SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયાત્રા ઉપાશ્રયમાં પૂ. આચાય ભગવંતાદિ ચતુર્વિધ સથે અપેાર પછી વિધિપૂર્વક દેવવંદન કર્યું. ત્યાં સુધીમાં અંતિમ યાત્રામાં ગયેલાં ગૃહસ્થા આવી પહોંચ્યા. પૂ. શ્રીન દનસૂરિજી મહારાજે તેઆ સૌને મેાટી શાન્તિને શાન્તિદાયક પાઠ સભળાવ્યેા. પછી પૂજયશ્રીના સ્વર્ગગમનના સ્થાને સુંદર દેરી ખનાવવાના નિય લેવાયા. મહુવા સઘે પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિ નિમિત્તે અઠ્ઠાઈ મહાત્સવ ઉજવવાને નિણૅય લીધા.૧ ખાદ સૌ વિખરાયાં. અત્યાર સુધી ક્રિયામાં રત રહેલાં પૂ. મુનિવર્યું હવે નિવૃત્ત થયાં. કાય વ્યગ્રતાને કારણે મહાપરાણે અવરેાધાયેલાં આંસુના બંધ હવે તૂટી ગયાં. ફરક સમતાના જીવનવ્રતના પાલનહાર એ મુનિભગવંતા આ શેકના ને અશ્રુના વેગને રાકવા મહેનત કરી રહ્યાં હતાં. પણ રે ! જ્યાં એ જીવનવ્રતના દાતા, અને પેાતાના તુચ્છ જીવનના ઉદ્ધારક ગુરુ ભગવંત જ જ્યારે ચિરવિરહ કરાવીને ચાલ્યાં ગયાં, ત્યારે એ વેગ શે' અટકે ? ગુરુ ભગવ ંત વિનાનેા ઉપાશ્રય જાણે ખાવા ધાતા હતા. ઉપાશ્રય તેા ઠીક, પણ હે શાસનદેવ ! આ એને સાચા અધિનાયક હવે કાણુ બનશે ? 1 તપાગચ્છનુ શું થશે ? અનાથ અનેલાં સ્વરે વિલપી રહ્યો હતાઃ— આ સવાલના જવાબ માંગતા કેાઈ ભક્તજન આ “તપગચ્છ થશે અનાથ, શું ખાઈ ધીંગા ધણી ? ઘો બીજો જિનરાજ, મધુમતીના એ લાલસમ...’ ૧. મહુવા સંઘે આ મહાત્સવ કા. શુ. ૬ ચીં ૧૪ સુધી ઉજજ્યે.. નોંધઃ– સં. ૨૦૦૬ના ફાગણમાસમાં થયેલા પ્રતિષ્ઠા-ઉત્સવ વખતે પૂજ્યશ્રીના અતિમ સત્કારની ભૂમિમાં ઉત્તમ સ્મારક બનાવવાના શ્રીસંધને વિચારી થતાં, ત્યાં શ્રીશાન્તિનાથ પ્રભુના શિખરબંધી પ્રાસાદ બંધાવવાના નિર્ણય લેવાયા. એમાં પૂજ્યશ્રીની ચરણપાદુકા પણુ પધરાવવાનું નક્કી થયું. એ પ્રાસાદ તૈયાર થયે સ. ૨૦૧૫માં એના અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવ મહુવા—સંઘે ઘણાં ઉમાંગથી કર્યો. જો કે પ્રાસાદ બંધાયા પહેલાં પણ સ. ૨૦૧૩માં ત્યાં યાત્રિકોને ન માટે પૂજ્યશ્રીની પાદુકા વિરાજમાન કરેલી, એ પાદુકામાંથી અનેક વાર અમીઝરણાં થતાં. પ્રતિષ્ઠા પછી પણ એ અમીઝરણું અવારનવાર થતાં જ રહેતાં. Jain Education International પૂજયશ્રીના સ્વગમન—સ્થાને પણ શ્રીસંધના આદેશથી સલાત ફુલચંદભાઈ છગનલાલે સુ ંદર દેરી બંધાવી, તેમાં ચરણપાદુકા પધરાવ્યા. આ પગલાંમાંથી વર્ષમાં કેટલીય વાર અમીઝરણાં વ. ચમત્કાર થતાં જ રહે છે. જે પૂજ્યશ્રીના મહાન્ સૌભાગ્ય અને ઉચ્ચગતિના સૂચક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy