠન સાધી શકતા, અને બીજાને શાસક તરીકે પૂજ્યભાવ ઉત્પન્ન કરી દોરી શકતા હતા. અત્યારની પ્રવૃત્તિમાં એમને રસ નહોતો. અમારા મહુવાના ભાવી ઈતિહાસમાં મહાન ધર્મગુરુ તરીકે તેમનું સ્થાન અમર છે.
- હરિલાલ મોહનદાસ–નગરશેઠ, મહુવા.
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાને પત્ર
૨૫-૧૦-૪૯ અનેક ગુણાલંકૃત-વિજ્ય ઉદયસૂરિ મહારાજ આદિ પરિવારની પવિત્ર સેવામાં–શ્રી મહુવા.
આપને તાર માન્યો. તે વાંચ્યા પહેલાં બે દિવસથી સમાચાર મળી ગયા હતા. વિજયનેમિસૂરિ સમાધિમાં કાળધર્મ પામ્યા તે વાંચી ખિન્નતા થઈ. તેઓ ખરેખર ગુણવાન્ જૈન મુનિ હતા. હું તો તેમના પરિચયમાં દીક્ષાદિનથી આવ્યો હતો. અને તેઓની મારા પર ખાસ કૃપા હતી. તેઓ જેવા ગુણવાન સાધુની આજે ખાસ જરૂર હતી. તેમનું શાંત સ્થાન લે તેવું અત્યારે કોઈ સૂઝતું નથી. આપે તે યથાશક્તિ તેમને આપ્યું અને નિઝામણ કરી જીવન કૃતાર્થ કર્યું છે. જૈન કેમના અત્યારના અપ્તરંગી મુદ્દાઓમાં તેમની સલાહની જરૂર હતી. તેઓ બાળબ્રહ્મચારી, સદૈવ જવલંત અને પ્રાયે નિષ્પક્ષપાતી હતા. તેમના આત્માને શાંતિ મળે એવું હું અંતરંગથી ઈચ્છું છું. સર્વે મુનિરાજને વંદણ.
સેવક મોતીચંદ ગિરધરલાલ કાપડીઆની
વંદણ વાંચશે વર્તમાનપત્રોમાંથી તારવેલું
(જય હિંદ, તા. ૨૮-૧૦-૪૯) આચાર્ય સમ્રા વિજયનેમિસૂરીશ્વરજીની અંતિમ યાત્રા
સ્મશાનયાત્રાને મળેલું અભૂતપૂર્વ માન
મહુવા તા. ૨૭ તહેવારોમાં મહાન તહેવાર દિવાળીની રાત્રે, આચાર્યોમાં મહાન આચાર્ય સૂરિસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચારો ગામમાં વાયુવેગે ફરી વળતાં હજારો માણસો તેમના દર્શન માટે ઉતરી પડયા હતાં. રાતથી તે સવાર સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાંથી તેમજ મુંબઈમાંથી સંખ્યાબંધ તારો શેકપ્રદર્શનના ઉતરી પડયા હતા.
ભાવનગરથી સ્પેશિયલ પેસેન્જર ટ્રેલીમાં તેમના ભક્તો આવી પહોંચ્યા હતા. સ્મશાનયાત્રા સવારના ૯-૩૦ કલાકે નીકળી હતી. તેમાં જૈનો તેમજ જૈનેતર જનતાની હાજરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org