________________
શાસન સામ્ શ્રી મહુવા યુવક સમાજ-મુંબઈએ કરેલો ઠરાવ
- તા. ૨૯-૧૨-૯ જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ઘણુ લાંબા સમયે સમસ્ત પ્રજાના આગ્રહથી પિતાની જન્મભૂમિમાં ચોમાસું રહેવા પધાર્યા. તેઓશ્રી મહુવા (પિરા મુકામે પિતાના વતનમાં સં. ૨૦૦૫ ના દિવાળીના દિવસે કાળધર્મ પામ્યા. તેટલા માટે મુંબઈની જાહેર પ્રજા, મહુવા તથા મહુવા મહાલના નાગરિકની આજની આ સભા પિતાના ઊંડા ખેદની લાગણી અનુભવે છે. તેઓશ્રીના કાળધર્મથી જનતાને ઘણી મર્સ એટ પદ્ધ છે.
તેઓશ્રી બાળબ્રહ્મચારી, અગાધ જ્ઞાની, ઉંચ ચારિત્ર્યશાળી, અને મહાન ત્યાગી આચાર્ય હતા. તેમના વિશાળ જ્ઞાન અને સેવાને લીધે સારા હિન્દમાં તેઓ ઉચ્ચતર સ્થાન ધરાવતા હતા. તેઓશ્રીએ પોતાની જન્મભૂમિ–મહુવાને સારાયે હિન્દમાં ગૌરવશાળી બનાવી હતી. તેઓશ્રીની સ્મૃતિઓ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર નજરે પડે છે. તેમના આત્માને પરમ શાંતિ મળે તે માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.
લિ. જયંતિલાલ વી. મહેતા દોલતરામ જે. પારેખ
(માનદ મંત્રીઓ) મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
(સભાના પ્રસૃખ)
મુંબઈના જૈનેની મિટિગે કરેલો ઠરાવ
તા. ૨૪-૧૦-૪૯ પૂજ્યપાદ જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં—પાંજરાપોળ જૈન ઉપાશ્રય, અમદાવાદ.
સવિનય વંદનાપૂર્વક નિવેદન કે–શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, શ્રી અ. ભા. વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ અને શ્રીદિગંબર જૈન તીર્થ ક્ષેત્ર કમિટીના સંયુક્ત આશ્રય હેઠળ રવિવાર, તા. ૨૩-૧૦-૦૯ ના રોજ શ્રીનમિનાથજી મ. જૈન દેરાસરના ઉપાશ્રયમાં મળેલી જૈનોની જાહેરસભામાં પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસ અંગે નીચે મુજબ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલ છે.
–ઠરાવજૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્રમાં મહુવા મુકામે સંવત્ ૨૦૦૫ ના દીપાવલીની રાત્રિએ કાળધર્મ પામ્યાના સમાચારથી જૈન સમાજને અત્યંત આઘાત થયેલ છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન્ વિદ્વાન, સિદ્ધાંતપ્રવીણ, ચારિત્રશીલ, શાસનપ્રભાવક અને અગ્રગણ્ય આચાર્યની ન પૂરાય એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org