________________
પરિશિષ્ટ-૧
સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ પિતાની પાછળ વિદ્વાન અને ચારિત્રપાત્ર શિષ્ય-પ્રશિષ્યોને બહોળો સમુદાય અને અનેક ધર્મકાર્યોનો વારસો મૂકતા ગયા છે. એ બીના આ સભાને તેમ જ જૈન સંઘને માટે ખૂબ આશ્વાસનરૂપ છે. પૂજ્ય આચાર્ય મહારાજના વિદ્વાન શિષ્ય પૂજ્ય આચાર્ય મહારાજની જેમ જ આ સભાને ધાર્મિક દેરવણી આપતા રહેશે, અને સ્વર્ગસ્થ સૂરિજી મહારાજને પવિત્ર આત્મા અમને ધર્મકાર્યોમાં પ્રેરણા કરતો રહેશે એવી આશા સાથે અમે સૂરિજી મહારાજના શિષ્ય-પ્રશિ સાથે સહાનુભૂતિ અને સમવેદના વ્યક્ત કરીએ છીએ.
નરેન્દ્રભાઈ સારાભાઈ
શ્રી જૈન સંઘ-ભાવનગરે કરેલો ઠરાવ
તા. ૨૪-૧૦-૪૯ “શ્રીભાવનગર જૈન વે. મૂ. પૂ. તપાસંઘની આજરોજ મળેલી મીટીંગ આપણું સમસ્ત જૈન સંઘના મહાન આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંવત્ ૨૦૦૫ ના આ વદિ ૦)) શુક્રવાર, તા. ૨૧-૧૦-૪૯ ના રોજ શ્રીમહુવા મુકામે કાળધર્મ પામ્યા તે ખબર જાણી ભાવનગર જૈન સંઘ અત્યંત દિલગીરી દર્શાવે છે.
'આવા પરમ ઉપકારી મહાન પવિત્ર આચાર્યશ્રીના સ્વર્ગવાસથી શ્રીસંઘને પૂરી શકાય નહિ તેવી ખોટ પડી છે તેમ માને છે. અને તેઓના આત્માની શાંતિ ચાહે છે.”
(સર્વાનુમતે પસાર)
લિ. વોરા ખાંતિલાલ અમરચંદ
(મિટિંગના પ્રમુખ)
સુરતના શ્રીસંઘની મિટિંગે કરેલ ઠરાવ
તા. ૨૫–૧૦-૪૯ પરમપૂજ્ય તીર્થોદ્ધારક સમર્થ વિદ્વાન આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી સંવત ૨૦૦૫ ના આવદ અમાસ એટલે દિવાળીના દિવસે મહુવા મુકામે કાળધર્મ પામ્યા તેથી શ્રીસકલસંઘની આ સભા સખેદ દુઃખની લાગણી પ્રદર્શિત કરે છે, અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી હાર્દિક પ્રાર્થના કરે છે.”
લિ.
નગરશેઠ બાબુભાઈ ગુલાબભાઈ (ધી નગરશેઠ એન્ડ જૈન સંઘપતિ-સુરત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org