________________
પરિશિષ્ટબેટ પડી છે. તેઓશ્રીના આત્માને અનંત અને શાકવત શાંતિ મળે એવી આ સભા પ્રાર્થના કરે છે.”
-પ્રમુખસ્થાનેથી : સર્વાનુમતે પસાર
લિ. સેવક
અમરતલાલ કાલીદાસ
મુંબઈના જૈનોની જાહેર સભાના પ્રમુખ શ્રી જૈન શ્વે. મૂ. પૂ. કેન્ફરન્સ-મુંબઈને ઠરાવ
તા. ૨૪-૧૦-૪૯ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિનોદય સૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં–મહુવા.
સવિનય વંદનાપૂર્વક નિવેદન કે-સૌરાષ્ટ્રમાં મહુવા મુકામે સંવત્ ૨૦૦૫ ની દીપાવલીની રાત્રિએ પૂજ્યપાદ શાસનસમ્રાટ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીવરજી મહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચારથી અત્યંત આઘાત થયેલ છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન વિદ્વાન , સિદ્ધાંતપ્રવીણ, ચારિત્રશીલ, શાસનપ્રભાવક અને અગ્રગણ્ય આચાર્યની ન પૂરાય એવી ખોટ પડી છે. તેઓશ્રીના આત્માને અનંત અને શાવત શાંતિ મળે એવી શાસનદેવને પ્રાર્થના છે.
લિ. સેવકેદામજી જેઠાભાઈ
મેઘજી સેજપાળ કુલચંદ શામજી (ચીફ સેક્રેટરીઝ)
(પ્રમુખ)
*
*
શ્રી જનધર્મ પ્રસારક સભા-ભાવનગરને ઠરાવ શ્રીભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી નિયંત્રિત થયેલ સભાના સભ્યો અને અન્ય ગૃહસ્થની આ મીટીંગ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૦૫ના આસો વદ ૦))ને શુક્રવારના રોજ મહુવા મુકામે કાળધર્મ પામ્યા તે માટે પોતાના અત્યંત શેક વ્યક્ત કરે છે. તેઓશ્રીના કાળધર્મ પામવાથી સમસ્ત જૈન સંઘમાં ન પૂરાય તેવી ભારે ખોટ પડેલ છે. સદ્ગત આચાર્ય મહારાજશ્રીએ પિતાના સાઠ વર્ષ જેટલા લાંબા દીક્ષા પર્યાયના સમયમાં જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ અને પ્રચાર માટે, જૈન ધર્મના ઉદ્યોત માટે, તીર્થોના રક્ષણ અને વૃદ્ધિ માટે, સાધુ સંસ્થાની પવિત્રતા અને એકતા સાચવવા માટે આજીવન અવિરત પ્રયત્ન કરી, જે ઉજજવળ દષ્ટાંત પિતાના જીવનથી જૈન સમાજ સમક્ષ રજૂ કર્યું છે, તેનું સ્મરણ કરતાં આ સભાને તેઓશ્રીને માટે અત્યંત માન થાય છે. અને તેની સહર્ષ નોંધ લેવામાં આવે છે. સ્વર્ગસ્થને આત્મા અખંડ શાંતિમાં રહે એવી પરમાત્મા પાસે અમારી પ્રાર્થના છે.
લિ. જૈન ધર્મ પ્રસારક સભા. જીવરાજ ઓધવજી દેશી (પ્રમુખ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org