________________
[૬૦] અને છેલ્લે...
“પ્રભાવશાળી વ્યક્તિત્વ, તેજસ્વી નયન, ગંભીર વાણી, ભવ્ય કપાળ અને ખડતલ કાયા.... આજ એમનું ચિત્ર આંખ સામે જાગૃત થાય છે. 1 . જૈન સમાજના કલ્યાણ માટે તેઓએ અનેક કાર્યો કર્યા છે, જે કાર્યો કઈ પણ સમાજથી કે લાગવગથી ન થઈ શકે, તે કાર્યો એમના પ્રભાવિક પુરુષાર્થથી થયાં છે.
મહુવાની ધરતી પર એ જગ્યા હતા, અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ તેઓ કાળધર્મ પામ્યા.
જે દિવસે ભગવાન મહાવીર કાયાનો છેલ્લો સંપર્ક દૂર કરીને મોક્ષે ગયા હતા, તે જ દિવસે–એ દીપોત્સવીની સંધ્યાએ આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી પણ નશ્વર કાયા છોડીને ચિરકાળ માટે વિદાય થયાં છે.
જૈન સંસ્કૃતિમાં જન્મનું ગૌરવ નથી... મૃત્યુનું ગૌરવ છે. અને ફરીવાર ન જન્મવું પડે એવા ભવ્ય મૃત્યુનું ગૌરવ છે.
જૈનો માને છે કે જન્મ અને મૃત્યુ એ તો જતુઓની લીલા છે. કદી જન્મવું ન પડે એવા મૃત્યુની સિદ્ધિ એ જ માનવીના પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે.
આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એવી જ ભવ્ય સિદ્ધિના પંથે હતા............. એમનું મૃત્યુ–સામાન્ય માનવીનું મૃત્યુ નથી... મૃત્યુને જીતનાર સંપ્રદાયના એક અગ્રગણ્ય મશાલચીનું મૃત્યુ છે.
એમના મૃત્યુ પર શેકના શબ્દો વેરવા એટલે એ તેજસ્વી સંતને ન ઓળખવા જેવું છે. અમે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે જૈન સમાજને એમનું મૃત્યુ ન માર્ગ દેખાડે... જૈન સમાજમાં વ્યાપ્ત બની રહેલા અંધકારને એ મૃત્યુની તેજરેખા ભેદે ! - શાસનદેવ એ જીવનવિજેતાના આત્માને સંપૂર્ણ શાંતિ અર્પે.... અને એમના શિષ્યસમુદાયમાં તેજની ધારા ચાલુ રાખે.”
- પૂજ્ય શાસનસમ્રાટુના કાળધર્મ પછી એક વર્તમાનપત્રના તંત્રીલેખમાં લેવાયેલી નેધના આ શબ્દો એમની હિમાલય સમ ઉન્નત ભવ્યતાની આછેરી ઝાંખી કરાવે છે.
જન્મવું, જીવવું અને મરવું એ તો સૌને માટે સામાન્ય છે. - જન્મીને જે જીવન જીવી જાણે છે-જીવન વિજેતા બને છે, અને પ્રાંતે મૃત્યુંજયત્વના માગે આગેકદમ બઢાવતા મૃત્યુને વરે છે, એ વ્યક્તિ મહામાનવ બને છે.
પૂજ્ય શાસનસમ્રાટુ આવા જ એક મહામાનવ હતા.
એમના ભવ્ય જીવન-દર્પણમાં એક વાર ડોકિયું કરીએ તો ઠેર ઠેર એમની ભવ્યતા અનેક સ્વરૂપે પ્રતિબિંબિત થતી દેખાશે.
એમની એ ભવ્યતાની નિષ્કલંક પ્રતિષ્ઠાયા એમના શિષ્યરત્નોમાં આજે પણ જોઈએ છીએ, ત્યારે સહજ રીતે જ આપણું મસ્તક ગૌરવોન્નત બની જાય છે.
શાસનસમ્રાટના જીવનની અને મૃત્યુની આ ભવ્યતા આપણને ચિરકાળપર્યત પ્રેરણાના પીયૂષ પાય.. ૧. જયહિંદ, તા, ૨૫-૧૦-૪૯ નો તંત્રીલેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org