SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમાર શ્રી જસવંતસિંહજી (વળા)નો પત્ર તા. ૨૯-૧૦-૪૯ વળા પરમપૂજ્ય ઉદયસૂરીશ્વરજી અને નંદનસૂરીશ્વરજી મહારાજ, પ્રાતઃસ્મરણીય તીર્થસ્વરૂપ મહારાજશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર દિવાળીની રાત્રે મળતાં અમને સૌને ઘણો જ આઘાત લાગ્યો હતો. હું આપને વહેલા લખત, પણ દિ. આ. દાદાસાહેબને કાળી ચતુર્દશીથી તાવ શરૂ થયો તે તા. ૨૪ મીએ ઉતર્યો. એટલે એક તે તે ઉપાધિ હતી, તેમાં પૂજ્ય મહારાજશ્રીની તબિયત ખરાબના સમાચાર સાંભળ્યા એટલે આંહી ઉલ્હાસ જેવું રાજ્યકુટુંબના માટે રહ્યું જ ન હતું. પરમ પૂજ્ય મહારાજશ્રીને ધર્મપ્રેમ અમારા–દિ. આ. દાદા અને મારી ઉપર કેટલો હતો, તે ભાગ્યે જ કેઈથી અજાણ્યો હશે. વલભીપુરની અંદર છેલ્લું ચોમાસું અમારા આગ્રહથી જ પોતે કબુલ કરેલું. વલભીપુર નામ ફરીને વળાને આપવાને પણ બેધ પિતાનો જ હતું. છેલ્લી વખતે મહેલાતમાં પધરામણી કરી, અમને સૌને વાસક્ષેપ આપ્યો. તે રાજ્યકુટુંબ પ્રત્યેને પ્રેમ દેખાડી આપે છે. દિ. આ. દાદાની તબીયત સારી ન હતી. નહિતર કહેવાની જરૂર નથી. પણ અમે સ્મશાનયાત્રામાં પણ હેત, તેટલાં અમારા :કમભાગ્ય કે તે ઈશ્વરી આત્માના છેલા દર્શન ન થઈ શક્યા. પણ દિ. આ. દાદા અને મને સંપૂર્ણ હૃદયથી ખાત્રી છે કે અમારા જીવનના દરેક કાર્યોમાં પોતાની અમારા ઉપર દષ્ટિ હતી અને હશે. અને તેમના આશીષ વર્ષતા અને વર્ષશે. લિ. આપને રાજકુમાર જસવંતસિંહજીની વદન શ્રી અનંતરાય પ્ર. પટ્ટણી (ભાવનગરના દિવાન)ને સંદેશે સ્વ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી સંબંધી સંદેશ તે શું મોકલું ? હું એટલું જાણું છું કે–તેઓશ્રીના આશીર્વાદ અને પ્રેમ હું કદી ભૂલું તેમ નથી. મનુષ્ય જીવનમાં ધર્મ અને નીતિને પ્રથમ સ્થાન હોવું જોઈએ એ બાધ તેઓશ્રી બધાંને આપતાં એ પણ એટલું જ યાદ રહેશે. – અનંતરાય પ્રભાશંકર મહુવાના નગરશેઠને સંદેશ પૂજ્યપાદ મહારાજશ્રીને મને જે પરિચય થયો છે, તે અંગે હું લેખ આપી દેરવણી આપી શકું તેમ મને લાગતું નથી. આટલું હું જાણું છું કે–તેઓ એક ચુસ્ત ધર્માનુરાગી તપાવી અને તત્ત્વજ્ઞ હતા. વ્યવહાર છોડ છતાં વ્યાવહારિક રીતે ઉદ્ભવતા પ્રશ્નનેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy